મિત્રો ભારતમાં લગભગ મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય જ છે. કારણ કે તુલસીએ પવિત્ર છોડ હોવાની સાથે અનેક બીમારીઓને દુર કરનાર ઔષધી પણ માનવામાં આવે છે. આમ તુલસી એ અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ છે. તેમજ આ છોડને પવિત્ર અને શુભ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સવારના સમયે તુલસીના છોડને જળ પાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ માં વધારો થાય છે.
એટલું જ નહિ ધાર્મિક અનુષ્ઠાન તેમજ નાની પૂજાથી લઈને મોટી પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસર તુલસીનો છોડ ઘરમાં હોવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. અહી ધ્યાન આપવાની વાત એ છે તુલસીનો છોડ તો દરેક લોકો વાવી શકે છે, પણ આ માટે તેના થોડા નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. નહી તો સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્ય ઘરમાં આવે છે.
તુલસીનો છોડ વાવવાના આ 15 નિયમો : 1) જગ્યાની યોગ્ય રીતે પસંદગી કરો : ઘરમાં તુલસીનો છોડ વાવવા માટે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા માં સાફ અને સુંદર સ્થાનને પસંદ કરો. આ દિશા પાણીની છે. જેના કારણે તુલસી દરેક નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને સારી અને સકારાત્મક ઉર્જા લાવે છે.
2) યોગ્ય સંભાળ રાખો : તુલસીનો છોડ ઘરમાં વાવ્યા પછી તેની યોગ્ય દેખભાળ કરવી ખુબ જ જરૂરી છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય અથવા કોઈપણ પ્રકારે ક્ષતિગ્રસ્ત થઇ જાય તો પરિવારના સદસ્યો માટે તે દુર્ભાગ્ય લાવે છે.
3) આ દિશામાં તુલસીનો છોડ ન વાવો : ક્યારેય પણ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીનો છોડ ન વાવો. આ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે. આથી આ દિશામાં તુલસીનો છોડ ન વાવો. આનાથી તુલસીને સકારાત્મક ઉર્જા નથી મળતી.
4) જમીનમાં વાવવાથી બચો : એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ જમીનમાં ન વાવો, શુભ ફળ માટે હંમેશા તુલસીનો છોડ કુંડામાં જ વાવો.
5) તુલસીના છોડના ફાયદાઓ : તુલસીના છોડના અનેક ફાયદાઓ છે, આથી તે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં ખુબ જ મહત્વ પૂર્ણ છે, તે કેન્સર, હૃદય રોગ, ત્વચા, ધુમ્રપાન છોડવા વગેરે જેવી બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. તેમજ તુલસી શ્વસન સંબંધી અનેક સમસ્યાઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે.
6) શાંતિપૂર્ણ અને સુખી વિવાહિત જીવન : ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે દરરોજ તુલસીનું પૂજન કરવું જોઈએ. તેને પાણી પાવું, એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી.
7) તુલસીના છોડ પાસે ક્યારેય પણ આ વસ્તુઓ ન રાખો : તુલસીના છોડને સાફ જગ્યાએ રાખવો જોઈએ, તેની આસપાસનું ક્ષેત્ર ખુલ્લું હોવું જોઈએ. કોઈપણ આવરણ અથવા ગંદી વસ્તુઓ જેવી કે પોતું, સાવરણી વગેરે ન રાખો.
8) વિષમ સંખ્યામાં તુલસી વાવો : વાસ્તુ અનુસાર સારા પ્રભાવ માટે તુલસીના છોડ હંમેશા વિષમ સંખ્યામાં વાવો. જેમ કે એક, ત્રણ, અથવા પાંચ છોડ વાવો. જો તમે તુલસીની ખેતી કરવાનું પસંદ કરતા હો તો તુલસીના છોડને કૈક્ટસ જેવા છોડની કોઈપણ ખેતી અથવા તો કાંટાદાર પ્રજાતિ પાસે ન રાખો.
9) ઊંચા સ્થાન : ઘરમાં તુલસી હંમેશા ચબુતરા પાસે રાખો. જે તમારા ઘરના મૂળ આધારથી ઘણું ઊંચું હોય છે. કારણ કે તે વાસ્તુના નિયમ અનુસાર ખુબ જ સારું છે. સાથે તુલસીના છોડ માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ઓછી ઉંચાઈ વાળી જગ્યા પસંદ કરો.
10) નિર્દિષ્ટ દિશામાં : ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાની સરળ રીત એ છે કે તુલસીને નિર્દિષ્ટ દિશામાં વાવો. તે તમારા ઘરમાં શાન્તિ પૂર્ણ તરંગ લાવવામાં મદદ કરે છે, તમને આ શુભ છોડથી વિભિન્ન સ્વાસ્થ્ય લાભ પણ લઇ શકો છો.
11) સારા સ્વાસ્થ્ય માટે : તુલસીના છોડના પાન વિભિન્ન જીવાણું, સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તાવ આવવા પર તેના પાન ચા માં નાખીને પીવાથી લાભ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ કોઈપણ હાનીકારક ઉર્જા તેમજ નકારાત્મક ઉર્જા સામે લડી શકે છે.
12) સ્થાન પર્યાપ્ત : વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ વાવવા માટે સૌથી યોગ્ય સ્થાન એ છે કે તેને પોતાના વિકાસ અને લાંબા જીવન માટે પર્યાપ્ત તડકો અને અન્ય પ્રાકૃતિક તત્વો મળી રહે, તુલસીના છોડની સુંદરતા ઘણા લોકોને આકર્ષિત કરે છે.
13) તોડતી વખતે : તુલસીના પાન તોડતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. ક્યારેય પણ તુલસીના પાનને નખથી ન કાપવા જોઈએ, તેના પાન હળવા હાથે તોડવા જોઈએ.
14) સ્નાન : સ્નાન કર્યા વગર અથવા તો કારણ વગર તેના પાન તોડવાથી બચવું જોઈએ, આ સિવાય સુર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ.
15) રવિવારે તુલસીના પાન : રવિવાર ના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ સાથે જ રવિવારે તુલસીના છોડને પાણી ન પાવું જોઈએ. એવું માનવામાં આવે છે આ દિવસે તુલસીને તોડવાથી પૂજાનું પૂરું ફળ નથી મળતું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી