આખી દુનિયા અત્યારે કોરોનાના કહેર સાથે લડી રહી છે. જ્યાં ભારત પણ તેની બીજી લહેરની લપેટમાં આવી ગયું છે. તેમજ ઘણા દેશો આ મહામારી પર ઘણા અંશે કાબુ મેળવી લીધો છે. લોકો વેક્સીન લગાવવાથી લઈને લાઈફસ્ટાઈલમાં પણ ઘણા પ્રકારના બદલાવ કરી રહ્યા છે, તેનાથી કોરોનાના સંભાવનાને ઓછી કરી શકાય છે. તમને જાણીને હેરાની થશે કે ચીનમાં લોકો કોરોનાને હરાવવા માટે ગાય દૂધના દુધનો સહારો લઈ રહ્યા છે.
શરીરમાં પ્રોટીનની માત્રા વધારવા માટે ચીનની સરકાર ત્યાં લોકોને વધુમાં વધુ ગાયનું દૂધ પીવા માટે કહી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રોટીન ઈમ્યુન સિસ્ટમને મજબુત કરે છે. ગયા વર્ષે કોરોના ફેલાયા બાદ સંસદની વાર્ષિક બેઠકમાં ત્યાંના કાનુન નિર્માતાઓએ સરકારને દૂધ પીવા પર કાનુન બનાવવાનો સુઝાવ આપ્યો હતો. તેમાં દરેક વ્યક્તિએ પ્રતિદિન ઓછામાં ઓછું 300 ગ્રામ દૂધ પીવાની સલાહ આપવામાં આવી હતી.બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, શાંઘાઈ કેહુઆશાન હોસ્પિટલમાં સંક્રામક રોગ વિભાગના પ્રસિદ્ધ ડોક્ટર ઝાંગ વેનહોંગે સંક્રમણના શરૂઆતના દોરમાં ચીનના પેરેન્ટસને એક વિશેષ સલાહ આપી હતી. ડોક્ટર વેનહોંગે કહ્યું હતું કે, ‘માતા-પિતાને દરરોજ સવારે બાળકોને દૂધ અને ઈંડા આપવાનું શરૂ કરી દેવું જોઈએ. બ્રેકફાસ્ટમાં પોર્રિજ આપવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ.’
ચીનના ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દૂધ પીવાની આ બાધ્યતાને લઈને બહેસ પણ થઈ ગઈ છે. ચીનમાં મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં બન અને પોર્રિજ(એક પ્રકારના દાળિયા) ખાય છે. લોકોનું કહેવું છે કે, પોતાનો પરંપરાગત નાસ્તો છોડીને દૂધ અને ટોસ્ટ ખાવા કેટલા યોગ્ય છે.ચીનના અમુક લોકો ત્યાંના ટ્રેડીશનલ ડાયટ અને દૂધથી મળતા પોષણની તુલના કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ચીનના પરંપરાગત ખાનપાનમાં એનિમલ પ્રોટીન વધુ હોય છે. વિવેચકોનું કહેવું છે કે, ખાનપાનમાં કોઈ પ્રકારનો બદલાવ કોરોના વાયરસ થવાથી નથી બચી શકતા અને ડાયટમાં પ્રોટીન શામિલ કરવા માટેના અન્ય પણ તરીકાઓ છે.
તો ચીનની સરકારે 2025 સુધી 450 લાખ ટન દૂધના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે જે અત્યાર સુધીના ઉત્પાદન કરતા 30 ગણા વધુ છે. ચીનમાં ગાયોની દેખભાળ અને તેના ખાનપાન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે ચીનના ઘણા પશુ કલ્યાણ સમૂહ ઘણી સ્ટડીઝના હવાલા આપતા આ બાબત પર આપત્તિ દેખાડી રહ્યા છે. તેનું કહેવું છે કે, ગાયનું દૂધ પીવાથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.તેમજ ચીનમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર દૂધ પીવાની આદતને પ્રોત્સાહન આપી રહ્યા છે. વધુ દૂધ પીવા વાળા લોકોનું એક અલગ ગ્રુપ બનાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાની પસંદગી વાળી બ્રાંડ અને દૂધથી બનતી રેસિપી શેર કરી રહ્યા છે. જે લોકોને દૂધ પચાવવામાં સમસ્યા થઈ રહી છે તેના માટે પણ અલગ અલગ નુસ્ખા બતાવવામાં આવી રહ્યા છે કે કેવી રીતે દુધની બરાબર માત્રામાં પાણી મિક્સ કરીને પીવાથી આ સમસ્યા નથી થતી.
રિચર્સમાં આ વાત સાબિત થઈ ચુકી છે કે દૂધ ન્યુટ્રીશનથી ભરપુર હોય છે. અમુક વિશેષજ્ઞોનું કહેવું છે કે, પશુઓમાં એક ખાસ પ્રકારની એન્ટીબોડી મળી આવે છે અને દૂધ પીવાથી તે એન્ટીબોડી શરીરમાં જઈને ઈમ્યુન સિસ્ટમને મજબુત કરે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી