મિત્રો આપણે પથરી વિશે તો જાણીએ જ છીએ. તેમજ આ પથરીને દુર કરવા માટે આપણે ડોક્ટરના કહ્યા અનુસાર દવાઓ તેમજ ઈલાજ કરીએ છીએ. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે, નાના બાળકોને પણ પથરી થઈ જાય છે. જો કે પથરી એ ખાનપાનને કારણે થતો રોગ છે. આથી આપણે ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવું પડે છે. આથી જ બાળકોને પથરીની તકલીફ ન થાય તે માટે કેટલીક સાવધાની માતા પિતાએ રાખવી ખુબ જરૂરી છે.
કિડનીની અંદર મિનરલ્સ કિસ્ટ્રલનું રૂપ લઈ લે છે. તેના વધવાથી પથરી બની જાય છે. કિડની સ્ટોન એટલે પથરી મૂત્ર માર્ગમાં આવી જાય છે અને તેના કારણે ખુબ દુઃખાવો અને પેશાબમાં લોહી આવવાની સમસ્યા પણ થઈ શકે છે. કેટલીક પ્રકારની પથરી તો પેશાબને પણ રોકી દે છે.જો કે મોટાભાગે કિડની સ્ટોન શરીરને કોઈ નુકશાન પહોંચાડ્યા વગર બહાર નિકળી જાય છે. દુઃખાવો મટાડવાની દવાઓ અને પર્યાપ્ત પ્રમાણમાં ફ્લૂઈડ પીવાથી પથરીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. પથરીનો દુઃખાવો ખુબ વધારે હોય છે. એટલે બાળક માટે આ બીમારી ખુબ નુકશાનકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ કે બાળકોમાં પથરીનો ઈલાજ કેવી રીતે કરી શકાય.
બાળકોમાં કિડની સ્ટોનના લક્ષણ : જ્યાં સુધી પથરી કિડનીમાં મુવ નથી કરતી અથવા મૂત્ર નળીમાં નથી આવતી, ત્યાં સુધી કોઈ લક્ષણ સામે નથી આવતું. નાની પથરી કમરમાં દુઃખાવો અથવા દુઃખાવા વગર શરીરથી બહાર નીકળી જાય છે. મૂત્રાશયમાં ઉપલ્બધ મોટી પથરી થવાથી કોઈ એક સાઈડ વધારે દુઃખાવો શરૂ થઈ શકે છે. પથરી મૂત્ર માર્ગમાં આવવાથી દુઃખાવો પેટના નીચેના ભાગમાં પણ થવા લાગે છે. પેશાબમાં લોહી આવવું, વારંવાર પેશાબ કરવાની જરૂરત લાગવી, તાવ અથવા ઠંડી લાગવી પણ એના લક્ષણ છે.બાળકોમાં પથરીના કારણો : કેટલીક દવાઓ, કીટોજેનિક ડાયટ, ડાયાબિટીસ, ઓબેસિટી, મેટાબોલિક વિકારો, સાંધા, કિડની સાથે સંબધિત કોઈ સ્થિતિ અને મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણને લીધે પથરી થઈ શકે છે.
બાળકોમાં કિડની સ્ટોનનો ઈલાજ : મેડિકલ રિસર્ચ કરનાર જોન હોપકીંસ વેબસાઈટ પ્રમાણે વધારે સ્ટોન એમની જાતે મૂત્ર માર્ગમાં આવીને પછી શરીરથી બહાર નિકાળી જાય છે. દુઃખાવો નિવારક દવાઓની મદદથી પથરીના દુઃખાવો ઓછો કરી શકાય છે. પ્રવાહીનું પ્રમાણ વધારીને પથરીને શરીરની બહાર કાઢી શકાય છે. જો પથરીને લીધે મૂત્ર માર્ગમાં ઇન્ફેક્શન થઈ જાય તો, એન્ટિબાયોટિક પણ આપી શકાય છે. જો સ્ટોનની સાઈઝ મોટી હોય અને દુઃખાવો થઈ રહ્યો હોય, તો આવી સ્થિતિમાં સ્ટોનને સર્જરીથી કાઢી શકાય છે. ડાયટમાં થોડા પરિવર્તન કરી લેવા અને ખુબ તરલ પદાર્થનું સેવનથી પથરીને ફરીથી થતાં રોકી શકાય છે.શું છે બચવાની રીત : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક પાર્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિજિજના પ્રમાણે પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવાથી પથરી થવાથી બચી શકાય છે. તેનાથી પેશાબ પાતળું આવે છે અને પથરી બનાવનાર મિનરલ્સ બહાર નિકળી જાય છે. પર્યાપ્ત પાણી પીવાથી પેશાબ હંમેશા સાફ આવે છે. બાળકોને વધારે પાણી પીવાની ટેવ પાડવી. તેનાથી પથરી જ નહિ પણ કેટલીક બિમારીઓથી છૂટકારો મેળવી શકાય છે.
પાણી આપણા શરીર માટે ખુબ જરૂરી છે એટલે હંમેશા પાણી ખુબ પીવું જોઈએ અને પોતાને હાઈડ્રેટ રાખવું જોઈએ. જેટલું પાણી વધુ પીવાય અને વધુ પરસેવો આવે એ ખુબ સારું કહેવામાં આવે છે. વધારે પાણી પીવાથી શરીરમાંથી કચરો બહાર આવે છે અને શરીર સ્વસ્થ રહે છે. એટલા માટે નાની વયના બાળકોના માતા પિતાએ બાળકોની પાણી પીવાની આદત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બાળકોને સમયે સમયે પાણી પીવાનું યાદ અપાવવું જોઈએ, તેને જમવામાં પણ એવા ખોરાક આપવા જોઈએ જેનાથી તે કિડનીની પથરીથી બાળક બચી શકે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી