આજની મોટાભાગની સમસ્યાઓ માં વજન વધારાનો સમાવેશ થાય છે. વજન વધવાના કારણે અનેક રોગો પણ જન્મ લે છે. તેથી વજન ઘટાડવા વિશે સજાગ થવું અતિ આવશ્યક છે. વજન ઘટાડવું કેટલાક લોકો માટે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે વજન ઘટાડવા માટે તમારે આહાર પર ખૂબ નિયંત્રણની જરૂર છે. વજન ઓછું કરવાનો અર્થ એ નથી કે તમારે બધું જ છોડી દેવું અને ભૂખ્યા રહેવું. આનો અર્થ એ છે કે તમારે ટુકડે ટુકડે ખાવું પડશે અને તમે ક્યારેક પ્રસંગોપાત તમને મનગમતી વસ્તુ ખાઈ શકો છો.
દરરોજ તમારે હેલ્ધી વસ્તુઓ ખાવાની કોશિશ કરવી જોઈએ અને ફાઈબર તથા પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ કારણ કે આ વસ્તુઓ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. આવી વસ્તુઓમાં કોળું અને છોલે ચણાનો સમાવેશ થાય છે, જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જેનું સેવન કરવાથી તમારું વજન ઓછું થઈ શકે છે.1) અખરોટ:– અખરોટમાં મોનો-સેચ્યુરેટેડ ફેટ હોય છે અને હૃદય માટે ફાયદાકારક તત્વો તેમાં જોવા મળે છે. મુઠ્ઠીભર અખરોટમાં લગભગ 4 ગ્રામ પ્રોટીન અને 2 ગ્રામ ફાઇબર હોય છે. આમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે અને આમાં માત્ર 200 કેલરી જ હોય છે. આથી તેને હેલ્ધી નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને પોલીફીનોલ હોય છે જે તેને હેલ્ધી બનાવવામાં મદદરૂપ થાય છે.
2) કોળાં ના બીજ:- કોળામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે અને તેમાં કેલરી પણ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. તેમાં વિટામીન અને મિનરલ્સ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં બીટા કેરોટીન નામનું કમ્પાઉન્ડ હોય છે, જેનાથી શરીરને વિટામિન A મળે છે અને તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘણું ખરું ઘટાડી શકાય છે. તેમાં સોડિયમ પણ હોતું નથી અને ચરબીનું પ્રમાણ પણ હોતું નથી.3) શક્કરિયા:- શક્કરિયામાં કેલરી ઓછી હોય છે અને સ્ટાર્ચવાળા સફેદ બટાકાની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ફાઈબર પણ વધુ હોય છે અને આ કન્દમૂળ શાકભાજી હોવાને કારણે તેમાં પાણી પણ ભરપૂર હોય છે. આ પચવામાં ખૂબ જ સરળ હોય છે અને માત્ર એક શક્કરિયુ ખાવાથી તમને આખું ભોજન ખાવા જેટલો જ સંતોષ મળે છે.
4) મસુરની દાળ:- મસુરની દાળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેમાં પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને સૂપ અથવા સલાડના રૂપમાં ખાઈ શકાય છે. આ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક અને અસરકારક માનવામાં આવે છે, તેથી તેનું સેવન પણ કરી શકાય છે.5) દહીં:- દહીંમાં પ્રો બાયોટિક્સ હોય છે જે તમારા પાચન અને પેટ ના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. દહીં થી પણ તમારું પેટ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. આ પ્રોટીન જેવા પૌષ્ટિક તત્વોનો સ્ત્રોત છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરી શકાય છે. તેમાં કેલ્શિયમ જેવા મિનરલ્સ પણ ઉપલબ્ધ હોય છે. તે તમારા પાચનને વધારવામાં અને વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે.
6) છોલે ચણા:- ચણા કે ચણાની દાળની જેમ તેમાં પણ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફાઈબરની પણ સારી એવી માત્રા હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરવામાં અને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચણા ખાવાથી હેલ્ધી BMI બનાવવામાં મદદ મળે છે અને તે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ છે. તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી અને ખૂબ જ સંતોષનો અનુભવ થાય છે.
આ બધી વસ્તુઓ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ બધા વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. પરંતુ આહારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી