અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🥛 શા માટે લોકો ભોજન સાથે અથવા પછી છાશ પીવાનો આગ્રહ રાખે છે. 🥛
🥛 મિત્રો છાશને આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણીએ તો પણ કાઈ ખોટું નથી. ખાસ કરીને ગરમીની ઋતુમાં. પરંતુ મિત્રો તમે જોતા જ હશો કે ઘણા વર્ષોથી આપણે ત્યાં જમવાની સાથે છાશ પીવાની પરંપરા ચાલી આવે છે. એ પરંપરા આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
🥛 મિત્રો છાશ પીવાના અનેક ફાયદા છે. છાશમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમજ ચરબીનું પ્રમાણ પણ સાવ શૂન્ય હોય છે. કેલ્શિયમથી ભરપૂર હોય છે જેથી તે આપણા હાડકાને મજબૂત બનાવવા માટે આવશ્યક બની જાય છે. આ સાથે આપણા શરીરને સુડોળ અને મજબૂત બનાવે છે. છાશ શરીરને ઠંડક તો પહોંચાડે જ છે પણ સાથે સાથે શરીરમાં અન્ય રીતે પણ હિતકારી છે.
🥛 છાશ દૂધમાંથી બનતી પ્રોડક્ટ છે. પરંતુ ખાસ વાત તો એ છે કે દૂધની બનતી બધી જ પ્રોડક્ટમાંથી છાશ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો છાશ એવું પ્રવાહી છે જે સરળતાથી પચી જાય છે તેથી તેના બધા પોષકતત્વનો પૂરેપૂરો ફાયદો શરીર ઉઠાવી શકે છે. તો મિત્રો ક્યારેક જમતી વખતે અથવા તો જમ્યા બાદ છાશ પીવાનું ન ભૂલવું. તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે શા માટે જમતી વખતે અને જમ્યા બાદ દરેક ઘરોમાં છાશ પીવાય છે. અને જો પીવાય છે તો સ્વાભાવિક છે કે તેના ફાયદા હશે કંઇક તોજ આ પરંપરાનું પાલન કરતા હશે બધા. તો ચાલો જાણીએ છાશ પીવાના અદ્દભુત ફાયદાઓ વિશે.
🥛 ગામડામાં લોકો ખુબ જ અલગ રીતે જ છાશ બનાવતા હોય છે. જેના કારણે તેની ગુણવત્તા જળવાઈ રહે છે. મિત્રો તમારે છાશનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવવો હોય તો યાદ રાખજો કે તેની ગુણવત્તા ખૂબ જ મહત્વની છે. અને ગામડાની છાશ જૂની રીતથી બનાવવામાં આવે છે તેથી તેની ગુણવત્તા ખૂબ જ ઉંચી હોય છે અને એટલે જ તો ગામડાના લોકોમાં શહેરના લોકો કરતા વધારે સ્ટેમિના જોવા મળે છે.
🥛 મિત્રો ભોજન કરતી વખતે છાશ પીવાના સૌથી વધારે ફાયદા થાય છે
🥛 સ્ત્રીઓમાં મોનોપોઝના સમયે તેના ભોજનમાં છાશ અવશ્ય સમાવેશ કરવો જોઈએ. કારણ કે આપણે જોઈ ગયા કે છાશમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તે કેલ્શિયમની ઉણપને દૂર કરે છે. મોનોપોઝના સમયે ઘણી બધી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે, જેમ કે સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો વગેરે તો તેના માટે શરીરમાં પોષકતત્વની આવશ્યકતા ઉભી થાય છે. તો તેના માટે છાશ પીવી તે એક ખૂબ જ સારો વિકલ્પ છે.
🥛 મિત્રો દૂધમાંથી અનેક વાનગી બને છે. જેમ કે ઘી, પરંતુ તે આપણા શરીરમાં ચરબીની કમીને દૂર કરે છે. પરંતુ આજના સમયની જીવનશૈલીના કારણે આપણે તેનું પ્રોપર માત્રમાં સેવન લોકો નથી કરતા તેમજ તેને લઇને પછી એટલો વ્યાયામ પણ નથી કરતા કે તે સારી રીતે પચે, અને આપણને જરૂરી લાભ નથી મળતા. મળે તેની ઉંધી અસર થાય છે જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ જરૂરીયાત કરતા વધી જાય છે.
🥛 તેમજ આપણે જમવામાં વધારે તરલ પદાર્થનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે પણ ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે. પરંતુ ચરબીનું પ્રમાણ જો તમે ઓછું કરવા માંગતા હોય તો આજથી જ ચાલુ કરો ભોજન સાથે છાશ પીવાનું. કારણ કે છાશનું સેવન વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. તેના માટે વધારે કંઈ કરવાની જરૂર નથી માત્ર છાશમાં કાળા મરીનો થોડો ભૂકો નાખી તેનું સેવન કરવું.
🥛 જો છાશનું સેવન જમવાની સાથે કરવામાં આવે તો પેટની અનેક સમસ્યાઓ દુર થાય છે. જેમ કે અપચો, ગેસ, એસીડીટી. આ ઉપરાંત આપણે જો જમતી વખતે છાશ પીવામાં આવે તો જમવાનું જરૂરીયાત કરતા વધારે ખાઈ શકતા નથી જેથી પેટની સમસ્યા થવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. અને મિત્રો આપણા ચહેરાની સુંદરતાનું એક કનેક્શન આપણા પેટ સાથે પણ હોય છે જો પેટ સારું અને સાફ રહે તો સુંદરતા એટલી જ નિખરે છે. તેથી જ તો સાબિત થાય છે કે મિત્રો સૌથી અસરકારક ફાયદો જમવાની સાથે જો છાશનો ઉપયોગ કરશો તો તે તમારી સુંદરતા પણ વધારશે.
🥛 તેમજ છાશ આપના શરીરની અતિરિક્ત ગરમીને બહાર કાઢવામાં મદદ કરે છે. જેમ કે પરસેવો વાળીને જેના કારણે તમારી ત્વચા ખીલેલી લાગશે. આ ઉપરાંત તમે તેનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે જો તમારે વાળ ખરવાની સમસ્યા છે તો છાશથી બે દિવસ માથું ધોવો અને પછી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.
🥛 અને જો તમે સમયથી પહેલા જ તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય અને તમે તેને દૂર કરવા માગતા હોય તો છાશ એક ખૂબ જ સારો પ્રાકૃતિક ઉપચાર છે. તેના માટે તમે ચણાના લોટમાં છાશ નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવશો તો તેનાથી લાભ થશે. જો તમે ચહેરાના ડાઘને દૂર કરવા માંગતા હોય તો છાશથી ચહેરો ધોવાનું ચાલુ કરો અને પછી જૂઓ ધીમે ધીમે તમારો ચહેરો કેવો ખીલી ઉઠશે.
🥛 જો તમારી પાચન શક્તિ નબળી છે તો તમારે જમવાની સાથે આ રીતે છાશનું સેવન અવશ્ય કરવું જોઈએ. શેકેલું જીરૂ, કળા મારી અને સિંધાલુણ મીઠું આ ત્રણેય વસ્તુને મીક્ષ્યરમાં પીસીને તેનું ચૂરણ બનાવી લો અને પછી તે છાશમાં નાખીને તે ચૂરણવાળી છાશનું સેવન ભોજન સાથે કરો અને પછી જૂઓ કઈ રીતે તમારી પાચનની કાર્યક્ષમતા વધી જાય છે.
🥛 ગરમી લાગવાથી અથવા તો લૂ લાગવાથી જો કોઈ શારીરિક સમસ્યા તમને થતી હોય તો ભોજનની સાથે જો છાશનું સેવન કરવામાં આવે તો તે આપણને લૂ લાગવાની સમસ્યાથી તેમજ અન્ય ગરમી લાગવાની સમસ્યાથી તે બચાવી શકે છે. આ ઉપરાંત જો તમને આંખમાં બળતરા થતી હોય તો પણ છાશનું સેવન તેમાં રાહત આપે છે.
🥛 મિત્રો કમળા જેવા રોગમાં છાશનું સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
🥛 મિત્રો છાશમાં રહેલ કેલ્શિયમમાંથી હાડકા મજબૂત બને છે અને તેથી જ આપણા સાંધાના દુઃખાવામાં તે રાહત આપી શકે છે.
🥛 જો તમે છાશનું નિયમિત સેવન કરો છો તો કેન્સર અને કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો ઓછો થઇ જાય છે. છાશમાં બાયોએક્ટીવ પ્રોટીન હોય છે જે કોલેસ્ટ્રોલને તો ઘટાડે જ છે પરંતુ સાથે સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
🥛 છાશ ભલે દેખાય સાવ સામાન્ય પ્રવાહી જેવી પરંતુ હકીકતમાં છાશ પૌષ્ટિકતાથી ભરપૂર છે.તેમાં પોટેશિયમ અને વિટામીન બી તેમજ પ્રોટીનની માત્ર પણ રહેલી છે. જેના કારણે જો છાશનું ભોજન સાથે નિયમિત સેવન કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.
🥛 સવારના સમયે ભોજનમાં જો છાશ લેવામાં આવે તો તેનો લાભ સૌથી વધારે મળે છે. આ ઉપરાંત રાત્રીના સમયે છાશ ન પીવી જોઈએ.
🥛 તો મિત્રો છેને છાશના અદભૂત ફાયદાઓ તો મિત્રો આજથી ભોજનમાં ભલે અન્ય વસ્તુ ભૂલાય જાય પરંતુ છાશ પીવાનું ક્યારેય ન ભૂલાય તેની કાળજી લેવી કારણકે તે તમને અનેક રીતે ઉપયોગી થશે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ