આજે કોરોના સામે લડવા માટે લોકો અનેક વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. ત્યારે આજે લોકો પાણી, જ્યુસ તેમજ ઉકાળાનું સેવન વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. આજે કોરોના સંક્રમણને કારણે મોટાભાગના ડોક્ટરો સતત હાઈડ્રેશન (importance of hydration during coronavirus pandemic) પર ભાર આપી રહ્યા છે.
જ્યારે છેલ્લા દિવસોમાં તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થવાથી લોકો વધુને વધુ પાણી અને જ્યુસનું સેવન કરી રહ્યા છે. જો કે વધુ પાણી પીવું એ પણ ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. એટલે સુધી કે તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તેને ઈનોસ્કીકેશન અથવા વોટર પોઈઝિંગ પણ કહેવામાં આવે છે.કેટલું ખતરનાક સાબિત થઈ શકે પાણી ? :
હજી સુધી એવો કોઈ અહેવાલ નથી મળ્યો કે જેનાથી એ જાણી શકાય કે કેટલું પાણી મોત અથવા હોસ્પિટલ જવા પર મજબુર કરી શકે છે. પણ અનુમાન છે કે, સતત કલાકો સુધી, દર કલાકે એક લીટર પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. આ પાણીનો ઓવરડોઝ છે. જે શરીરમાં લોહીનું ઓક્સિજન સંતુલન બગાડી દે છે.
સ્વસ્થ યુવતીનું મૃત્યુ થયું હતું :
થોડા વર્ષો પહેલા કેલિફોર્નિયામાં 28 વર્ષની એક સ્વસ્થ યુવતીનું પાણીના ઓવરડોઝના કારણે મૃત્યુ થયું હતું. સાયન્ટિફિક અમેરિકન વેબસાઈટ પર આ અહેવાલ છે. વાસ્તવમાં યુવતી એક પ્રોગ્રામમાં પાણીની પ્રતિયોગિતામાં ભાગ લેવા આવી હતી. Hold Your Wee for a Wii નામના આ program માં આવીને તેણે ત્રણ કલાક સુધી 6 લીટર પાણી પીધું. જેનીફર સ્ટ્રેજ નામની આ યુવતીને થોડા સમયમાં જ ઉલટીઓ થવા લાગી. માથાનો તીવ્ર દુઃખાવો શરૂ થયો અને બીજા દિવસે તેનું અવસાન થઈ ગયું. તેનું કારણ વોટર ઇનટોક્સીકેશન જણાવવામાં આવ્યું, એટલે કે જરૂર કરતા વધુ પાણી પીવું.દોડવીરો પર અસર જોવા મળે છે :
પ્રખ્યાત પત્રિકા ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીને શરીરમાં વધુ પડતું પાણી જવાથી શું થાય, તેના પર એક શોધ કરવામાં આવી. તેમાં જોવા મળ્યું કે મેરાથન દોડવીરોનો છઠ્ઠો ભાગ કોઈ પણ રીતે હાઈપોનેટીટ્રીમિયાનો શિકાર હોય છે. એટલે કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી લોહી પાતળું થઈ જાય છે અને ઓક્સીજનનો પ્રવાહ બાધિત થાય છે.
શું છે હાઇપોનેટ્રેમિયા :
હાઇપોનેટ્રેમિયા લેટિન અને ગ્રીક શબ્દોના મિશ્રણથી બન્યો છે. જેનો અર્થ છે લોહીમાં લવણની કમી છે. સોડિયમની ઉણપ થવી તેના વિશે તો ઘણા સાંભળ્યું હશે. આ તે જ છે. શરીરમાં પાણીનું વધુ પ્રમાણ થવાથી સોડિયમ ઘટી જાય છે. જો કે સોડિયમ ઓછું થવા માટે ઘણી વખત બીજી વસ્તુઓ અને બીમારીઓ પણ જવાબદાર હોય શકે છે. પણ પાણીનું વધુ પ્રમાણ તેનું કારણ છે.
લોહીમાં કેટલું સોડિયમ હોય છે ? :
એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પ્રતિ લીટર લોહીમાં 135 થી 145 મિલીમોલ્સ સોડિયમ કંસેટ્રેશન હોવું જોઈએ. હાઇપોનેટ્રેમિયામાં 135 થી પણ આ પ્રમાણ ઓછું થઈ જાય છે. એવામાં એવું બને છે કે કિડની વધુ પાણીને પ્રક્રિયામાં નથી લઈ શકતી. આમ કિડનીથી પસાર ન થવાથી આ પાણી લોહીમાં સામેલ થઈને લોહીને પાતળું કરવા લાગે છે. લોહીની સાથે તે કોશિકાઓમાં પણ સામેલ થવા લાગે છે. જેનાથી સોજાના લક્ષણ જોવા મળે છે.
આટલું કામ કરી શકે છે કિડની :
વાસ્તવમાં એવું બને છે કે, આપણી કિડની એવી રીતે બની હોય છે કે, આખા દિવસમાં 20 થી 28 લીટર પેશાબ દ્વારા બહાર કાઢી શકે છે. આ રીતે તે પ્રતિ કલાક લગભગ માત્ર 1 લીટર પાણી ફ્લશ કરી શકે છે. એવામાં એક લીટરથી વધુ પાણી પીવામાં આવે તો કિડની પર દબાણ વધી જાય છે અને તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. એવામાં લોહી પાતળું થવા લાગે છે.વધુ પડતા પાણીના લક્ષણો ક્યાં છે ? :
સોડિયમની કમીથી દર્દીઓને માથાનો દુઃખાવો, થાક, મીતલી, વારંવાર પેશાબ જવું જેવા લક્ષણો જોવા મળે છે. થાક ખુબ વધી જાય છે. અને સોડિયમની તપાસ જલ્દી ન થાય તો યાદશક્તિ જવાની અથવા મસ્તિષ્ક સંબંધી બીમારી થઈ શકે છે.
આ છે ઓવર હાઈડ્રેશન :
જો કે હાઇપોનેટ્રેમિયામાંથી પહેલા એક બીજી સ્થિતિ આવે છે, જેને પાર કર્યા પછી જ દર્દી અહીં સુધી પહોંચે છે. તેને ઓવર હાઈડ્રેશન કહેવામાં આવે છે. વધુ પાણી પીવાથી શરીરના તાપમાનમાં બદલાવ આવે છે, મળ-મૂત્રની સમસ્યાઓ થવા લાગે છે, અપચો જેવા લક્ષણો જોવા મળે છે. તો તેને ઓવર હાઈડ્રેશન માનવામાં આવે છે. જો ત્યારે ધ્યાન આપવામાં આવે તો ઠીક છે નહિ તો આ જીવનું જોખમ બની જાય છે.આ જ કારણ છે કે, વારંવાર શરીર, કામ અને ઉંમરની જરૂર અનુસાર પાણી પીવાનું કહેવામાં આવે છે. આ માત્રા દરેક માટે સમાન નથી. આ સિવાય ઉનાળામાં, જ્યારે પરસેવો વધુ થાય છે, લોહીમાં સોડિયમની માત્રા બનાવી રાખવા માટે મીઠું અને સાકર વાળું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
આ રીતે તમે જો તમારા શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય રીત જાળવી રાખશો તો કોઈ પરેશાની નહિ થાય અને તમે તંદુરસ્ત રહેશો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી