બ્રાંડના નામે દેશમાં આટલી જગ્યાએ મળે છે ખાવા-પીવાની નકલી વસ્તુઓ | જાણો ક્યાંક તમે પણ નથી ખાતાને નકલી વસ્તુઓ..

મિત્રો તમે જોયું હશે કે ઘણા મોટા શહેરોમાં ભેળસેળ વાળી વસ્તુઓ તેમજ નકલી વસ્તુઓનું વેચાણ થાય છે. અને લોકોને ખબર પણ નથી પડતી કે, તે જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે તે નકલી છે. તેમજ તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આથી આવી વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા તેની સત્યતા વિશે ચકાસણી કરવી ખુબ જ જરૂરી છે. ચાલો તો તમારા શહેરમાં તો આવી નકલી વસ્તુઓ વેંચાય છે તેના વિશે જાણી લઈએ.

ખાદ્ય તેલ કોઈ પણ સારામાં સારી brand નું હોય, પણ ભૂલથી પણ દેશના ઘણા શહેરોમાં તેલથી બનેલ વસ્તુઓ ન ખાવી જોઈએ. નકલી અને ભેળસેળ વાળું તેલ બનાવતા માફિયાઓએ કોઈ પણ brand ના તેલને બાકી નથી રાખ્યું. મોટા પાયે ખાદ્ય તેલનું નકલી અને બનાવટી તેલ બનાવવામાં આવે છે. બનાવ્યા પછી તેને આડેધડ બજારમાં વેચવામાં આવે છે.આ રીતના તેલના સૌથી વધુ ગ્રાહક તે છે જે બજારમાં ખાવાની વસ્તુઓ વેંચે છે. આવા માફિયાઓને બિસ્કીટ અને ચોકલેટને પણ બાકી નથી રાખી. સરકારી એજેન્સીઓ તપાસ પણ કરી રહી છે. કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. સરકારી રિપોર્ટમાં થયેલ કાર્યવાહી અને દંડની રકમ જણાવે છે કે દેશના ઘણા રાજ્ય એવા છે જ્યાં આ કારોબાર સૌથી વધુ વિકસિત થઈ રહ્યો છે.

ધ્યાન રાખો કે હાલમાં જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ સંસદમાં એક રિપોર્ટ રજુ કર્યો હતો. રિપોર્ટ અનુસાર ખાદ્ય તેલ, ચોકલેટ, બિસ્કીટ અને ખાવાની પેક વસ્તુઓ નકલી અને બનાવટી બનાવવામાં આવે છે. સરકારી એજન્સીઓની તપાસમાં આ ક્વોલીટીના માપદંડ પર ફેલ થઈ રહી છે. આ કારણે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને સજા આપવામાં આવી રહી છે અને કરોડો રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે.ક્યાં રાજ્યમાં કેટલો વસુલ કરવામાં આવ્યો દંડ : બજારમાં વેચાઈ રહેલા ખાવાના સામાનમાં ભેળસેળ છે અથવા નકલી વેચાઈ રહ્યો છે, તેની તપાસ સરકારી એજન્સી ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ કરે છે. આ એજન્સી મામલો પકડાઈ જવા પર તેને કોર્ટ સુધી લઇ જાય છે. મંત્રાલયના રિપોર્ટ અનુસાર ઘણા રાજ્ય એવા છે જ્યાં ઘણા દિવસોથી સૌથી વધુ દંડ વસુલવામાં આવ્યો છે. જેમાં આપણે વાત કરીએ વર્ષ 2017-18.

કુલ દંડની રકમ – 26.35 કરોડ : યુપી 12.92, દિલ્હી 2.69 કરોડ, ગુજરાત 2.60, મધ્યપ્રદેશ 2.39  અને તમિલનાડુ 2.24 કરોડ રૂપિયા દંડના વસુલ કરવામાં આવ્યા છે. જ્યારે પંજાબ 46 લાખ, જમ્મુ-કાશ્મીર 55 લાખ અને હરિયાણા 31 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે.2018-19 અનુસાર કુલ દંડની રકમ – 32.58 કરોડ : યુપી 16 કરોડ, ગુજરાત 1.96, મધ્યપ્રદેશ 1.82, મહારાષ્ટ્ર 1.19 કરોડ, પંજાબ 1.57 કરોડ અને તમિલનાડુ 5 કરોડ રૂપિયા દંડના વસુલ કરવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર 55 લાખ, દિલ્હી 47 લાખ, હરિયાણા 51 લાખ રૂપિયા દંડના વસુલ કરવામાં આવ્યો છે.

2019-20 અનુસાર કુલ દંડની રકમ – 1.61 કરોડ : દિલ્હી 32.50 લાખ, મધ્યપ્રદેશ 11.34 લાખ, તમિલનાડુ 74 લાખ અને યુપીમાં 19 લાખ રૂપિયા દંડ થયો છે.

અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરનું આ વિશે કહેવું છે કે, ‘ખોરાકમાં ભેળસેળ અને નકલી તેલ વેચવાની ઘણી સૂચનાઓ મળી રહી છે. હાલમાં જ અમે તેલ બનાવતા એક ગિરોહ પકડીને ક્રાઈમ બ્રાંચને આપ્યો છે. એસોસિએશનના લેવલ પર અમે લોકો પણ જાગૃત કરીએ છીએ. જેવી સુચના મળે છે તેને પ્રશાસનના અધિકારીઓ સાથે એકઠા પણ કરીએ છીએ.’

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “બ્રાંડના નામે દેશમાં આટલી જગ્યાએ મળે છે ખાવા-પીવાની નકલી વસ્તુઓ | જાણો ક્યાંક તમે પણ નથી ખાતાને નકલી વસ્તુઓ..”

  1. Basically, the Indian will never ever be able to come out of their dishonesty, currupt and that poor slave attitude. They have no pride or respect towards their own country. This will take some 1000 years…

    Reply

Leave a Comment