ફળોનું સેવન આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. ફળને ધરતી પરની સૌથી સ્વાસ્થ્યમંદ અને શક્તિશાળી વસ્તુઓમાં ગણતરી કરવામાં આવી છે. ફળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી દરેક પ્રકારના વિટામીન અને મિનરલ ઉપલબ્ધ હોય છે. ફાઇબરથી લઈને ફ્લેવોનોઈડ્સ જેવા દરેક પ્રકારના એંટી ઓક્સીડેંટનો ભંડાર છે. ફળ ખાવાથી તમને હૃદયરોગ, કેન્સર, સોજો અને ડાયાબિટીસ જેવી અનેક સામાન્ય અને ગંભીર બિમારીઓથી બચવા તથા ઈલાજમાં મદદ મળે છે. બીમારીઓથી લડવા માટે ખાસ કરીને ખાટા ફળો અને બેરી સૌથી પાવરફુલ માનવામાં આવે છે.
સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને ફળ ખાવાનો યોગ્ય સમય અને કેવી રીતે ખાવા જોઈએ તે વિશે જાણકારી નથી હોતી. કોઈપણ વસ્તુને ખાવા-પીવાના નિયમ હોય છે. એવું જણાવવામાં આવે છે કે ફળોમાંથી સંપૂર્ણ પોષણ મેળવવા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે કોઇ પણ ફળને કઈ વસ્તુઓ સાથે ખાઈ રહ્યા છો. ઉદાહરણ તરીકે ભોજન કે પાણી સાથે ક્યારેય ફળ ન ખાવા જોઈએ.તમને જાણીને હેરાની થશે કે દરરોજ ખાવામાં આવતા કેટલાક ખાદ્ય પદાર્થ ફળોની સાથે મેળવીને ખાવાથી કે તાજા ફળોમાં મેળવવાથી વિષેલા તો બની શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. આનાથી તમને એલર્જી, ચકામા કેટલાક કિસ્સામાં તો ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે. ન્યુટ્રીશીયનના જણાવ્યા પ્રમાણે કયા ફળને કઈ વસ્તુ સાથે ન ખવાય તે જાણીશું. સ્વાસ્થ્યની જાળવણી માટે એંટીઓક્સીડેંટ અને વિટામિન જરૂરી છે.
ફળોમાં આની માત્રા વધારે હોય છે પરંતુ કેટલાક ફળો સાથે ખાવાનું કે બીજી કોઈ વસ્તુ સાથે ખાવાનું જોખમકારક બની શકે છે. ખોટું કોમ્બિનેશન વિષાક્ત નું કારણ બની શકે છે અને તમને આનાથી એલર્જી, ચકામા કેટલાક કિસ્સામાં તો ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.1) પપૈયું અને લીંબુ:- પપૈયા ઉપર લીંબુ નીચોવવું જોખમકારક બની શકે છે. તમારા સલાડમાં ક્યારેય પણ આ બંને વસ્તુઓને એકસાથે સામેલ ન કરવી કારણ કે આ કોમ્બિનેશન ઝેરીલું બની શકે છે. એવું માનવામાં આવે છે કે પપૈયા સાથે લીંબુ મેળવવાથી હિમોગ્લોબિન નું સ્તર ઘટી શકે છે અને લોહીનું અસંતુલન થાય છે, જે હાનિકારક બની શકે છે.
2) જામફળ અને કેળા:- શું તમે એવા લોકો માંથી જેમને ફ્રુટ ચાટ પસંદ હોય? સ્વાભાવિક છે કે ફ્રુટ ચાટમાં જામફળ અને કેળા મળવા સામાન્ય છે. પરંતુ શું તમે જાણો છો આ કોમ્બિનેશન હકીકતમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરી શકે છે. આ બંને ફળો ને એક સાથે મેળવીને ખાવાથી ઉબકા, સોજો, માથાનો દુખાવો અને એસિડ રિફલક્સ થઈ શકે છે.3) અનાનસ અને દૂધ:- અનાનસનો સ્વાદ અદભુત હોય છે અને તેની સાથે દૂધ મેળવીને અનેક વાનગી પણ બનાવી શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ કોમ્બિનેશન કેટલાક લોકોમાં ઉબકા, પેટમાં દુખાવો, સોજાનું કારણ બને છે. આવું એટલા માટે છે કારણકે અનાનસમાં બ્રોમેલિન નામનું એક સંયોજન હોય છે જે એક સાથે રીએક્શન કરે છે અને તેના પ્રત્યે સંવેદનશીલ લોકોને અનેક સમસ્યાઓ ઊભી કરે છે.
4) પાણી સાથે તરબૂચ:- શું તમે તરબૂચની સ્મુધી પીવો છો અને તેને અન્ય ફળોની સાથે મેળવીને કે માત્ર એક વાટકી તરબૂચ ખાધા બાદ પાણી પીવો છો? આ મોસમી ફળની સાથે કોઈ પણ ભોજન કે પાણી મેળવીને સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. આમ કરવાથી પોષક તત્વોનું અવશોષણ ઓછું થાય છે, પાચનની પ્રક્રિયા ધીમી થઇ શકે છે, સોજો અને એસિડિટી થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી