આટલી વસ્તુ ખાવાથી શરીરમાં બની જાય છે પથરી.. ધ્યાન રાખો આ વસ્તુનું નહીં તો ગંભીર દુખાવા અને ઓપરેશન ની નોબત આવશે

આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને પથરી ની તકલીફ થઈ જાય છે. અનેક દવાઓ કરીને તેનાથી છુટકારો મેળવવામાં આવે છે. ઘણી વખત તો ઓપરેશન કરીને પથરી કાઢવી પડે છે. પણ જો તમે ઈચ્છો છો કે તમને બીજી વખત પથરી ન થાય તો ઘણા એવા ખોરાક છે જેની સેવન કરવાથી તમારે બચવું જોઈએ. 

આજની હાર્ડ એન્ડ ફાસ્ટ ભરેલી જીંદગીમાં પથરીની સમસ્યા થવી એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. કીડની સ્ટોન નો દુખાવો ખુબ જ દુખાવાકારક હોય છે. જયારે તેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો કે પથરી થવાનું કારણ આપણો ખોરાક અને પાણી ઉણપ છે. આ કીડની સ્ટોનનો દુખાવો બીજી અનેક પરેશાની ને પણ વધારે છે. પણ આપણું શરીર પથરી થતા પહેલા ઘણા સંકેત આપે છે. જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. 

આ સિવાય તમને જણાવી દઈએ કે કિડનીમાં જે લોકોને પથરી હોય છે તેમને પથરીના લક્ષણ ની જાણકારી ત્યારે થાય છે જયારે પથરીનું કદ વધવા લાગે છે. કોડની ની પથરીમાં જો તમે પોતાના ખોરાકનું ધ્યાન રાખો છો તો પરેશાની ઘણા અંશે દૂર રહે છે. જાણી લો જો તમને કયારેય પણ પથરી થઈ હોય તો કઈ કઈ વસ્તુઓ  ન ખાવી જોઈએ. 

પાલક : પથરીના દર્દીએ  પાલકથી  દુર રહેવું જોઈએ. જે કેલ્શિયમને જમા કરે છે અને યુરીનમાં જવા નથી દેતું. એવામાં પથરીના દર્દી પાલક ખાઈ છે તો તેની સ્થિતિ ખરાબ થઈ શકે છે. 

ચોકલેટ : જો તમને ચોકલેટ પસંદ છે તો તમારે આ આદત છોડવી પડશે. તે તમારી કીડની ની પથરીને વધારી શકે છે. આથી તમારે ચોકલેટ થી દુરી બનાવી રાખવી પડે છે. કારણ કે તેમાં ઓક્સેલેટ્સ હોય છે. 

ટમેટા : આપણે આપણી રસોઈમાં ટામેટા નો ઉપયોગ ખુબ કરીએ છીએ.ટમેટા માં પણ ઓક્સેલેટ્સ ભરપુર પ્રમાણમાં હોય છે. એવામાં પથરીના દર્દી જો ટમેટા ખાય છે તો તેને ખાતી વખતે ટમેટા ના બીજ એટલે કે બી કાઢી નાખવા જોઈએ. 

મીઠું : પથરીના દર્દી એ પોતાના ખોરાકમાં મીઠાનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. કારણ કે મીઠામાં સોડીયમ હોય છે, જે પેટમાં કેલ્શિયમ બનાવે છે અને આ પણ પથરી વધારી શકે છે. 

ચા : ડોક્ટર પથરીના દર્દીને સૌથી વધુ સલાહ આપે છે કે તે ચા થી સવારની શરૂઆત ન કરે કારણ કે ચા નુકસાન કારક છે. એક કપ ચા પથરી સાઈઝ વધારી શકે છે. 

સી-ફૂડ અને માસ : જો તમને સી-ફૂડ અથવા માસ પસંદ છે તો તમારે પોતાની તંદુરસ્તી માટે તે છોડવું પડશે. એટલું જ નહિ અન્ય પ્રોટીન વાળી વસ્તુઓ થી પણ પરેજી રાખવી જોઈએ. કારણ કે તેમાં પ્યુરીન નામનું એક તત્વ હોય છે. જો પથરીના દર્દીના શરીરમાં પ્યુરીન ની માત્રા વધી જાય તો યુરિક એસીડ નું સ્તર વધી જાય છે જેનાથી પથરી વધી જાય છે. 

આ વાતોનું પણ ધ્યાન રાખો 

-પથરીમાં પચતા સમય લાગે તેવી વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ. ભૂખ હોય તેના કરતા વધુ ખાવું નહી અને વજન વધારવો નહિ. 

-કોલ્ડ ડ્રીંક, માસ, માછલી ના સેવનથી બચવું. ફળોમાં સ્ટ્રોબેરી, બોર, અંજીર, રસભરી અને કિશમિશ, મક્કના જેવા ડ્રાઈ ફૂટનું સેવન ના કરો. દૂધ અને દુધથી બનેલ પદાર્થ દહીં, પનીર, માખણ, ટોફી, કેન સૂપ, નુડલ્સ, તળેલું, ફ્રાઈ ફૂડ, જંક ફૂડ, ચિપ્સ ચોકલેટ, ચાનું સેવન ન કરવું. 

-આ બધા જ પદાર્થોમાં ઓક્સલેટ્સ હોય છે. જે પથરી થવાનું કારણ બને છે. આથી પથરીની સમસ્યા થવા પર તેને ન ખાવું જોઈએ. એટલે કે ટમેટા, પાલક, અંગુર, આંબળા, સોયાબીન, સોયા મિલ્ક, ચીકુ, કાજુ, ચોકલેટ, વટાણા, કાચા રાઈસ, અડદ અને ચણા, નટ્સ વગેરે ન ખાવા જોઈએ. 

-ઘણા પદાર્થમાં પથરી કરતા યુરિક એસીડ અને પ્યુરીન હેવા તત્વ હોય છે, આથી પથરીની સમસ્યા થી બચવા માટે તેનું સેવન ન કરવું જોઈએ. આ પદાર્થ-માસ, માછલી, રીંગણ, મશરૂમ, કોબી, ફ્લાવર વગેરે. 

-ઉચ્ચ ફોસ્ફરસ પદાર્થ થી પણ પથરી ના મામલે પરેજી રાખવી જોઈએ. તેમાં ચોકલેટ, નટ્સ, કાર્બોનેટેડ ડ્રિક્સ, દૂધ, પનીર, સોયા પનીર, ફાસ્ટ ફૂડ, વગેરે. 

-આ દરેક પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. વધુ પ્રોટીન, કેલ્શિયમ, ના કારણે પથરીનો દુખાવો વધી શકે છે. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment