ધ્યાન કરવા છતાં પરિણામ નથી મળતું ? જાણો ફોકસ કરવાની સાચી રીત અહી ..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🎯 ફોકસ….🎯

💁 ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે આપણું ધ્યાન ખુબ જ ભટકી જતું હોય છે. તેના કારણે આપણે આપણા કામ પર પણ ફોકસ નથી કરી શકતા. કેમ કે આપણે જ્યારે તે કામ પર બેઠા હોઈએ ત્યારે આપણા મગજમાં કંઈક બીજા જ વિચાર ચાલતા હોય છે અને આપણે કામ પર ધ્યાન આપી શકતા નથી.

💁 ત્યારે આપણે પણ ન જાણતા હોઈએ કે  કંઈ એવી વસ્તુ છે જેના માટે આપણું મન વારંવાર ભટક્યા કરતુ હોય છે. તો અમે આજે લાવ્યા છીએ એક ધ્યાન થવાના ઉપાયો.

🕵 જો આપણું ધ્યાન એક જગ્યા પર નથી લાગતું અને અલગ અલગ જગ્યા પર ભટક્યા કરે છે અને તેને તે પણ ખબર નથી હોતી કે તે કંઈ વસ્તુ માટે ભટક્યા કરે છે.

💁‍♂️ આપણે એક વાર્તા જોઈએ ત્યાર પછી આપણે જાણીએ કે ધ્યાન શું છે. અને આ ટેકનીક દુનિયાના લગભગ બધા જ મહાન લોકો છે તે અપનાવે છે.

 Image Source :

🧙‍♂️ એક વખતે એક શહેરમાં સર્કસ ચાલી રહ્યું હતું. તે સર્કસમાં એક વ્યક્તિ વાઘને અલગ અલગ સ્ટંટ કરાવીને તેને વશમાં કરતો હતો. એક છોકરો આ બધું જોઈને ખુબ જ હેરાન હતો. કેવી રીતે એક નાની એવી લાકડી દ્વારા આ માણસ આખા વાઘને હેન્ડલ કરી શકે છે.

🧙‍♂️ સર્કસમાં તે ખેલ પૂરો થયા બાદ પેલો છોકરો તે માણસને મળવા માટે ગયો. અને ત્યાં જઈને તે માણસને પ્રશ્ન પૂછ્યો કે તમે આ કેવી રીતે કર્યું ? અને આ કેવી રીતે પોસીબલ છે ? તે મને તમેં જણાવો પ્લીઝ.

🐯 પછીએ માણસ છોકરાને એક પીંજરા પાસે લઇ ગયો અને ત્યાં એક નવો વાઘ બંધ હતો. તે માણસ એક સ્ટુલ લઈને પીંજરાની અંદર ચાલ્યો ગયો. તે માણસને અંદર જોઇને વાઘ તરત જ માણસને મારવા માટે ત્રાડ પાડી. પરંતુ તે વ્યક્તિએ ખુબ જ આરામથી તે સ્ટુલને પીંજરાની અંદર વાઘની સામે રાખી દીધું. હવે વાઘનું બધું જ ધ્યાન ટેબલના પાયા પર કેન્દ્રિત થઇ ગયું. પરંતુ વાઘ કોઈ એક પાયા પર પોતાનું ધ્યાન લગાવી શકતો ન હતો. અને તે વ્યક્તિએ થોડી જ વારમાં તે વાઘ પર કાબુ મેળવી લીધો.

 Image Source :

🐯 ત્યાર પછી તે વ્યક્તિએ પેલા છોકરાને કહ્યું, કે જેમ વાઘ એક પાયા પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો તેમજ આપણે પણ જીવનમાં કોઈ એક વસ્તુ પર ફોકસ નથી કરી શકતા. અને ધીમે ધીમે વાત આપણી સમજ બહાર થઇ જાય છે.

🙎 ત્યાર પછી એવું બને કે કોઈ બીજી જ વ્યક્તિ આપણી પર કાબુ મેળવી લે છે અને આપણી પાસેથી કામ કઢાવે છે.  આપણને પણ વાઘની જેમ નચાવે છે. વાઘની જેમ ધ્યાન ભટકવાને કારણે આપણું લક્ષ આપણે ભૂલી જઈએ છીએ. અને તેના કારણે આપણે જીવનમાં સફળ નથી થઇ શકતા.

🎯 મિત્રો એક નોર્મલ માણસ એક જ ટાર્ગેટ પર ફોકસ કરીને આગળ વધે તો તે પણ એક સફળ વ્યક્તિ બની શકે છે. “Concentration is the key of SUCCSESS.”

 Image Source :

🎯  સ્વામી વિવેકાનંદજી રોજ સવારે વહેલા ઉઠીને પોતાના બંધ રૂમમાં અંધારું કરીને એક દીવો પ્રગટાવીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. આ ખુબ જ આસાન તરીકો છે અને આ ટેકનીક કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એવું જરૂરી નથી કે આપણે કોઈ દીવા પર જ ફોકસ કરવું પડે. આપણી આજુ બાજુમાં કોઈ પણ એવું વસ્તુ હોય તેના પર આપણે ફોકસ કરી શકીએ છીએ. બસ આપણા મગજમાં બીજો કોઈ વિચાર ન આવવો જોઈએ.

🎯 થોડા જ દિવસોમાં આપણને એવા રિઝલ્ટ્સ મળશે કે આપણે હેરાન રહી જશું. આ એક સાયન્ટીફીક ઉપાય છે. તેનાથી આપણું મગજ સ્થિર થાય છે અને આપણી સમજવાની અને વિચારવાની શક્તિ મજબુત થાય છે. આ એક વાર ટ્રાય કરો ખુબ જ અસરકારક છે.  

 Image Source :

💁 દરેક વ્યક્તિ આ ટેકનીક આપ્નાવે તો તેના માનસિક સ્વભાવમાં પણ ખુબ જ વધારો થાય છે. કોઈ મેન્ટલ પ્રોબ્લેમ વાળા વ્યક્તિને આ પ્રયોગ કરાવવામાં આવે તો તેની સમજ શક્તિમાં પણ સુધારો આવે છે અને ધીમે ધીમે તે વ્યક્તિ સારો પણ થઇ જાય છે.

💁 ધ્યાન દ્વારા તમે જે ઈચ્છો તે પણ મેળવી શકાય છે તેના વિશે આપણે આગળનો આર્ટીકલ વાંચવો પડશે તે આર્ટીકલ વાંચવા માટે કોમેન્ટ માં લખો Next part વધારે લોકો ની કોમેન્ટ આવશે તો અમે જરૂર તેના પર આર્ટીકલ લખીશું .

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

5 thoughts on “ધ્યાન કરવા છતાં પરિણામ નથી મળતું ? જાણો ફોકસ કરવાની સાચી રીત અહી ..”

Leave a Comment