આજે આપણી જીવનશૈલી ખુબ જ બદલાઈ ગઈ છે. જેમાં લોકો ગમે ત્યારે ગમે તે વસ્તુનું સેવન કરે છે. એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસ એ વારસાગત હોય છે. પણ તમે અમુક કાળજી રાખીને તેને કંટ્રોલ રાખી શકો છો. તમારો ખોરાક જ તમને ડાયાબીટીસ માંથી બચાવે છે. પણ આપણે ઘણી વખત અજાણતા જ અમુક ભૂલ કરી બેસતા હોઈએ છીએ જેને કારણે બ્લડ શુગર લેવલ વધી જાય છે. ચાલો તો આપણે જાણી લઈએ આપણી આવી ભૂલો વિશે.
ડાયાબિટીસની બીમારી ઘણી સામાન્ય થઈ ગયી છે. ડાયાબિટીસ થાય એટલે શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. આ બીમારીને મૂળમાંથી તો મટાડી શકાતી નથી પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે. અમે તમને અમુક એવા કારણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને મૂળમાંથી મટાડી શકાતી નથી. આ બિમારીમાં બોડીમાં ઇન્સુલિન બિલકુલ પણ બની શકતું નથી અથવા તો ખૂબ ઓછી માત્રામાં બને છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલનું સ્તર સરખું જાળવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ એક એવી બીમારી છે જે ખોટી ખાણીપીણી અને ખરાબ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી છે. બ્લડ શુગર લેવલ વધવાના ઘણા કારણો છે પરંતુ અમુક ખાસ વાતો આ સમસ્યા વધારવાનું કામ વધારે કરે છે. ડાયાબિટીસ ત્રણ પ્રકારનું હોય છે- ટાઈપ 1, ટાઈપ 2 અને જેસ્ટેશનલ ડાયાબિટીસ.
ટાઈપ 1 ડાયાબિટીસનું મુખ્ય કારણ:- ટાઈપ 1 ડાયાબિટીસ થાય ત્યારે પૈનક્રિયાઝમાં ઇન્સુલિનનું ઉત્પાદન બિલકુલ પણ થતું નથી. ઇન્સુલિન લોહીમાં બ્લડ શુગર લેવલને રેગ્યુલેટ કરવાનુ કાર્ય કરે છે, તેના વગર શરીરમાં ગ્લુકોઝનું લેવલ ખૂબ વધી જાય છે. જેનાથી રક્તવાહિકાઓને નુકસાન થાય છે અને આખું શરીર ડેમેજ થઈ શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસ ઓટોઇમ્યુન રિએક્શનના કારણે થાય છે. આ રિએક્શન પૈનક્રિયાઝમાં એ કોશિકાઓને નષ્ટ કરે છે જે ઇન્સુલિન બનાવવાનું કાર્ય કરે છે. તેને બીટા કેશિકાઓ કહેવામા આવે છે. આપણી આસપાસ રહેલ વાઇરસ ટાઈપ 1 ડાયાબિટીસનું કારણ બની શકે છે. આ કારણે વધે છે ટાઈપ 2 ડાયાબિટીસ:- આ ડાયાબિટીસનું મુખ્ય કારણ સ્થૂળતા છે. મોટા ભાગના લોકોએ આ સમસ્યાનો સામનો યુવાવસ્થામાં જ કરવો પડે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયેટના કારણે સ્થૂળતા જલ્દી વધવા લાગે છે અને તે કારણે યુવા ટાઈપ 2 ડાયાબિટીસના મોટા ભાગે શિકાર થઈ રહ્યા છે. તે સિવાય આર્ટિફિશિયલ સ્વીટનર્સનું સેવન પણ ટાઈપ 2 ડાયાબિટીસને વધારવાનું કાર્ય કરે છે. તેના કારણે લીવર અને પૈનક્રિયાઝમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધવા લાગે છે. તેનાથી ઇન્સુલિનનો સ્ત્રાવ પણ ખુબ વધી જાય છે.
શા કારણે થાય છે જેસ્ટેશનલ ડાયાબિટીસ:- જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને થાય છે. ઘણી વખત જે મહિલાઓને પહેલેથી ડાયાબિટીસ હોતું નથી તેમણે પણ જેસ્ટેશનલ ડાયાબિટીસનો સામનો કરવો પડે છે. આવું ત્યારે થાય છે જ્યારે પ્રેગ્નેન્સી દરમિયાન લોહીમાં ગ્લુકોઝની માત્રા ખૂબ વધી જાય છે. જો માંના લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે તો તે ગર્ભનાળ દ્વારા બાળકના લોહી સુધી પણ પહોંચી શકે છે. જેના કારણે બાળકનું પણ બ્લડ શુગર લેવલ વધી શકે છે. જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે આવનાર બાળકમાં ઘણા પ્રકારના જન્મજાત વિકાર પણ જોવા મળે છે. માટે જ ડોક્ટર ગર્ભવતી મહિલાઓને બ્લડ શુગર કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. આમ તમે ડાયાબીટીસ ને કંટ્રોલ કરવા માંગતા હો તો તમારે પોતાની જીવનશૈલી બદલવી પડે છે. સાથે ખાવાપીવામાં પણ વિશેષ ધ્યાન આપવું પડે છે. આમ ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીને તમે કંટ્રોલ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી