દેશની જનસંખ્યાને કંટ્રોલ કરવા માટે સરકાર દ્વારા પરિવાર નિયોજન ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમાં નસબંધી કરવામાં આવે છે. નસબંધી કરવા સમયે એવી ગેરેંટી આપવામાં આવે છે કે, કોઈ પણ પ્રોટેક્શન વગર શારીરિક સંબંધ બાંધવામાં આવે તો પણ બાળક નથી થતું. પરંતુ બિહારના મુજફ્ફરપુરમાં એક મહિલા નસબંધી હોવા છતાં પણ ગર્ભવતી થઈ ગઈ. તેવામાં તે મહિલાએ ગ્રાહક મંચમાં કેસ દાખલ કર્યો છે અને તે કેસનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. આ મામલાની સુનવણી 16 માર્ચ રોજ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે પીડિત મહિલા પાંચમી વાર માતા બનવાની છે. તે મહિલા આં સમયમાં માનસિક અને આર્થિક રૂપે તૈયાર નથી. આજ કારણ છે કે, તેણે સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ પર કેસ કરી દીધો છે. આ સાથે જ તેણે વળતર પેઠે 11 લાખ રૂપિયાની માંગ કરી છે. મહિલા મોતીપુરના મહના ગામની નિવાસી છે. ફૂલકુમારી નામની આ મહિલાને પહેલેથી જ ચાર બાળકો છે. તે પાંચમું બાળક નથી ઈચ્છતી. આ જ કારણે તેણે 27 જુલાઈ 2019 ના મોતીપુરPHC માં પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું.જો કે આ ઓપરેશનના દોઢ વર્ષ બાદ તેને ખબર પડી કે, તે ફરી ગર્ભવતી થઈ ગઈ છે. તો તેના હોંશ ઉડી ગયા. ફૂલકુમારીને હવે એ ચિંતા થવા લાગી છે કે, તેના પાંચમાં બાળકનું ભરણપોષણ કેવી રીતે કરશું. જ્યારે તે મહિલાએ ગર્ભવતી હોવાની જાણકારી મોતીપુર PHC માં આપી તેનું અલ્ટ્રા સાઉન્ડ કરવામાં આવ્યું.
પાંચમી વાર કોઈ પણ પ્લાનિંગ વગર ગર્ભવતી થવાના કારણે ફૂલકુમારી ટેન્શનમાં છે. આ જ કારણ છે કે તેણે બાળકના સારા ભરણપોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે 11 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે. ફૂલકુમારીના એડવોકેટ ડો. એસ.કે. ઝા એ મીડિયાને બયાન આપતા કહ્યું છે કે, મહિલાની આ હાલત માટે આરોગ્ય વિભાગના સર્વોચ્ચ અધિકારી પણ જવાબદાર છે. તેનું કહેવું છે કે તે ફૂલકુમારીને ન્યાય અપાવવા માટે દરેક લેવલ પર લડાઈ લડશે.તમને જણાવી દઈએ કે, દાવો દાખલ કરવામાં પ્રધાન સચિવની સાથે સ્વાસ્થ્ય સચિવ પરિવાર નિયોજનને નાયબ નિયામક અને મોતીપુર PHC ના પ્રભારી ડોક્ટરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણી વખત આવી બાબતો સામાન્ય લોકો સાથે થતી હોય છે. તો બને ત્યાં સુધી આવી બાબતોમાં બરોબર સચેત અને તપાસ કરી લેવી જોઈએ. જેથી કરીને આગળ જતા કોઈ સમસ્યા ન થાય.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી