નબળા અને કમજોર હાડકા માટે આ ઔષધી છે 100% કારગર… ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ પણ કરી દેશે ગાયબ…. એકવાર જાણો આખી જિંદગી કામ આવશે…

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોના હાડકાઓ નબળા પડતા જાય છે જેને કારણે નાની ઉંમરે તેમને હાડકાને લગતા રોગો થવા લાગે છે. આથી જ તમારે પોતાના હાડકાને મજબુત બનાવવા માટે અમુક પ્રકારના વિટામીનો તેમજ ખનીજ તત્વોનું સેવન કરવું જરૂરી બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમને હાડકાને લગતી કોઈ બીમારી ન થાય તો તમારે અમુક પ્રકારના ફળનું સેવન કરવું જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં એક એવા જ ફળ વિશે વાત કરીશું જેના સેવનથી તમારા શુષ્ક અને બેજાન થયેલા હાડકામાં ફરીથી જીવ આવી જશે. આ ફળ એક સુકું ફળ છે.

હાડકાં શરીરને સહારો આપે છે અને તમને હરવા-ફરવામાં મદદ કરે છે. હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા ખૂબ જ જરૂરી છે. હાડકાં તમારા હ્રદય, મગજ અને બીજા અંગોને વાગવાથી પણ બચાવે છે. હાડકાંમાં કોઈ પણ પ્રકારની નબળાઈ કે નુકસાન તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. હાડકાંને મજબૂત બનાવવાના ઉપાયા ક્યાં છે? હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન ખૂબ જ જરૂરી છે. તે માટે તમારે તમારી ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.આ પોષકતત્વોની ઉણપથી તમને ઓસ્ટીઓપોરોસિસ જેવી હાડકાંની ખતરનાક બીમારી થઈ શકે છે. આ બીમારીમાં હાડકાં નબળા અને ઓગળવા લાગે છે. જેનાથી તમને સરળતાથી વાગી શકે છે. જો હાડકાં માટે હેલ્થી ડાયેટની વાત કરવામાં આવે તો, સૂકા આલુબદામ એક સારો વિકલ્પ છે. જેને તમારે તમારી ડાયેટમાં કોઈ પણ કિંમતે સમાવિષ્ટ કરવા જોઈએ. 

1) હાડકાંને ખોખલા કરી નાખે છે ઓસ્ટીઓપોરોસિસ:- એક રિપોર્ટ મુજબ, તે હાડકાંની એક એવી બીમારી છે જે, કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. તેમાં હાડકાં ખોખલા કે નબળા પડી જાય છે. એવું માનવામાં આવે છે કે પુરુષોની તુલનાએ મહિલાઓને વધારે થાય છે. મોનોપોઝ દરમિયાન તેનું જોખમ વધારે હોય છે. તેમાં ખૂબ જ સરળતાથી ફ્રેકચર થઈ શકે છે.2) હાડકાંને મજબૂત બનાવે છે સૂકા આલુબદામ:- એક અધ્યયન મુજબ, નિયમિત રૂપથી સૂકા આલુબદામનું સેવન કરવાથી તમારા હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ મળે છે. અધ્યયન દરમિયાન એક વર્ષ સુધી જે લોકોને દરરોજ આલુબદામ ખાવા માટે આપવામાં આવ્યું હતું. તેમનામાં રિઢના હાડકાં, ઘૂંટણ અને ખભાના હાડકામાં બોન ડેંસિટીમાં સુધારો કરવા અને હાડકાંની સમસ્યાને ધીરે ધીરે સરખું કરવામાં મદદ મળે છે.

3) હાડકાં માટે શા માટે ફાયદાકારક છે આલુબદામ:- સૂકા આલુબદામમાં પોલીફેનોલ યૌગિક જોવા મળે છે જે એંટીઓક્સિડેંટના રૂપમાં કામ કરે છે. તે સોજા મટાડવા અને હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તે સિવાય આ સૂકા ફળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં માટે સારું ગણવામાં આવે છે. 4) કોપર અને મેગ્નેશિયમનો ભંડાર છે સૂકા આલુબદામ:- સૂકા આલુબદામ, કોપર, મેગ્નેશિયમ અને વિટામિનનો પણ સારો સ્ત્રોત છે અને આ બધા તત્વો મજબૂત હાડકાંને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. તે ઓસ્ટીયોઆર્થરાઇટીસથી પીડિતોમાં હાડકાંના નુકસાનને અટકાવે છે. 

5) આ પણ છે સૂકા આલુબદામના ફાયદા:- હાડકાંને સ્વસ્થ રાખવા સિવાય આ ફળ ઘણા પ્રકારે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. નિયમિત રૂપથી તેના સેવનથી તમને ઉંમર વધવાના શરૂઆતી સંકેતો અને લક્ષણોને અટકાવવા, બ્લડ શુગર કંટ્રોલ કરવા, ફાઈબર હોવાને કારણે પેટની સમસ્યાઓથી નીપજવામાં, વિટામિન બી અને સી જેવા પોષકતત્વો હોવાને કારણે વાળ ખરતા અટકાવવામાં અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ મદદ મળે છે. આમ આ સુકા ફળનું સેવન કરવાથી તમારા હાડકાને પુરતું પોષણ મળી રહે છે અને હાડકા અંદરથી મજબુત બને છે. હાડકાને કોઈ રોગ થતો નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment