બદામ ખાવી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બદામનું સેવન કરવું લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારેય લીલી બદામનું સેવન કર્યું છે. શું તમે જાણો છો કે, લીલી બદામ શું છે ? અને જો તમને લીલી બદામ વિશે ખબર નથી, તો અમે આજે આ આર્ટીકલના માધ્યમથી તમને લીલી બદામના ફાયદાઓ વિશે જણાવીશું.
લીલી બદામએ સૂકી બદામના આકાર જેવી જ હોય છે, પરંતુ લીલી બદામ સૂકી બદામ કરતા વધારે ગુણકારી હોય છે. આ બદામનું સેવન સૂકી બદામ કરતાં વધારે ફાયદાકારક માનવામાં આવે છે. લીલી બદામમાં ફ્લેવેનોઇડ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિનની માત્રા વધારે હોય છે, જે તમારી માંસપેશીઓ, પેટ અને હૃદયમાં થવા વાળી સમસ્યાને ઓછી કરે છે.એટલું જ નહીં તેમાં વિટામિન, મિનરલ અને પ્રોટીન હોય છે, જે તમારા સ્વાસ્થ્યને ફિટ રાખવામા મદદ કરે છે. લીલી બદામ કાચી બદામનું જ રૂપ છે. જો કે, આ બદામ વિશે ખુબ જ ઓછા લોકોને ખબર હશે અને આ જ કારણે લીલી બદામનું સેવન ખુબ જ ઓછું થાય છે. પરંતુ ફાયદાઓમાં લીલી બદામ ખુબ જ ફાયદાકારક છે.
સૂકી બદામ તમારા મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી તમારો મગજ ખુબ જ તેજ થાય છે. પરંતુ લીલી બદામ તમારા ન્યૂરોલોજિકલ વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે. આ બદામની અંદર ફાઈબરની સાથે જ પાણીની માત્રા પણ હોય છે, જે શરીરને ડિહાઈડ્રેશની સમસ્યાને ન થવા દે. આ માટે જ લીલી બદામને ઉનાળાની ઋતુમાં સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ લીલી બદામ ખાવાના ફાયદા વિશે.હાડકાં :
લીલી બદામમાં કેલ્શિયમની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, જે હાડકાંના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. લીલી બદામમાં મળતા ગુણધર્મો તમારા શરીરમાં થતાં હાડકાંના વિકારોને ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી હાડકાં તો મજબૂત થાય જ છે, પરંતુ સાથે જ હાડકાં સંબંધી સમસ્યા જેવી કે, સ્પોડીલાઈટીસ, સ્લિપ ડિસ્ક અને ઓસ્ટિયોપોરોસિસ જેવા જોખમ પણ કેટલીક હદ સુધી ઓછા થઈ જાય છે. ખાસ કરીને બાળકોને આનું સેવન પહેલેથી જ કરાવવું જોઈએ, જેનાથી તેના હાડકાં મજબૂત રહે. લીલી બદામમાં વિટામિન-ડી ની માત્રા હોય છે.
લોહી સાફ કરવા માટે :
લીલી બદામમાં એન્ટીઓક્સીડેન્ટ માત્રા હોય છે, જે તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નિકાલ કરે છે અને લોહીના સંચારને સરળ બનાવે છે. તેનું સેવન કરવાથી લોહી હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રહે છે. તેમાં આયરનની માત્રા પણ હોય છે, જે લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જો શરીરમાં ખરાબ લોહી રહે છે, તો કેટલીક બીમારીનું કારણ બને છે. પરંતુ લીલી બદામમાં રહેલા પોષક તત્વો શરીરમાં રહેલા ખરાબ ઝેરી પદાર્થોને લોહીમાં ભળીને તેનો નાશ કરે છે.હૃદય માટે :
લીલી બાદમમાં ફ્લેવેનોઈડ અને બાયો ફ્લેવેનોઈડની માત્રા હોય છે, જે તમારા હૃદયની રુધિરવાહિનીઓને નુકશાનથી બચાવે છે અને હૃદયમાં લોહીને સરળતાથી ફેરવે છે. તેથી જ તેનું નિયમિત રૂપથી સેવન કરવાથી તમે વોલવ્યૂલર હાર્ટ ડિસીઝ, કોરોનરી આર્ટરી ડિસીઝ અને તેની સાથે કાર્ડિયોવેસ્કુલર ડિસીઝથી પણ તમને બચાવીને રાખે છે. તેનું જો રોજ સેવન કરવામાં આવે તો તમારું હૃદય પણ સ્વસ્થ જ રહે છે. ફ્લેવોનોઈડ્સનું પ્રમાણ તમારા શરીરમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કાર્યક્ષમતામાં વધારો કરે છે.
રોગપ્રતિકારક ક્ષમતા :
રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે અને તેને સમ રાખવા માટે લીલી બદામનું સેવન કરવું જરૂરી છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. એટલું જ નહીં પરંતુ લીલી બદામનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધી સમસ્યામાં પણ રાહત મળે છે.યાદશક્તિ :
સૂકી બદામ તમારા મગજને તેજ કરે છે. તેવી જ રીતે લીલી બદામ તમારી યાદશક્તિમાં વધારો કરે છે. લીલી બદામ અલ્જાઇમર અને ડિમેન્શિયાના દર્દીઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે. લીલી બદામ ન્યુરોટ્રાન્સમીટરનું કામ કરે છે. આ બદામમાં મળવા વાળા તત્વો તમારા ન્યૂરોલોજિકલ વિકાસ માટે મુખ્ય ભૂમિકા દે છે. સાથે જ તમારા મગજની કાર્યક્ષમતાને પણ વધારે છે. જેથી તમારો મગજ ખુબ જ સરસ રૂપથી કામ કરે છે.
PH ના સ્તર સંતુલન :
શરીરમાં પીએચના સ્તરને સંતુલનમાં રાખવા માટે લીલી બદામનું સેવન કરવું એ ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં ક્ષારીયતા રહે છે. કેટલીક વાર આપણી સિસ્ટમ, એસિડીક થઈ જાય છે, જેના કારણે શરીરમાં PH નું સ્તર સામાન્યથી પરિવર્તિત થઈ જાય છે. આવા સમયે લીલી બદામનું સેવન એ તમને ફાયદો પહોંચાડી શકે છે.ત્વચા માટે :
ત્વચાને મુલાયમ અને સુંદર બનાવવા માટે લીલી બદામનું સેવન એ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં વિટામિન-ઇ ની માત્રાની સાથે જ એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ તમને ફ્રી-રેડિકલ્સથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. તેમાં ડિટોકસીફાઇન્ડ ગુણ હોય છે, જે ત્વચામાં રહેલા ઝેરી પદાર્થોને બહાર નિકાલ કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી ત્વચા પર ડાગ, ખીલ, ડાર્ક સર્કલ, જેવી સમસ્યા પણ દૂર થઈ જાય છે. સાથે જ ત્વચામાં ભેજ પણ અકબંધ રહે છે. તેનું દરરોજ સેવન કરવાથી ત્વચાને વિટામિન-ઇ પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે તમારી ત્વચામાં સુંદરતાનો વધારો કરે છે.
વાળનો વિકાસ :
જો તમે તમારા રફ વાળથી સમસ્યાથી પરેશાન છો, તો લીલી બદામ તમને મદદ કરી શકે છે. તેમાં વિટામિન, મિનરલ્સની સાથે અન્ય ખનીજો પણ મળી આવે છે, જે તમારા સ્કેલ્પને પોષકતા પ્રદાન કરે છે. લાંબા અને સુંદર વાળ માટે તેમાં ઝીંક પણ હાજર હોય છે, જે વાળના વિકાસ માટે યોગ્ય માનવામાં આવે છે. આમ તમે વાળની સુંદરતા વધારવા માટે લીલી બદામનું સેવન ખુબ જ લાભકારી માનવામાં આવે છે.લીલી બદામ ખાવાથી તમને કેટલાક ફાયદા અને કેટલીક સમસ્યા ઓછી થઈ જવાની સંભાવના રહે છે. લીલી બદામથી થતાં દરેક ફાયદાઓ આ લેખના માધ્યમ દ્વારા તમને મળી શકે છે. જો તમને કોઈ ગંભીર સમસ્યા છે અથવા તો તમે કોઈ ડાયટને ફોલો કરી રહ્યા છો, તો લીલી બદામનું સેવન કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી