ઘણા લોકોને ઘણી વખત નીંદર આવવામાં ખુબ જ સમય લાગે છે. જયારે ઘણા લોકોને નીંદર આવી જાય છે. તેમને પથારીમાં પડતા જ નીંદર આવી જાય છે. જો કે તમને કદાચ નીંદર ન આવવાની સમસ્યા કે બીમારી વિષે સાંભળ્યું હશે પણ તમને પથારીમાં સૂતા જ નીંદર આવી જાય એ પણ એક બીમારી હોઈ શકે છે. આથી તેના લક્ષણો પણ ન અવગણના જોઈએ.
આમ ઘણા લોકોને નીંદર આવતા કલાકો વીતી જાય છે, પણ ઘણાને તરત જ નીંદર આવી જાય છે. જો કે જલ્દી સુવું એ સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. પણ હેલ્થ એક્સપર્ટ એવું માને છે કે જલ્દી નીંદર આવવી એ પણ ઘણા અંશે હાનીકારક સાબિત થઇ શકે છે. તે પણ ઘણી બીમારી તરફ ઈશારો કરે છે.
નીંદર આવવામાં આટલો સમય લાગવો જોઈએ : જો તમે જલ્દી સુઈ જાવ છો તો એ સારી વાત પણ છે અને ખરાબ વાત પણ છે. સારી વાત એ છે કે તમે એ લોકો માંથી છો જે ખુબ જ સરળતાથી સૂઈ જાય છે. જયારે ખરાબ વાત એ છે કે તમને નીંદરની સૌથી વધુ જરૂર છે. આથી તમારી આંખ તરત જ બંધ થઇ જાય છે. જયારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મોટાભાગના લોકોને સૂવા માટે લગભગ 5 થી 20 મિનીટની જરૂર હોય છે. જો કે આ દરેકના શરીરની તાસીર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.
એક્સપર્ટ શું કહે છે : અમેરિકામાં થયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો તમને 3 મિનીટમાં જ નીંદર આવે છે તો અને સુઈને ઉઠ્યા પછી તમે પોતાને ફ્રેશ અનુભવો છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. જયારે ઘણી બાબતે તે એ વાતનો પણ સંકેત હોઈ શકે છે કે તમારી નીંદર પૂરી નથી થઇ, આથી તમને પથારીમાં પડતા જ નીંદર આવી જાય છે. આવું ત્યારે થાય છે કે જયારે તમે ખોટા સમયે સુવો છો અથવા તમે જલ્દી ઉઠી જાવ છો.
આ પરેશાનીઓ થઇ શકે છે : ખુબ જ જલ્દી નીંદર આવવી એ સ્લીપ ડીસોર્ડર સાથે પણ સંકળાયેલ છે. જો તમે રાત્રે 6 કલાક કરતા પણ ઓછી નીંદર કરો છો તો એ નક્કી છે કે તમે પુરતી નીંદર નથી કરતા. આથી જ તમારે ક્યારેય પણ અને ગમે ત્યાં તરત જ નીંદર આવી જાય છે. ભોજન અને પાણીની જેમ તમારા શરીરને પણ નીંદરની એટલી જ જરૂર હોય છે.
એક્સપર્ટના કહ્યા અનુસાર જે લોકોની નીંદર પૂરી નથી થઇ શકતી તે લોકોમાં ડાયાબિટીસ, વજન વધારો, હાઈ બ્લડ પ્રેશર, અને ડીપ્રેશનનો ખતરો વધુ રહે છે. આથી જ કોઈ પણ રીતે તમારે 7 થી 8 કલાકની નીંદર જરૂર કરવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી