જો લોકોનું મનોબળ મજબૂત હોય, તે લોકો કોઈ પણ કાર્ય કરવા માટે ક્યારેય થાકતા નથી. એવા લોકોની ઈચ્છા શક્તિ જ એટલી ઉંચી હોય છે કે તેઓ કોઈ પણ મુશ્કેલીનો સહેલાઇથી સામનો કરી શકે છે. જ્યારે આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવશું. જેમાં એક 94 વર્ષીય મહિલાએ પોતાનું મજબૂત મનોબળ બતાવ્યું હતું. તો ચાલો તેના વિશે જાણીએ વિસ્તારથી.
આ અંગે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર મહિન્દ્રા કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન આનંદ મહિન્દ્રા ખુબ જ સક્રિય રહે છે. આનંદ મહિન્દ્રા ઘણી વાર સોશિયલ મીડિયા પર તેની વાર્તાઓ અને ઘટના વિશે વાત કરીને બધાને પ્રેરિત કરતાં રહે છે. આનંદ મહિન્દ્રાએ ફરી એક વાર 94 વર્ષની વૃદ્ધ મહિલાનો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે અને તેને આ વર્ષનો ઉદ્યમી કાર્ય ગણાવ્યું છે. ઉંમરના આ તબક્કે આવ્યા પછી પણ, આ મહિલાએ 94 વર્ષમાં વ્યવસાય શરૂ કર્યો તે અભિનંદનને પાત્ર છે.આ વિડીયો વિશે એવું જાણવા મળ્યું છે કે, ટ્વિટર પર ડોક્ટર મધુ ટેકચંદાની નામના યુઝરે 94 વર્ષીય મહિલાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણે આનંદ મહિન્દ્રાને ટેગ કર્યા છે. આ મહિલાનું નામ હરભજન કૌર છે અને તે ચંદીગઢમાં રહે છે. હરભજન કૌર બેસનની બર્ફી બનાવીને તેના ઘરેથી વ્યાપાર કરે છે. હરભજન કૌરે તેની પુત્રીને કહ્યું કે, તે પૈસા કમાવવા માંગે છે અને તેણે 4 વર્ષ પહેલા આ ધંધો શરૂ કર્યો હતો. આ વિડીયોને ટ્વિટર પર શેર કરતા ડો.મધુએ લખ્યું, આ એક વાર્તા છે, જે તમને આશા અને પ્રેરણા આપશે.
When you hear the word ‘start-up’ it brings to mind images of millennials in Silicon Valley or Bengaluru trying to build billion dollar ‘unicorns.’ From now on let’s also include a 94 yr old woman who doesn’t think it’s too late to do a start-up. She’s my entrepreneur of the year https://t.co/N75BxK18z4
— anand mahindra (@anandmahindra) January 7, 2020
ડોક્ટર મધુ ટેકચંદાનીના ટ્વિટનો જવાબ આપતા આનંદ મહિન્દ્રાએ એવું લખ્યું છે કે, “જ્યારે તમે સ્ટાર્ટ-અપ શબ્દ સાંભળો છો, ત્યારે તે સિલિકોન વેલી અથવા બેંગાલુરુના લોકોની યાદ અપાવે છે. જેઓ પોતાનું કાર્ય આગળ ધપાવવાની કોશિશ કરી રહ્યા છે.” હવેથી, એક 94-વર્ષીય સ્ત્રીનો સમાવેશ કરો, જેને એવું લાગતું નથી કે હવે કંઈક નવું શરૂ કરવામાં મોડું થઈ ગયું. આ સિવાય આનંદ મહિન્દ્રાએ વધુમાં કહ્યું કે મારા માટે આ વર્ષનો ઉદ્યોગ સાહસિક પણ બની ગયો છે.