આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે તેને જો આપણા શરીરની તંદુરસ્તી માટે ઉપયોગમાં લેવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. આવો જ એક ઉપાય લીમડાના પાણીથી સ્નાન કરવાનો છે. તેનો ઉપયોગ કરવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. લીમડાની તાસીર ઠંડી હોય છે.
આથી ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાથી ઘણો ફાયદો થાય છે. તેના ઉપયોગથી સ્કીન સમસ્યાઓ દુર થાય છે, આંખની સમસ્યા, વાળની સમસ્યા વગેરે પણ દૂર થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી લીમડાના પાણીથી સ્નાન કરવાના ફાયદાઓ વિશે જણાવીશું.ખીલની સમસ્યાઓ :
તમને જણાવી દઈએ કે, લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખીલની સમસ્યા તો દૂર થાય જ છે સાથે જ ચહેરા પર નિખાર પણ જળવાઈ રહે છે. જે લોકો ચહેરા પર ડાઘની સમસ્યાથી પરેશાન છે તેમણે આ ડાઘ દુર કરવા માટે લીમડાના પાણીથી સ્નાન કરવું જોઈએ. એક તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક લાવે છે.
ખોડાની સમસ્યા :
જે લોકો ખોડા અને બેજાન વાળથી પરેશાન છે તે લોકો લીમડાના પાણીથી સ્નાન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. સાથે જ તે વાળમાં શાઈનીંગ લાવે છે. આ સિવાય તમારે વાળ ધોતી વખતે શેમ્પુનો ઉપયોગ કરવાની જરૂર નથી રહેતી.આંખની તંદુરસ્તી :
જે લોકો આંખના ઇન્ફેકશનથી પરેશાન રહે છે તેમણે લીમડાના પાણીથી સ્નાન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. લીમડાના પાણીથી સ્નાન કરવાથી તેમજ આંખ સાફ કરવાથી આંખમાં ઇન્ફેકશન, કંજકટીવાઈટીસ એટલે કે આંખ લાલ થવી, સોજો વગેરેને દુર કરી શકે છે. જો તમે લીમડાના પાણીથી સ્નાન નથી કરતા તો પણ જો તમે આ પાણીથી આંખ ધોવો છો તો તેનાથી પણ આંખને ઘણો ફાયદો થાય છે.
શરીર પરના ફોલ્લા :
જે લોકોને શરીર પર ફોલ્લા પડતા હોય, તેમજ ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા વધુ રહે છે આ માટે તમને જણાવી દઈએ કે, લીમડામાં પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ફંગલ ગુણ રહેલા છે. ફોલ્લાની સમસ્યાને દૂર કરે છે.પરસેવાની દુર્ગંધ :
ઉનાળામાં તમે જોયું હશે કે, દરેક લોકોને પરસેવો ખુબ જ થાય છે, આથી શરીરમાં દુર્ગંધ આવે છે, આ કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે લીમડાનું પાણી ખુબ જ અસરકારક છે. જો તેનાથી સ્નાન કરવામાં આવે તો પરસેવાની દુર્ગંધ દૂર થઈ જાય છે.
માથામાં ઝૂ ની સમસ્યા :
તમને જણાવી દઈએ કે, જે લોકો માથામાં ઝૂ ની સમસ્યાથી પરેશાન રહે છે તેમણે લીમડાના પાણીથી સ્નાન કરવાથી ઘણો ફાયદો થાય છે. આ સિવાય લીમડાની પેસ્ટ બનાવીને માથામાં લગાવવાથી પણ ઝૂ ની સમસ્યા દૂર કરી શકાય છે. આમ લીમડાના પાણીથી સ્નાન કર્યા પછી માથા પરથી ઝૂ કાઢવા માટે દાંતિયાનો ઉપયોગ કરી શકો છો.અન્ય ફાયદાઓ : લીમડાના પાણીથી સ્નાન કરતી વખતે જો તે પાણીથી કોગળા કરવામાં આવે તો મૌખિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે. મોઢામાં આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. તે પેઢાને મજબુત બનાવે છે. તેમાં જીવાણું રોધી અને રોગાણુ રોધક ગુણ મળે છે જે મોઢાના બેક્ટેરિયાને મારે છે. તેમજ તે પેઢાના સોજાને પણ ઓછો કરે છે.
લીમડાની અંદર એન્ટી ફંગલ ગુણ રહેલા છે, આથી લીમડાના પાણીથી સ્નાન કરવાથી ત્વચાના સંક્રમણથી છુટકારો મેળવી શકાય છે.લીમડાના પાણીથી સ્નાન કરવા માટે ધ્યાનમાં રાખો આ બાબતો : 1 ) જે લોકોને આંખની અન્ય સમસ્યાઓ છે તેમણે લીમડાના પાણીથી આંખ ધોવાથી થોડી જલન મહેસુસ થાય છે.
2 ) નવજાત શિશુ અથવા નાના બાળકને લીમડાના પાણીથી સ્નાન કરાવતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
3 ) જે લોકોને લીમડાથી એલર્જી છે તેમણે આ પાણીથી સ્નાન ન કરવું જોઈએ. નહિ તો તેની એલર્જી વધી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી