મિત્રો આપણા શરીરમાં જયારે કોઈપણ પ્રકારનો દુખાવો શરુ થાય છે ત્યારે તે સહન કરવો અસહ્ય હોય છે. આવો જ એક દુખાવો ગરદનનો છે. જેમાં જમણી બાજુનો દુખાવો તમને ખુબ જ પીડા આપે છે. તેમજ આ દુખાવો એ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ આપે છે. ગરદન શરીરનો એક મહત્વનો ભાગ છે જેમાં સ્પાઇનલ બોન્સ, માંસપેશીઓ અને ઘણા પ્રકારના ટીશૂઝ સમાવિષ્ટ હોય છે. શરીરના અમુક અન્ય મહત્વપૂર્ણ ભાગની વિપરીત, ગરદન ઢાંકેલી હોતી નથી જેના કારણે તેમાં વાગવાનુ જોખમ રહેલું હોય છે. ગરદનમાં ખેંચની સમસ્યા પણ સામાન્ય છે અને તેના કારણે આપણે દુખાવાનો સામનો કરવો પડે છે.
સામાન્ય રીતે ગરદનમાં થતાં દુખાવાથી રાહત મેળવવા માટે લોકો દવાઓ કે ઘરેલુ ઉપાયોની મદદ લેતા હોય છે. જોકે ઘણી વખત સામાન્ય લાગતો ગરદનનો આ દુખાવો કોઈ ખતરનાક બીમારીનો સંકેત પણ હોય શકે છે. આવો જાણીએ, ગરદનમાં થતો આ દુખાવો કઈ બીમારીનો સંકેત હોઇ શકે છે અને તમારે ડોક્ટરને ક્યારે બતાવવું જોઈએ.1 ) શું કામ થાય છે ગરદનમાં દુખાવો :- ઘણી વખત સવારે સૂઈને ઉઠ્યા પછી ગરદનમાં દુખાવો કે જકડાઈ ગયું હોય તેવું લાગે છે. તેની પાછળ ઘણા કારણ હોય શકે છે જેમકે, ઊંચા તકીયા પર માથું રાખવું, હાર્ડ ગાદલાં પર સૂવું અથવા રાત્રે સૂતા સમયે ઊંઘમાં ગરદન વાંકી વળી જવી. તે સિવાય જ્યારે તમે કમ્પ્યુટર કે લેપટોપ પર એક જ પોઝિશનમાં કલાકો સુધી બેસીને કામ કરો છો તો તેનાથી પણ તમારી ગરદન જકડાઈ જાય છે અથવા તેમાં દુખાવો થઈ શકે છે.
2 ) સ્ટ્રેસ અને ચિંતા :- સ્ટ્રેસના કારણે માંસપેશીઓ સખ્ત થઈ જાય છે. મોટા ભાગે લોકો જ્યારે તણાવમાં હોય છે તો ત્યારે તેમણે ગરદન અને પીઠમાં દુખાવો થવા લાગે છે.
3 ) નોન-સ્પેસિફિક નેક પેન :- ઘણી વખત ગરદનમાં દુખાવાનું સાચું કારણ જાણી શકાતું નથી. જ્યારે ગરદનમાં કોઈ કારણ વગર દુખાવો થાય છે તો, તેનો મતલબ એ છે કે, તમારી કોઈ મસલ ટીશું તૂટી છે. ગરદન માં આ પ્રકારનો દુખાવો થવો ઘણું સામાન્ય છે.
4 ) ટોર્ટિકોલીસ :- આ ગરદનની માંસપેશીઓથી જોડાયેલી એક એવી સમસ્યા છે, જેના કારણે માથું એક બાજુ નમી જાય છે. માંસપેશીઓમાં કોઈ પ્રકારની ક્ષતિ કે રક્ત સંચાર પ્રભાવિત થવાને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ટોર્ટિકોલીસ એક એવી સમસ્યા છે જે તમને ગમે ત્યારે થઈ શકે છે.ટોર્ટિકોલીસ થવાથી વ્યક્તિની ગરદન સૂતા સમયે તો એકદમ સરખી રહે છે પરંતુ જ્યારે તે સૂઈને ઊઠે છે તો ગરદન હલાવી શકાતી નથી. ઘણા કેસમાં આ દુખાવો થોડા દિવસોમાં આપમેળે જ મટી જાય છે. પરંતુ અમુક કેસમાં ટોર્ટિકોલીસ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. ટોર્ટિકોલીસના કારણે ટયૂમર, ઇન્ફેક્શન વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.
5 ) બ્રૈકિયલ પ્લેક્સસ :- બ્રૈકિયલ પ્લેક્સસ નર્વસનું એક નેટવર્ક હોય છે જે સ્પાઇનલ કોર્ડથી ખભા અને હાથને સિગ્નલ મોકલે છે. ગરદનમાં દુખાવાને કારણે જ્યારે તેનો પ્રભાવ બ્રૈકિયલ પ્લેક્સસ પર પડે છે તો તેનાથી હાથમાં પણ દુખાવો થવા લાગે છે. 6 ) ગરદનના દુખાવાનો ઉપચાર :- જો તમારી ગરદનનો દુખાવો સામાન્ય હોય તો તમે તેને અમુક ઘરેલુ ઉપાયોની મદદથી સરખું કરી શકો છો. તમે દુખાવો મટાડતી દવાઓ લઈ શકો છો. હિટ પેડનો ઉપયોગ કરી શકો છો. ગરદનની મસાજ, સ્ટ્રેચ કરવું, કુલ પેડ અથવા આઈસથી પણ દુખાવાથી રાહત મેળવી શકાય છે.
7 ) ડોક્ટરને ક્યારે બતાવવું :- જો તમારી ગરદનમાં ઓછો દુખાવો હોય તો તે માટે ડોક્ટરને બતાવવાની કોઈ જરૂર નથી પેન કીલરથી પણ ગરદનનો દુખાવો મટી શકે છે. ગરદનથી જોડાયેલી અમુક એકસરસાઈઝ પણ તમને મદદરૂપ થઈ શકે છે. પરંતુ જો તમારો દુખાવો ખૂબ વધારે હોય અને તેની સાથે તમને અમુક બીજા લક્ષણો પણ દેખાતા હોય તો ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી