મિત્રો જેમ કે તમે આમળાના ઘણા ફાયદાઓ વિશે ઘણું જાણતા જ હશો. તેમજ તેનું સેવન શરીર માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. આ સિવાય તમે આમળા કેન્ડી વિશે પણ ઘણું સાંભળ્યું હશે. જ્યારે આ આમળા કેન્ડી પતંજલિ પણ બનાવે છે, અને તમે ઘરે પણ આ કેન્ડી બનાવી શકો છો. જેને પૂરી રીતે આયુર્વેદિક માનવામાં આવે છે. તેને એક હેલ્થ સપ્લિમેન્ટના રૂપમાં પણ જોવામાં આવે છે. આમળા કેન્ડીમાં એક આમળા એક ઔષધી છે જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.
આયુર્વેદ અનુસાર આમળાનું સેવન શરીર માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે અને તે શરીરને મજબુત કરવાનું કામ કરે છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો રહેલા છે. જેની શરીરને ખુબ જ જરૂર હોય છે, તે શરીરમાં જલન, સનસની, અને પાચન સંબંધી બીમારી દુર કરે છે. તે ગરમીને ઓછી કરે છે અને શરીરને અંદરથી ઠંડુ કરે છે.આમળા કેન્ડીમાં ખાંડ અને આમળા હોય છે. ખાંડની સાથે મીઠું, નૌસાદર અને મસાલાઓ હોય છે. આમળાનો સ્વાદ ખાટો મીઠો અને થોડો તૂરો હોય છે. પણ તેને ખાવાથી મુખ તાજગીનો અનુભવ કરે છે. આમળા કેન્ડીમાં મળતા ઘટકોમાં આમળા, ખાંડ અને ગ્લુકોઝ હોય છે. તો ચાલો જાણીએ આમળાની કેન્ડીના દાયદા.
કબજિયાતમાં : પતંજલિ આમળા કેન્ડીમાં ઘણા એવા રોચક તત્વ મળે છે જે કબજિયાતથી રાહત અપાવે છે. જો તમે પણ ખુબ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે નિયમિત રીતે આમળા કેન્ડીનું સેવન કરવું જોઈએ. તે તમારી પાચનક્રિયાને સારી કરશે અને કબજિયાતની સમસ્યા દુર થઈ જશે.રોગ-પ્રતિકારક ક્ષમતા : નિયમિત રીતે આમળા કેન્ડીનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેનાથી તમને રોગો સામે લડવામાં શક્તિ મળે છે અને તમને જલ્દી બીમાર નથી પડતા. આમ આમળા કેન્ડીનું સેવન તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે અને તમારા પર બહારની વસ્તુઓની સાઈડ ઈફેક્ટ નથી થતી અને તમે તંદુરસ્ત રહો છો.
ત્વચા માટે : આમળા કેન્ડીમાં ઘણા એવા પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળે છે, જે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તે મૃત ત્વચાને દુર કરીને નવી ત્વચાના નિર્માણનું કામ કરે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે. ખીલ જેવી સમસ્યા પણ દુર કરે છે.શરીર માટે ઠંડક : આમળા કેન્ડીમાં ઘણા એવા વિટામિન, મિનરલ્સ અને પોષક તત્વ હોય છે જે શરીરને અંદરથી ઠંડુ કરે છે. જેનાથી ગરમીથી રાહત મળે છે. ગરમીને કારણે થતી બીમારીઓ જેવી કે નસકોરી થવી, લુ લાગવી વગેરે દૂર થાય છે. ઉનાળામાં આપણા પેટમાં એસીડીટી જેવી સમસ્યા થતી હોય છે. જ્યારે આ માટે તમે આમળા કેન્ડીનું સેવન કરી શકો છો.
પાચન તંત્રમાં સુધારો : ભોજન કર્યા પછી અકસર તેને પચાવવાની મુશ્કેલી આવતી હોય છે. તો તમારે આ ભોજન પચાવવા માટે નિયમિત રૂપે પતંજલિ આમળા કેન્ડીનું સેવન કરવું જોઈએ. તેનાથી પાચન તંત્રમાં સુધાર આવે છે. જેનાથી પેટ સંબંધી તકલીફ નથી થતી અને તમારું દૈનિક પાચનક્રિયામાં સુધાર આવે છે.વાળને મજબુત કરવા : જો કે વાળ માટે આમળા એ કોઈ વરદાનથી કમ નથી. આમળા કેન્ડીમાં વિટામીન સી મળે છે જે વાળ માટે ખુબ જ જરૂરી છે. તેના નિયમિત સેવનથી વાળ મજબુત બને છે. અને માથામાં ખોડો પણ નથી થતો. જો કે આમળા વાળમાં પણ લગાવવામાં આવે છે પણ તેની કેન્ડી ખાવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.
કોલેસ્ટ્રોલ લેવલ : આમળા કેન્ડીમાં ઘણા એવા પોષક તત્વ, એન્ટી ઓક્સીડેન્ટ અને આયુર્વેદિક તત્વ મળે છે જે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છે. જેનાથી શુગર અને વજન વધારો જેવી બીમારીઓ નથી થતી. શરીરમાં જામેલ વધારાના ફેટને પણ દુર કરે છે.
શરીરનું ટોક્સિન : શરીરને ફિલ્ટર એટલે કે અંદરથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માટે આમળા કેન્ડી ખુબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી તમારું શરીર સ્વસ્થ રહે છે અને શરીરથી વિષાક્ત પદાર્થ બહાર કાઢીને શરીરને હેલ્દી અને રોગ મુક્ત કરે છે. તે શરીરમાં ઝેરીલા તત્વને દુર કરે છે.શ્વાસ સંબંધી બીમારી : જો તમને શ્વાસની બીમારી છે તો આ માટે આમળા કેન્ડી ખુબ જ ફાયદાકારક છે. તેમાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વ આપણી શ્વસન પ્રણાલીને સારી કરે છે. જેનાથી શ્વાસની બીમારી દુર થાય છે. નાક અને મોઢામાંથી જતી શ્વાસ માટે આમળા એક ફિલ્ટરની જેમ કામ કરે છે.
આ બીમારીઓમાં પણ ફાયદાકારક : મૂત્ર સંક્રમણ, શરદી, ઉધરસ, ફ્લુ, ગળામાં સંક્રમણ, અલ્સર, આંતરડામાં સંક્રમણ, માથાનો દુઃખાવો, છાતીમાં સંક્રમણ, જેવી બીમારીઓમાં પણ આમળાની કેન્ડી લાભકારી છે.
આમળા કેન્ડીનો ચિકિત્સકીય ઉપયોગ : તેને તમે હેલ્થ સપ્લિમેન્ટના રૂપે પણ લઈ શકો છો. તેને ખાવાથી તમારા શરીરને ઘણા લાભ મળે છે. શરીરની કમજોરી દૂર થાય છે. આમળા કેન્ડીમાં ચટપટા મસાલાઓ હોય છે, જેમ કે કાળા મરી, હિંગ, પીપળીમૂળ વગેરે. તે અપચો અને પાચન સંબંધી તકલીફ દુર કરે છે.આમળા કેન્ડીની સેવનની વિધિ અને માત્રા : તમે તેને 5 ગ્રામ અથવા 10 ગ્રામની માત્રામાં લો. તે પૂરી રીતે આયુર્વેદિક છે આથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. તમે તેને દિવસમાં પણ ખાઈ શકો છો. ધ્યાન રાખો કે તેમાં ખાંડ હોય છે આથી ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન ન કરવું.
સંગ્રહ : તેને કોઈ સુકી જગ્યા પર સંગ્રહ કરો, તેને નાના બાળકોથી દુર રાખો, એક વખત બરણી ખોલી નાખી તો પછી 6 મહિનામાં તેનો ઉપયોગ કરી લો.
આ રીતે ઘરે બનાવો આમળા કેન્ડી: રેસિપી જાણવા અહીં ક્લિક કરો
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી