સપનાનું ઘર ખરીદવું થયું આસાન.. 31 માર્ચ સુધી આટલી બેંકો આપી રહી છે ઘર ખરીદવા માટે સસ્તી લોન. જાણો ટકાવારી અને કેટલી રકમ મળે

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું એક સરસ મજાનું અને સુંદર ઘર હોય. અને તે ભાડાના મકાન માંથી છુટકારો મેળવે. પણ હાલ મકાનના ભાવ એટલા વધારે છે કે કોઈપણ સામાન્ય માણસને મકાન લેવું એટલે કે નેવા ના પાણી મોભે ચડાવવા બરાબર છે. આજના જમાનામાં ઘરનું ઘર કરવું ખુબ જ મુશ્કેલ ભર્યું છે. મધ્યમવર્ગીય લોકો માટે તો તે ખુબ જ કઠિનાઈ ભર્યું કામ છે. ત્યારે તમને જણાવી દઈએ કે દેશ એવી 10 બેંક છે જે સસ્તા દરે હોમ લોન આપે છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

જો તમે પણ ઘર લેવાનું પ્લાન બનાવી રહ્યા છો તો દેશની ઘણી બેંક તમને સસ્તા માં હોમ લોન ની સુવિધા આપી રહી છે. સસ્તી હોમ લોન થી તમને ઘરની ઇએમઆઈ દેવામાં ઘણી સુવિધા મળે છે. કોટક મહિન્દ્રા બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બંને એ હોમ લોનના વ્યાજ દર પર કાપ મુક્યો છે. ચાલો તમને દેશના સૌથી સસ્તા હોમ લોન આપતી બેન્કના વ્યાજ દર વિશે જણાવી દઈએ.

આ 10 બેંકોના વ્યાજ દર:

કોટક મહિન્દ્રા બેંક – 6.65% —– સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – 6.70%
સીટી બેંક – 6.75%   —–  HDFC  બેંક – 6.80%
યુનિયન બેંક – 6.80%.—–  પંજાબ નેશનલ બેંક – 6.80%
બેંક ઓફ બરોડા – 6.85%  —–  Axis બેંક – 6.90%   —–  ICICI બેંક -6.90%


બેન્કે કહ્યું કે બજારમાં સૌથી સસ્તી આપી રહ્યા છીએ લોન
તમને જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા બેંક એ 1 માર્ચ થી હોમ લોન નો વ્યાજ દર ઘટાડી દીધો છે. બેન્કે તેમાં 10 બેસીસ પોઈન્ટનો કાપ મુક્યો છે. જેના પછી હોમ લોન નો વ્યાજ દર ઘટીને 6.65% રહ્યો છે. બેન્કે દાવો કર્યો છે કે તેની આ ઓફર હોમ લોન માર્કેટ માં સૌથી સસ્તી છે.

31 માર્ચ સુધી મળશે આ સ્પેશીયલ ઓફર નો ફાયદો
આ સિવાય બેંકે એક જાહેરાત કરી છે કે આ એક સ્પેશીયલ ઓફર છે જે 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે.આ બધી લોન એકાઉન્ટ્સ માં લાગુ છે.પ્રાઈવેટ લેન્ડર એ કહ્યું છે કે વ્યાજ દર ઉધાર લેનારના ક્રેડીટ સ્કોર અને લોન ટુ વેલ્યુ રેશિયો થી સંબંધિત રહેશે.

SBI એ પણ ઘટાડ્યા વ્યાજ દર 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાજ દરમાં કાપ કરવાની ઘોષણા  કરી છે. SBI એ સિબિલ સ્કોર ના આધાર પર હોમ લોન માં 70% બેસીસ પોઈન્ટ એટલે કે લગભગ 0.7% ઘટાડો કરવાનું એલાન કર્યું છે. તેનાથી SBI ના હોમ લોન 6.70% થઈ ગયું હ્ચે, બેન્કે કહ્યું કે આ ઘટાડો માત્ર 31 માર્ચ 2021 સુધી રહેશે. આ સાથે જ 31 માર્ચ સુધી 100% પ્રોસેસિંગ ફીસ માફ કરવાની ઘોષણા કરી છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment