મિત્રો હવે ઉનાળો શરુ થઈ ગયો છે આથી સ્વાભાવિક છે કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ પીણું પીતા હોય છે. કોઈ આઈસ્ક્રીમ, તો કોઈ બરફના ગોળા, તો પ્યાલી, તો કોઈ જ્યુસ, કોલ્ડ્રીંક પીવે છે. પણ જે ગરમી થી રાહત મળવી જોઈએ તે નથી મળતી. ઘણા લોકોને ગરમીથી છુટકારો મેળવવા માટે લીંબુ પાણી પીવાની આદત હોય છે. પણ આ લીંબુ પાણી વધુ પીવું એ પણ હાનીકારક છે. આથી તેને પીવામાં સાવધાની રાખવી જરૂરી છે. જો તમે પણ લીંબુ પાણી પીતા હો તો એક વખત આ લેખ જરૂર વાચી જુઓ.
ઉનાળામાં દરેક લોકો શરીરને ઠંડક કેમ મળે તે માટે પ્રયત્ન કરતાં હોય છે. તો લીંબુ એ શરીરને ઠંડક આપે છે. પરંતુ સાઇટ્રિક એસિડ લીંબુમાં જોવા મળે છે. તેથી તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ ન કરવો જોઇએ. લીંબુના ફાયદા પણ છે અને તેના ગેરફાયદા પણ છે. તો ચાલો તેના ગેરફાયદા વિષે જાણીએ.
લીંબુ પાણી ગરમીથી બચવા માટેનો એક સહેલો રસ્તો છે. તે ઉનાળાના તાપમાં ઠંડુ અને એનર્જી પ્રદાન કરવાનું કામ કરે છે અને પાચનને સારું રાખવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું લીંબુનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન પણ થવા લાગે છે.
આ સમયે, ઉનાળામાં વધુ લીંબુનું સેવન કરતા પહેલા, તમારે તેના ગેરફાયદા વિશે પણ જાણવું જોઈએ. ઉપરાંત જાણો કે એક દિવસમાં કેટલા ગ્લાસ પીવા જોઈએ?
દાંતમાં નુકસાન થઈ શકે છે: દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં લીંબુનું સેવન કરવાથી તમારા દાંતમાં નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સાઇટ્રિક એસિડ લીંબુમાં જોવા મળે છે. આથી તેનું વધુ પડતુ સેવન કરવાથી દાંતના ઉપરના સ્તરને નુકસાન થાય છે. 2015 માં, અમેરિકન ડેન્ટલ એસોસિએશન દ્વારા એક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સ્ટ્રો સાથે લીંબુનું પાણી પીવાની ભલામણ કરવામાં આવી હતી. નિષ્ણાંતોએ કહ્યું કે આ રીતે પીવાથી દાંતનો સીધો સંપર્ક થતો નથી.
મો માં છાલા પડી શકે છે: અભ્યાસ દરમિયાન મળેલા નિષ્ણાતોમાં જાણવા મળ્યું છે કે લીંબુમાં રહેતું સાઇટ્રિક એસિડ મોંના અંદરના પડને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તે વારંવાર ફોલ્લાઓ પણ પેદા કરી શકે છે. અને તેનું મોટા પ્રમાણમાં સેવન કરવાથી પેઢાને નુકસાન પણ થઇ શકે છે.
ઉબકા આવી શકે છે: વધારે પ્રમાણમાં લીંબુનું સેવન કરવાને કારણે તમને ઉબકા પણ આવી શકે છે. લીંબુમાં વિટામિન સી જોવા મળે છે. પેટમાં આ વિટામિનની માત્રા વધારે હોવાને કારણે એસિડ્સનો સ્ત્રાવ પણ વધે છે, જેના કારણે લોકોને ઉબકાની ફરિયાદ થઇ શકે છે.
કેટલા પ્રમાણમાં લીંબુનું પાણી યોગ્ય છે? નિષ્ણાતોના મતે, એક દિવસમાં બે કરતા વધારે લીંબુનું સેવન ન કરવું જોઈએ. લીંબુનું પાણી પીધા પછી સાફ પાણીથી કોગળા કરો જેથી તેનાથી દાંતમાં વધારે શોષણ ન થાય.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી