વગર ખર્ચે ઘરે બેઠા ફેફસાની કાર્યશક્તિ વધારી, ફેફસાની સફાઇ કરવાનો 100% કારગર ઉપચાર..

પર્યાવરણમાં વાયુ પ્રદુષણના લેવલમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે સાથે સાથે આ મહામારી ના હિસાબે જોઈએ તો ફેફસાંની બીમારીમાં પણ વધારો થઇ રહ્યો છે. બદલતા પરિવેશમાં ઘણા લોકો ફેફસાંની બીમારીથી પરેશાન થવા લાગ્યા છે.

વાયુ પ્રદુષણના કારણે ફેફસાંની બીમારી એટલી નથી થતી જેટલી ધૂમ્રપાનના કારણે થાય છે. જ્યારે માણસ વારંવાર સિગારેટ પીવે છે તો તે ઝેરી ગેસ ફેફસાંમાં જાય છે અને તરત જ બ્લડ સર્ક્યુલેશનમાં જવા લાગે છે, ત્યાંથી આખા શરીરના બધા જ અંગોમાં ફેલાય જાય છે. તમાકુમાં નિકોટીન સિવાય અન્ય ઘણા ખતરનાક રસાયણ પણ મળી આવે છે. જે શરીરને ખુબ જ કમજોર કરવાનું કામ કરે છે.  ધુમ્રપાનના કારણે ફેફસાંમાં ખુબ જ કમજોરી આવી જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ધુમ્રપાન છોડે તો પણ તેણે ફેફસાંને સાફ કરવા આવશ્યક બની જાય છે. ફેફસાંને ધુમ્રપાન છોડ્યા બાદ પણ બ્રોર્બ્ર સાફ કરવા જરૂર છે. પરંતુ ત્યારે આપણને એવો સવાલા થાય કે, કેવી રીતે ફેફસાંને સાફ કરવા ? તો આજે આ લેખમાં અમે તમને તેના નેચરલ ઉપાય જણાવશું, જે તમારા ફેફસાંને સાફ તો કરશે જ, પરંતુ તેની સાથે સાથે ફેફસાંને પણ મજબુર બનાવશે. તો ચાલો જાણીએ તે ઘરેલું ઉપાય.

હળદર : ભારતમાં હળદરના ઔષધીય ગુણોનો પ્રયોગ પુરાતનકાળથી કરવામાં આવે છે. હળદર ભોજનમાં સ્વાદ અને રંગ લાવે છે, તો તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓને દુર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હળદરને આપણે ગોલ્ડન સ્પાઈસના રૂપે પણ ઓળખીએ છીએ. હળદરમાં રહેલ એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ આપણા ફેફસાંને ફાસ કરવામાં મદદ કરે છે. જો હળદરને સવારે અડધી ચમચી ગરમ પાણી સાથે લેવામાં આવે તો ઘણી રાહત થાય છે.

ગાજરનો રસ : સવારનો નાસ્તો અને બપોરના ભોજન બાદ ગાજરના રસનું સેવન ઓછામાં ઓછું 300 મિલીલીટર કરવું જોઈએ. તેનાથી ફેફસાંની સફાઈ થઇ જાય છે. તમને જણાવી દઈએ કે ગાજરના રસમાં બીટાકેરોટીનનો ખુબ જ સારો સ્ત્રોત હોય છે. એક પ્રકારનું વિટામીન A, જે સૌથી શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માંથી એક હોય છે. વિટામીન A આંખની સેહ્દની પણ રક્ષા કરવામાં મદદ કરે છે. જે આંખની રોશની વધારે છે.  ગ્રીન ટી : ગ્રીન ટીમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કાર્ડિયોવેસ્કુલર સ્વાસ્થ્યને વધારવા માટે, વિભિન્ન કેન્સરથી બચાવવા અને આપણા ફેફસાંમાંથી તરલ પદાર્થ હટાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.  ગ્રીન ટીમાં રહેલ જડીબુટ્ટી આપણા ફેફસાંની લાઈનીંગથી બલગમને ઢીલું કરવામાં મદદ કરે છે અને પ્રકૃતિમાં એન્ટીમાઈક્રોબાયલ હોય છે.

લસણ : લસણમાં એલિસિન નામનું એક યૌગિક હોય છે, જે એક શક્તિશાળી એન્ટીબાયોટિક એજન્ટના રૂપે કામ કરે છે. આપણા ફેફસાંમાં છુપાયેલ શ્વસન સંક્રમણથી લડવામાં મદદ કરે છે. લસણ સોજાને ઓછા કરવા માટે, અસ્થમામાં સુધારો અને ફેફસાંમાં કેન્સરના ખરતાને ઓછા કરવામાં મદદ કરે છે.

એન્ટીઓક્સીડેન્ટ લેવું જોઈએ : રાત્રે સુતા પહેલા ફેફસાંમાં સંક્રમણના કારણે બેક્ટેરિયાથી લડવા માટે અનાનસ અથવા ક્રેનબેરીના રસનું 400 મિલીલીટર સેવન કરો. પેય પદાર્થોમાં એન્ટીઓક્સીડેન્ટ તમારા શ્વસન તંત્ર માટે ખુબ જ ઉપયોગી હોય છે. કેમ કે તે તમારા ફેફસાંને શુદ્ધ કરી શકે છે.

આદુ : આદુમાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શ્વસન નળીમાંથી વિષાક્ત પદાર્થોથે હટાવવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન અને જિંક સહોત ઘણા વિટામીન અને ખનીજ શામિલ છે. આદુમાં અમુક તત્વ ફેફસાંના કેન્સરની કોશિકાઓને મારવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. આદુનું સેવન તમે કોઈ પણ રીતે કરી શકો છો, કોઈ પણ વ્યંજનમાં તમે આદુ નાખીને તેનું સેવન કરી શકો છો. ચા સાથે પણ આદુનું સેવન કરી શકો છો.  ફુદીનાનું સેવન : ફુદીનો આપણા શ્વાસની ક્રિયાને સારી બનાવવાનું કામ કરે છે, સાથે જ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ અન્ય લાભ આપે છે. ફુદીનાનું સેવન આપણા પેટ, છાતી અને મસ્તક માટે ખુબ જ સારું રહે છે. ફેફસાંમાં સંક્રમણના કારણે બેક્ટેરિયાથી લડવા માટે નિયમિત રૂપે 3 થી 5 ફુદીનાના પાંદ ચાવી લેવા જોઈએ.

નિયમિત કરવા જોઈએ યોગ : જો તમારા ફેફસાંની સફાઈ કરવી હોય તો તમારે નિયમિત રૂપે યોગ કરવો જોઈએ. તેના માટે અડધો કલાક ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરવો જોઈએ. યોગ ફેફસાંની અશુદ્ધિને દુર કરવામાં મદદ કરે છે. યોગ આપણી છાતીની માંસ પેશીયોને પણ મજબુત બનાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment