ઘોડીનું દૂધ કમાણી માટે બન્યું મોટું સાધન, વેંચાય છે આટલા રૂપિયા પ્રતિ લીટર..

મિત્રો તમે બકરીનું દૂધ, ગયાનું દૂધ, ભેંસનું દૂધ, ઘેટાનું દૂધ, વગેરે દૂધ વિશે ઘણું જાણ્યું હશે. તેમજ ઘણા લોકો પોતાના નાના બાળકને બકરીનું દૂધ પણ આપતા હશે. કહેવાય છે કે બકરીનું દૂધ પચવામાં ખુબ સારું હોય છે. આથી તે નાના બાળકને જલ્દી પચી જાય છે. પણ આજે અમે તમને ઘોડીના દૂધ વિશે માહિતી આપીશું. ઘોડીનું દૂધ લોકોને અનેક રીતે કમાણીનું સાધન બની રહ્યું છે. હવે આ કઈ રીત? ચાલો તો તેના વિશે જાણી લઈએ. 

સામાન્ય રીતે ગાયનું દૂધ સૌથી સારું અને પોષક તત્વોથી ભરપુર હોય છે. પણ બ્રિટેનમાં એક નવા દુધની માંગ વધી રહી છે. અહી ઘોડીના દુધને લોકો ઘણું લોકપ્રિય બની રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘોડીનું દૂધમાં બધા વિટામીન છે જેનાથી ઘણી બીમારીઓ ઠીક થઈ રહી છે. 

એક રીપોર્ટ અનુસાર UK માં ફ્રેક શેલાર્ડ નામના એક જ વિક્રેતા છે જે ઘોડીનું દૂધ વેચવાનું કામ કરે છે. ફ્રેકનો દાવો છે કે તેની ઘોડીનું દૂધ વિટામીન ભરપુર છે. જે નાસ્તા, ચા અને કોફી માટે સૌથી સારું અને ફાયદાકારક વિકલ્પ છે. ફ્રેક લોકોની આ માનસિકતા ને બદલવા માંગે છે કે ઘોડીનું દૂધ સારું નથી હોતું. 

ફ્રેક એ ન્યુઝ પેપરમાં જણાવ્યું કે ‘લોકો ગાયનું દૂધ એ કારણે હસતા હસતા પીવે છે કારણ કે તેની માર્કેટિંગ ખુબ સારી રીતે થાય છે. જો કે હવે લોકો બકરીનું દૂધ, સોયા, ઓટ્સ અને બદામનું દૂધ પણ પીવે છે. લોકો હંમેશા તંદુરસ્તી ભર્યો વિકલ્પ શોધે છે. 

62 વર્ષીય ફ્રેક અને તેનો પરિવાર છેલ્લા બે દશકથી ઘોડી પાસેથી દૂધ કાઢવા ના પ્રયોગ પર શોધ કરે છે. ફ્રેકના પરિવારનું આખા UK માં દૂધ વેચવા નો બિજનેસ છે. ફ્રેક ઘણા નસલની ઘોડી ની દેખભાળ કરે છે. 

ફ્રેકએ ગયા વર્ષે જ કોમ્બે હે નસ્લ ની ઘોડીનું દૂધની પોતાની એક brand બહાર પાડી છે. ફ્રેક કહે છે, ‘હું ઘોડીની એક દુર્લભ નસ્લનો ઉપયોગ કરવા માંગો છુ. જે ખેતી અને પર્યાવરણ ને સારું બનાવે, ઘણી શોધ પછી મે ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું જ્યાં ઘોડીનું દૂધ કાઢવામાં આવે છે.’ 

બ્રિટેનમાં 250ml ના આ દૂધ ની એક બોટલ 6.50 પાઉન્ડ (656) માં વેચાય છે. આ દુધમાં ફેટ ખુબ જ ઓછુ (0.7) અને વિટામીન C અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. તેમાં મળતું લેક્ટોજ અને પ્રોટીન કેસીન, બ્રેસ્ટ મિલ્ક ની બરાબર પૌષ્ટિક હોય છે. 

અભ્યાસનો દાવો છે કે ઘોડીનું દૂધ એક્જીમાં ની બીમારી ને ઠીક કરે છે. અને ઈમ્યુન સીસ્ટમ ને વધારે છે. કજાકિસ્તાન ના નજરબાયેવ યુનીવર્સીટી ના શોધકર્તા નું કહેવું છે કે ઘોડીનું દૂધ કેન્સરના ખતરાને ઓછુ કરે છે. શોધકર્તા નું કહેવું છે કે તેમાં લાઈસોજાઈમ અને લેકટોફેરીન હોય છે જેમાં બેકટરિયા અને વાયરસ સામે લડવાના ગુણ રહેલા છે. તે આંતરડા મે સારા બેકટરિયા ને વધારે છે. 

ઘોડીના દૂધને 63 ડીગ્રી સેલ્સિયસ પર 30 મિનીટ માટે ગરમ કર્યા પછી પોશ્ચારાઈજ કરવામાં આવે છે. અને પછી 22 ડીગ્રી સેલ્સિયસ આર જમાવીને ગ્રાહકને વેચવામાં આવે છે. ફ્રેક કહે છે કે , ‘દુનિયા ખુબ જ ઝડપથી બદલી રહી છે. આપણે નેચરલ અને ઇકોલોજી ની સાથે કામ કરવાની જરૂર છે. ઘોડીનું દૂધનો વ્યવસાય બિલકુલ ઓર્ગેનિક છે અને આ ખુબ આગળ વધશે.’

ફ્રેક કહે છે ‘આપણે ઘોડીના દુધથી એક અનોખી ઓર્ગેનિક હેન્ડ અને બોડી લોશન બનાવવા પર પણ વિચાર કરી રહ્યા છીએ. જે આ વર્ષે જુલાઈ સુધીમાં તૈયાર કરવામાં આવશે.’ 

ફ્રેક એક દિવસમાં એલ લીટર ઘોડીનું દૂધ પીવે છે. તેનું કહેવું છે કે જ્યારથી તેને દૂધ પીવાનું શરુ કર્યું છે તેની પાચન પ્રણાલીમાં સુધારો થયો છે. એટલું જ નહિ તેને પીવાથી તેની પુત્રી અને પુત્રી ની એક્જીમાં ની બીમારી અન ઠીક થઈ ગઈ છે. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment