આર્થરાઇટિસ એટલે કે ગઠીયો વા સાંધાથી જોડાયેલી બીમારી છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને શરીરમાં સાંધાના દુખાવા અને તેના કારણે સોજો રહે છે. આજકાલ આ બીમારી વધારે જોવા મળે છે કારણ કે અયોગ્ય આહારવિહાર ના કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે અને આ વધેલું સ્તર સાંધામાં દુખાવો બનાવે છે. ગઠીયો વા આમ તો અનેક પ્રકારે થાય છે પરંતુ બે પ્રકારના આર્થરાઈટિસની સમસ્યા વઘારે જોવા મળે છે. અસ્થિવા અને રુમેટોઇડ સંધિવા થી લોકો વધારે પીડિત હોય છે.
આર્થરાઈટિસની સમસ્યા પહેલા 30 વર્ષથી ઉપરના લોકોમાં થતી હતી. પરંતુ હવે આ સમસ્યાઓ યુવાનોમાં પણ થઈ રહી છે. સંધિવાની બીમારી વંશાનુગત રૂપે પણ હોઈ શકે છે, જો પરિવારમાં કોઈને સંધિવા હોય તો તેની ભાવિ પેઢીને પણ થવાની સંભાવના રહે છે. ઋતુમાં જ્યારે પણ બદલાવ આવે ત્યારે સંધિવા વધારે અસરગ્રસ્ત બની જાય છે. ચોમાસાની ઋતુની પધરામણી થઈ રહી છે તેવામાં આ બદલાતા મોસમમાં આપણે આને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ. આયુર્વેદાચાર્યે જણાવેલા સંધિવા ને નિયંત્રિત કરવાના ઘરઘથ્થું અસરકારક ઉપાય વિશે સંપૂર્ણ લેખ વાંચો.1) લસણ:- સંધિવા કે સાંધામાં દુખાવો એક સામાન્ય કારણ યુરિક એસિડ પણ છે. લસણ યુરિક એસિડ ઘટાડવા માટે અસરકારક હોય છે. તેથી સંધિવાના રોગીઓએ લસણનું સેવન કરવું જોઈએ. લસણની ત્રણ-ચાર કળીયો ને દરરોજ સવારમાં ખાલી પેટે સેવન કરવું જોઈએ. ત્યારબાદ તેનો થોડો સ્વાદ સારો બનાવવા માટે તેમાં સિંધવ મીઠું, હીંગ અને જીરું વગેરે મેળવી શકો છો.
2) આદુ:- આદુમાં એન્ટિએકસીડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે તેથી સંધિવાના રોગમાં આદુનું સેવન સંધિવા ના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેની સાથે જ તેનું સેવન યુરીક એસિડને પણ ઓછું કરે છે અને તેનું તેલ સાંધા પર લગાવવાથી રાહત થાય છે.3) એપલ સાઇડર વિનેગર:- સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફરજનના સરકામાં પ્રાપ્ત થતા એસિડિક એસિડ પેક્ટિન અને મૈલિન એસિડ નુકસાનદાયક તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. સફરજનના સરકારને ખાવાના એક કલાક પહેલા સવારે ખાલી પેટે લઈ શકાય છે. એક ચમચી સરકાને એક ગ્લાસ પાણીમાં મેળવીને પીવું જોઇએ, પરંતુ જો આને વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન થઈ શકે છે.
4) અજમો:- અજમામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. આનુ નિયમિત સેવન કરવાથી યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મળે છે. અજમાને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે આ પાણીનું સેવન કરવાથી ગઠીયા વા ના દુખાવામાં રાહત મળે છે.5) હળદર:- હળદર ભારતીય રસોઈ નો એક સામાન્ય મસાલો છે આમાં અનેક રોગોના ઉપચારની શક્તિ હાજર છે. આમાં ઉપલબ્ધ કરક્યુમિન એક પ્રાકૃતિક દર્દ નિવારક છે. સંધિવાના દુખાવાથી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મેળવીને પીવાથી રાહત મળે છે. તેની સાથે જ હળદરનું તેલ પણ ઘણું લાભદાયક છે. આમાં સોજાને આવતો અટકાવવા માટે અને ફૂગને રોકવાનો ગુણ હોય છે.
6) જૈતુનના તેલની માલિશ:- જૈતુનના તેલના અસંખ્ય ફાયદા છે. આ તેલની માલિશથી હાડકા મજબુત થાય છે અને ત્વચાને પણ પોષણ મળે છે. આનાથી સાંધા પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. તેના સિવાય આ તેલમાં વિટામિન એ, વિટામિન કે, ઓમેગા 3 અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે.7) ફાઇબર યુક્ત આહાર:- ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી પણ યુરિક એસિડ નિયંત્રિત રહે છે. એવા ખોરાક ને આપણે આપણા ભોજનમાં સામેલ કરવાનો કે જેમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય. ઓટ્સ, બ્રાઉન રાઇસ, ઓટમીલ જેવા ખોરાક તેના સારા સ્ત્રોત છે. તેની સાથે જ ફાઇબર વાળો આહાર આપણા પાચનતંત્રને પણ સારું રાખે છે અને વજન પણ નિયંત્રિત રહે છે
8) ઓમેગા-૩ ફેટી એસિડ વાળા ફૂડનું સેવન:- કેટલાય પ્રકારના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ઓમેગા-૩ ફેટી એસિડ શરીર માટે અત્યંત ફાયદાકારક છે. હૃદયને સુરક્ષિત રાખવાની સાથે સોજાને દૂર કરવામાં મદદ કરે છે. ઓમેગા-3ની પૂર્તિ માટે આપણે અળસી, અખરોટ, મગફળી અને માછલીનું સેવન કરી શકીએ છીએ.
9) નિયમિત રૂપે વ્યાયામ સંધિવામાં સુરક્ષા કવચ:- આપણે આપણા દૈનિક જીવનમાં ઓછામાં ઓછી 30 મિનિટ વ્યાયામ કરવો જોઈએ. જો આપણે નિયમિત વ્યાયામ કરીએ તો સંધિવાની સમસ્યાથી બચી શકાય છે. અને જો આપણને પહેલેથી જ સંધિવાની કોઈ સમસ્યા હોય તો આપણે આ બીમારીના પીડાદાયક દુખાવાથી રાહત મેળવી શકીએ છીએ. ઉપર્યુક્ત પ્રકારના વ્યાયામ વિશે જાણવા માટે તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી