મિત્રો તમે અનેક કોમેડી સીરીયલ જોતા હશો. તેમજ ખાસ કરીને તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તો ખાસ જોતા હશો. તેમાં રહેલ દરેક પાત્ર પોતાના અનોખા અંદાજથી દર્શકોનું દિલ જીતી લે છે. તેમાં પણ ખાસ કરીને જેઠાલાલ અને દયાબેન ખુબ જ રમુજી અને દર્શકોનું દિલ જીતનાર પાત્ર છે. પણ છેલ્લા ઘણા સમયથી દયાબેન સીરીયલ પર નથી. આથી તેની વાપસી પર અનેક અટકળો થઈ રહી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની સૌથી પસંદગી પામેલ સીરીયલ છે. શોના દરેક પાત્રનો પોતાનો અલગ અંદાજ છે. શોમાં દયાબેન એક એવું પાત્ર છે જે પોતાના અનોખા અંદાજથી લોકોનું દિલ જીતે છે. ઘણા વર્ષોથી દયાબેન શોથી બહાર છે. શોમાં હવે તેની વાપસીને લઈને ઘણી અટકળો થઈ રહી છે. આ બાબતે શોની અંજલી ભાભીનું પાત્ર નિભાવતી એકટ્રેસે ચુપ્પી તોડી સત્ય બતાવ્યું છે.
દિશા વાકાણી એટલે કે દયાબેનની શોમાં વાપસી વિશે અટકળો થઈ રહી છે. જ્યારે તેણે 2017 માં આ શો છોડી દીધો હતો. એવી ફરીથી ખબર આવી કે મેકર્સ વાકાણીની જગ્યાએ કોઈ અન્ય પાત્રની શોધ કરી રહી છે.
શોમાં એવું થાય છે તો કંઈ નવું નથી થવાનું. કારણ કે તેનાથી જૂની અંજલી ભાભી એટલે કે નેહા મહેતાને રિપ્લેસ કરતા સુનયના ફોજદારે આ પાત્રને નિભાવ્યું છે. જ્યારે શોમાં નવી સોનું અને નવા સોઢીની પણ એન્ટ્રી થઈ છે. હાલમાં જ હવે સુનયના ફોજદારે દયાબેનની વાપસીને લઈને ચાલી રહેલ ખબર પર પોતાની ચુપ્પી તોડી હતી.
સુનયના એ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, શો આપણા બધાનો છે. આ માત્ર કોઈ એક પાત્રનો નથી અને આ વાત જ આ શોની ખાસ છે. જો કોઈ પાત્ર આજે પણ દર્શકો વચ્ચે મશહૂર છે અને તેને પ્રેમ મળી રહ્યો છે તો તેનો અર્થ છે કે શો સારું કામ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, ટીમ પોતાનું 100% આપી રહ્યું છે. માત્ર એક માણસને ક્રેડિટ આપી ન શકાય. કોઈ એક લીડ નથી. જેના કારણે શો હજુ પણ ચાલી રહ્યો છે.
સુનયના ફોજદારે દયાબેનની વાપસીને લઈને કહ્યું છે કે, આ બાબતે આપણે સૌ જાણીએ છીએ કે, તેણે કહ્યું કે અમને પણ હજુ સુધી એવી કોઈ વાત કહેવામાં નથી. અંજલી ભાભી એ કહ્યું કે, મને લાગે છે કે, આસિત સર આનો જવાબ આપી શકશે. કારણ કે અમે સૌ પણ જાણવા માંગીએ છીએ.અમે પોતે પણ એકબીજાને આ વિશે પૂછીએ છીએ. કોઈ કશું નથી જાણતું.
તમને જણાવી દઈએ કે, દિશાએ 2017 માં મેટરનીટી લીવ માટે શો માંથી બ્રેક લીધો હતો. આ પછી તે શોમાં પાછી નથી આવી. ‘હે માં માતાજી’ અને ‘ટપ્પુ કે પાપા’ જેવા ડાયલોગ અનોખી રીતે બોલીને દર્શકોનું મનોરંજન કરતી દિશાને તેના ફેંસ ખુબ યાદ કરે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી