મિત્રો હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ઘણી મીઠી વસ્તુઓ પર, ફળો પર માખી બેઠેલી જોઈ શકાય છે. જો કે માખીનું ઝીણું ઝીણું ગણગણવું આપણને ખુબ જ હેરાન કરે છે. આથી સામાન્ય રીતે આપણે માખીને પસંદ નથી કરતા. પણ આ માખીઓની એક ખાસિયત હોય છે કે, તે જ્યારે પણ કોઈ એક જગ્યાએ બેઠી હોય ત્યારે પોતાના બંને પગ મસળતી હોય છે. આવું શા માટે બને છે. ચાલો તો તેના કારણ વિશે વધુ જાણી લઈએ.
માખીઓ તેમના છેલ્લા બંને પગને એક સાથે ઘસતી હોય છે. માખીના 6 પગ હોય છે. ક્યારેક આપણાં મગજમાં એક સવાલ થાય કે આ માખી બેઠી-બેઠી પોતાના હાથ કેમ ઘસતી હશે ? તો તેનો જવાબ એ છે કે, તે પોતાની સાફ-સફાઈ કરી રહી હોય છે. તો ચાલો તેના વિશેનું રહસ્ય શું છે એ જાણીએ.માખી લગભગ દરેક જગ્યાએ દેખાય છે. તે સ્થળે સ્થળે ફરતી રહે છે. કેટલીક વાર તે આ સ્થાન પરથી બીજા સ્થાન પર બેસે છે. આ માખીની છબીને લઈને આપણા મગજમાં એક વિચાર આવે છે કે, તે એક ખુબ જ ગંદી છે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે માખીઓ એ ખુબ જ સ્વચ્છ જીવ હોય છે.
તમારામાંથી ઘણાએ નોંધ્યું હશે કે જ્યારે માખી ખાલી બેસે છે, ત્યારે તે તેના બંને હાથ ઘસશે. તેની તરફ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ ભયજનક વિલન કોઈ શેતાની કાર્નિવલની યોજના બનાવી રહી છે. જો કે, સત્ય અલગ છે. આમ તો તમે માખીને આમ કરતી જોઈને તમારા મનમાં આ વાત તો આવી જ હશે કે આ માખી કેમ હાથ ઘસે છે ? આજે આપણે એના રહસ્યનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ.માખીઓના 6 પગ હોય છે. માખીઓ તેમના છેલ્લા બંને પગને એક સાથે ઘસતી હોય છે. તે પોતાની જાતને સાફ-સફાઈ કરવાના હેતુથી આ કરે છે. તે ખરેખર તેના સુગંધિત રિસેપ્ટર્સ (Smell Receptors) સાફ કરી રહી છે. સુગંધિત રિસેપ્ટર્સ એ ફ્લાય્સ(માખી)ના શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેના દ્વારા જ તે ઉડે છે, ખોરાક મેળવે છે, મેટ્સને તે શોધી કાઢે છે. એક રીતે એવું કહી શકાય કે માખીનું વધુ પડતું કામ આ સુગંધિત રિસેપ્ટર્સ પર જ આધારિત છે. તેથી તે તેમની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખે છે.
ફ્લાય(માખી) તેના બંને પગને એક સાથે ઘસતી નથી, પરંતુ તે તેના પગને માથા અને પાંખો પર લંબાવતી હોય છે. એક રીતે, તે તેની સ્વચ્છતા માટે ખુબ સખત કામ કરે છે. ફ્લાય(માખી)ની આ ગુણવત્તાને જોઈને યુનિવર્સિટી ઓફ રિઝોના(University of Arizona) એ પણ કહ્યું છે કે, લોકોને માખીના મોડેલ દ્વારા સ્વચ્છતા(Hygiene) શીખવી જોઈએ.તે માખી પરની કેટલીક સ્ટડીઝમાં પણ જોવા મળ્યું છે કે, કેટલીક ફ્લાય(માખી) પોતાની જાતને દિવસના કોઈ ચોક્કસ સમયે જ પોતાને સાફ કરે છે. આ સંશોધન 2007 માં ફ્રૂટ ફ્લાય્સ(Fruit Flies)પરના જર્મન સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં તેમને જાણવા મળ્યું કે, સવાર અને સાંજના કલાકો દરમિયાન માખી પોતાને વધુ સાફ કરે છે.
માખી વિશે બીજી એક રસપ્રદ વાત છે. બધી જ માખી તમને જોવામાં એક સરખી જ લાગતી હશે. પરંતુ તે એવું નથી. તેમાં ઘણી પ્રજાતિઓ પણ હોય છે. જો તમે તેમને કાળજીપૂર્વક જોશો, તો તમે તેમનામાં ઘણો તફાવત જોવા મળશે. આમ માખી વિશેની આ બાબત જો તમે ન જોઈ હોય તો હવે પછી માખી જ્યારે આ કામ કરતી હોય ત્યારે તેનું નિરીક્ષણ કરજો. તેનાથી તમને માખી વિશે ઘણું જાણવા મળશે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી