શરીરમાં વાત્ત-પિત્ત અને કફ સંતુલન હોય તો તમારું શરીર સ્વસ્થ બની રહે છે. પરંતુ આ ત્રણેય વસ્તુ અસંતુલિત હોય તો તમને કોઈને કોઈ પ્રકારે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં પિત્ત વધવાના કારણે ઘણી ગંભીર બીમારીઓનો ખતરો આપણા પર મંડરાય છે. આયુર્વેદ અનુસર જોઈએ તો વાત્ત, પિત્ત અને કફને ત્રિદોષ કહેવામાં આવે છે. તેનું અસંતુલન આપણા શરીરમાં ક્રોનિક ડિસીઝની સમસ્યાઓ ઉભી કરે છે. આયુર્વેદ અનુસાર કફમાં 28 રોગ, પિત્તમાં 40 રોગ અને વાત્ત દોષમાં 80 પ્રકારના હોય છે. જેમાં કફની સમસ્યા છાતીના ઉપરના ભાગમાં થાય છે.
તેમજ પિત્તની સમસ્યા છાતીની નીચે અને કમરમાં થાય છે. આ સિવાય વાત્તની સમસ્યા કમરના નીચેના ભાગમાં અને હાથમાં થાય છે. આ ત્રિદોષની સમસ્યાને યોગાસન, પ્રાણાયમ અને ઘરેલું ઉપાયોથી દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે વાત્ત અને પિત્ત રોગો વિશે અને તેને સંતુલિત રાખવા માટે શું ખાવું જોઈએ અને શું નહિ. પહેલા જાણીએ વાત્ત અને પિત્તના લક્ષણો.પિત્ત : પિત્તના રોગમાં હેડકી આવવી, જોન્ડિસની સમસ્યા થવી, સ્કીન, નખ અને આંખોનો રંગ પીળો થવો. વધુ પ્રમાણમાં ગુસ્સો આવવો, શરીરમાં તેજ બળતરા થવી અને ગરમી વધુ પ્રમાણમાં થવી. મોં અને ગળામાં પાક જેવું થઈ જશું. તેમજ બેહોશ થવું ઘણી વાર ચક્કર આવી જવા. હવે જાણીએ વાત્તના રોગ વિશે.
વાત્ત : હાડકામાં ઢીલાશ આવી જવી, શરીરના અંગોમાં હાડકાનું ખસી જવું અથવા તૂટી જવું, કફની સમસ્યા થવી, મોં માં સ્વાદ કડવો આવવો. ઘણી વાર તમારા અંગો ઠંડા અને સુન્ન પડી જવા. શરીરમાં વધુ પડતું સુકાપણું થવું. માંસપેશીઓમાં સોઈ ખૂંચતી હોય એવો દુઃખાવો થવો. હાથ અને પગની આંગળીમાં અચાનક દર્દ થવું તેમજ શરીર અકડાય જવું. આ બધા વાત્ત રોગના લક્ષણો છે.
પિત્તનો રોગ હોય ત્યારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે જાણી લઈએ.
છાશ : આ રોગમાં દહીંનું સેવન કરવાના બદલે તેને પાતળું કરીને છાશના રૂપમાં અથવા લચ્છીના રૂપમાં સેવન કરવું જોઈએ. તેમાં અજમાનો ઉપયોગ પણ પણ કરવો જોઈએ. કેમ કે અજમા પિત્તના વિકાર માટે ખુબ જ ફાયદાકારક છે.
કાળું મીઠું : છાશની સાથે અથવા ખાદ્ય પદાર્થોની સાથે કાળા નમકનું સેવન કરવું વધુ યોગ્ય છે. પરંતુ કાળા નમકનું સેવન માત્ર દિવસ દરમિયાન જ કરવું જોઈએ. દિવસે કરવામાં આવે તો તેના વધુ ફાયદા થાય છે.કાળું જીરું : કાળું જીરું પિત્તને સંતુલન રાખવા માટે ખુબ જ સહાયક થાય છે. જો પિત્તની સમસ્યા છે તો કાળા જીરાને ડાયટમાં જરૂર શામિલ કરો.
ગાયના દૂધથી બનેલું ઘી : દરેક ઘરમાં ઘીનો ઉપયોગ થતો જ હોય છે. અને લગભગ લોકો ઘી તો ખાતા જ હોય છે. પરંતુ કોશિશ કરવી કે ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરો. આ પિત્તની સમસ્યામાં લાભ આપે છે.આમળા : આમળાને રાત્રે પલાળી દો. સવારે તેને એ જ પાણીમાં મસળી નાખો અને પછી એ પાણીને ગાળી લો. હવે તેમાં મિશ્રી અને જીરું ખાંડીને મિક્સ કરી દો. પછી એ પાણીનું સેવન કરો. આ પાણી પણ તમને પિત્તની સમસ્યામાં ફાયદો પહોંચાડશે.
શું ન ખાવું : આયોડીન યુક્ત નમક હોય તેનું સેવન વધુ ન કરવું જોઈએ. તેનાથી આ સમસ્યા વધી જાય છે. તેમજ ફાસ્ટફૂડ, તળેલું, ગરમ અને એસીડીટી થાય એવા ખોરાકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
વાત અને કફ રોગ હોય ત્યારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો કોમેન્ટ કરો part 2 અમે એના વિશે આર્ટિકલ બનાવીશું
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી