મિત્રો તમે જોયું હશે કે ઘણી વખત ઘણા લોકોને જમ્યા પછી તરત જ પ્રેશર આવે છે અને તેઓને તાત્કાલિક ટોયલેટમાં જવું પડે છે. જો કે આવું કોઈક વાર થાય તો ઠીક છે પણ દરરોજ આવું બને તો તમે કોઈ બીમારીની ચપેટમાં આવી શકો છો. આથી પોતાના પેટને તંદુરસ્ત રાખવા માટે થોડી સાવચેતી રાખવી ખુબ જરૂરી છે.
કેટલાક લોકોની સમસ્યા હોય છે કે તે કઈ ખાય છે તો પેટમાં પ્રેશર થવા લાગે છે. એની લીધે કેટલાક લોકો દિવસમાં ત્રણથી ચાર વખત ટોયલેટની પાછળ લાગેલા હોય છે. જો આવું ક્યારેક જ થાય છે તો આ કોઈ સમસ્યા નથી. પરંતુ આ જો રોજની સમસ્યા છે તો તમારે સાવધાન થઈ જવું જોઇએ. જમ્યા પછી તરત જ ટોયલેટ જવું એ વાતનો સંકેત છે કે તમારું પાચનતંત્ર અને લીવર ખરાબ છે. અને આ સમસ્યાને ગેસ્ટ્રોકોલિક રિફલક્સ કહે છે.
આ કારણે થાય છે આ સમસ્યા: જમ્યા પછી તરત જ ટોયલેટ જવાની સમસ્યાને ગેસ્ટ્રોકોલિક રિફલક્સ કહે છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માગો છો તો તમારા ખાવા-પીવાની ટેવમાં થોડું પરીવર્તન લાવવાની જરૂરત છે. જોવામાં આવે છે કે આ સમસ્યા એવા લોકોને વધારે આવે છે જે શરૂવાતથી લાંબા સમય સુધી શૌચને રોકી રાખે છે.
બરાબર કરો તમારો ખોરાક : કોઈક વખત ખવાપીવાની ગડબડીને કારણે પણ આ સમસ્યા આવી છે. વારંવાર શોચ જવાની સમસ્યાથી બચવા માટે તમારે એવા ખોરાક લેવા જોઇએ જે શરીરના વધારે પ્રમાણમા પાણીને બનાવી રાખે અને ગૈસની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી હોય. એની માટે તમારા ખોરાકમાં દહી, કાચું સલાડ, આદું, અનાનસ, જમરૂક ,વગેરેનો સમાવેશ કરવો જોઇએ. એના સિવાય કેળાં, કેરી, ટમાટર, નટ્સ અને શતાવરી વગેરે ભોજનમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ ભોજન પણ ફાયદાકારક છે.
ઘરેલુ ઉપાય
- મીઠી કેરીનો 50 ગ્રામ રસમાં મીઠું દહી 10-20 ગ્રામ અને આદુના રસની 1 ચમચી ભરીને આખા દિવસમાં બે વખત થોડા દિવસ રોગીને આપવું. જેનાથી ફાયદો થશે.
- આમલીની છાલનો પાઉડર 1 થી 6 ગ્રામ સુધી 20 ગ્રામ તાજા દહીમાં મિક્ષ કરીને દિવસમાં 3 વખત ચાટવાથી બાળકોને આ સમસ્યાથી છૂટકારો મળે છે.
- ઇસબગોલ 4 ગ્રામને 40 ગ્રામ પાણીમાં પલાળી દેવું. ઠંડુ થઈ જતાં એમાં 10 ગ્રામ નારંગી અથવા દાડમનું શરબત મિક્ષ કરીને પીવાથી થોડા દિવસમાં આ સમસ્યા દૂર થઈ જાય છે.
- પિપ્પલી, ભાંગ અને સોઠના સરખા ભાગમાં ચૂર્ણને મધ સાથે સેવન કરવાથી ભયંકર બીમારીમાં પણ લાભ મળે છે.
- વેલના કાચા ફળને આગમાં શેકીને ગુદાને કાઢીને 10 ગ્રામ ગુદામાં થોડી ખાંડ મિક્ષ કરી સેવન કરવાથી રાહત મળે છે.
- ત્રણ ગ્રામ કેરીનાં ફૂલનું ચૂર્ણને વાટીને વાસી પાણી સાથે સેવન કરવાથી લાભ થાય છે.
- ભાંગ 2 ગ્રામ શેકીને 3 ગ્રામ મધમાં મિક્ષ કરીને ચાટવાથી આરામ મળે છે.
આ ઉપાયને અપનાવો
- જમવાનું સારી રીતે ચાવીને ખાવ.
- ફાઈબર વાળા ભોજનનું કરો સેવન.
- 3-4 વખત થોડું–થોડું ભોજન કરો.
આહારમાં સમાવેશ કરો આ વસ્તુ: આ સમસ્યાથી બચવા માટે ફાઈબર યુક્ત ખાદ્ય પ્રદાર્થો તમારા આહારમાં સમાવેશ કરો. ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થમાં સફરજન, મટર, બ્રોકોલી, આખા અનાજ, સેમ, અને દાળનો સમાવેશ કરો. એની સિવાય કેળાં, કેરી, પાલક, ટમાટર, નટ્સ અને શતાવરી વગેરે આહારમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, એટલે આ આહાર પણ ફાયદાકારક છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી