પૈસાની લેણદેણ માટેના નિયમોમાં થયા મોટા બદલાવ, જેની સીધી અસર પડશે તમારા પર.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, આજના સમયમાં કોઈ પણ વસ્તુ પૈસા વગર પોસિબલ નથી. તો આજે ડિજિટલ દુનિયામાં પૈસાની લેણદેણમાં પણ ખુબ જ સુધારા થઈ ગયા છે. તો તેને લઈને RBI મોનેટરી પોલીસી બેઠકનો આજે ફેસલો આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરોથી લઈને ઘણા બીજા બદલાવો કરવાની ઘોષણા કરવામાં આવી છે. જે સુધારા કરવામાં આવ્યા છે તેના દ્વારા ગ્રાહકોને ખુબ જ ફાયદો થશે. તો ચાલો જાણીએ શું થયા છે એ સુધારા.

RBI એ વ્યાજદરોમાં કોઈ પણ બદલાવ નહિ થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો રેપો રેટ 4% પર જ બરકરાર રહેશે. તેમજ MPC એ સર્વસંમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રિવર્સ રેપો રેટ 3.35% પર બરકરાર રહેશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે. હાલના આર્થિક વર્ષમાં રેકોર્ડ અનાજનું ઉત્પાદન થયું છે. પ્રવાસી મજદૂર એક વાર ફરી શહેરમાં પાછા આવ્યા છે. ઓનલાઈન કોમર્સમાં તેજી આવી છે અને લોકો ઓફિસ પણ જવા લાગ્યા છે. એવી આશા છે કે, નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાટર્સ દરમિયાન મોંઘવારીમાં નરમી આવશે.ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, અર્થવ્યવસ્થામાં તેજીની ઉમ્મીદ આવવાની ઉમ્મીદ છે. અમે સારા ભવિષ્ય માટે વિચારી રહ્યા છીએ. બધા જ ક્ષેત્રોની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગ્રોથ વધવાની ઉમ્મીદ પણ જોવા મળી રહી છે. તેમજ રવિપાકનો આઉટલુક પણ સારો જોવા મળી રહ્યો છે. મહામારીના આ સંકટમાં કોવિડને રોકવા કરતા વધુ ફોકસ આર્થિક સુધારા પર છે.

RBI એ એલાન કર્યું છે કે, ડિસેમ્બર, 2020 થી RTGS કોઈ પણ સમયે કરવામાં આવી શકે. RBI ગવર્નરે કહ્યું કે, આર્થિક વર્ષ 2021 ના GDP માં 9.5 % મંદી જોવા મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં PMI વધીને 56.9 થઈ ગયો છે. આ જાણકારી 2021 બાદ સૌથી વધુ છે. હાલનું આર્થિક વર્ષ પહેલા છ મહિનામાં ઉધારની સરેરાશ કિંમત 5.82% પર છે, તે 16 વર્ષમાં સૌથી ઓછી છે.

સહકારી બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસોને આપવામાં આવેલ કર્જ પર બે ટકાના દરથી આપવામાં આવતા વ્યાજ સહાયતાને 13 માર્ચ 2021 સુધી માટે વધારી દેવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે એ જાણકારી આપી છે કે યોજનાની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment