આપણે ઘણી વાર ડોક્ટરની પાસે જઈએ તો તે સલાહ આપતા હોય છે કે ઘી અને માખણ ખાવું ન જોઈએ. પરંતુ આયુર્વેદ અનુસાર માખણ જેવું આ દુનિયામાં કોઈ ખોરાક નથી. કેમ કે તે ફેટ વાળું છે છતાં પણ ખુબ સરળતાથી પચી જાય છે.
મિશ્રી અને માખણ એ લો બ્લડ પ્રેશરની સૌથી સારી દવા છે. માખણ અને મિશ્રી આપણને બહાર પણ મળે છે પરંતુ તે નથી ખાવાના માખણ હંમેશા આપણે ઘરે બનાવીને જે તૈયાર કરીએ તે જ ખાવાનું છે. તેનાથી આપણો લો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ સંપૂર્ણ સોલ્વ થઇ જાય છે.
હંમેશા માખણ આપણા ઘરે બનાવેલું લેવાનું છે અને તે પણ કંઈ રીતે રાત્રે દહીં મેળવી દેવાનું અને અને સવારે તેને હલાવીને તેમાંથી નીકળતું માખણ હોય છે તે. અને તેમાં મિશ્રી મિક્સ કરીને આપણે ભોજન સમયે પણ લઇ શકીએ છીએ. તેનાથી આપણા સ્વાદમાં પણ વધારો થાય છે અને આપણી પાચન શક્તિમાં પણ ખુબ જ અસરકારક રીતે પછી જાય છે.
આ એક પ્રકારનો ડાયટ પ્લાન જ કહેવાય છે કેમ કે આ ડાયટ પ્લાન આજકાલનો નથી ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પણ આ ડાયટ પ્લાન કરતા હતા. કેમ કે શ્રી કૃષ્ણ રોજ સવારે આ માખણ અને મિશ્રી બંને ખાતા હતા. અને તેની તાકાત દ્વારા કંસને તેમણે માર્યો હતો. એટલા માટે આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે માખણ અને મિશ્રી એ લો બ્લડ પ્રેશરની સૌથી સારી અને અસરકારક દવા છે.
એટલે અહિયાં તેનો મતલબ અમે એવો કહેવા માંગીએ છીએ કે માખણ અને મિશ્રી બને તેટલું ખાવું જોઈએ. જેમ બને તેમાં તેને આપણે ખોરાકમાં સ્થાન આપવું જોઈએ. માખણ ખાવાથી ક્યારેય પણ કોઈ પણ ડોક્ટર ના કહે તો પણ ડર્યા વગર ખાવું જોઈએ. કેમ કે આયુર્વૈદનું કહેવું એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ખાતા તો તેને પણ કંઈ પ્રોબ્લેમ ન હતો. તો આપણી જેવા સામાન્ય લોકોને ક્યારેય પણ કોઈ તકલીફ થતી નથી.
આપણને એક પ્રશ્ન થાય કે તો પછી ડોક્ટર માખણ ખાવા માટેની ના શા માટે કહે છે. ડોક્ટર એટલા માટે ના કહે છે કેમ કે તેને માખણ વિશે ભણાવવામાં નથી આવતું એટલા માટે. કેમ કે માખણ તો માત્ર ભારતમાં જ થાય છે અને ડોક્ટરનો જે સિલેબસ હોય છે અમેરિક અને યુરોપિયન છે. અને ત્યાં જે માખણ મળે તે ડેરી દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું હોય છે. તે માખણ આપણા શરીરનું કોલેસ્ટ્રોલ વધારે છે. પરંતુ આપણા ભારત દેશમાં જે દહીંમાંથી જ બનાવવામાં આવતું માખણ સૌથી જલ્દી ડાયજેસ્ટ થવા વાળું ફેટ છે. દેશી માખણ પહેલા કોઈ પણ વસ્તુ હોય તે આપણા પેટમાં પચતી નથી. માખણ સૌથી પહેલા આપણા શરીરમાં હજમ થઇ જાય છે.
જો માખણની સાથે મિશ્રી મિક્સ થઇ જાય તો તે એટલા બધા ગાઢ મિત્રો છે તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. તે બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો બંને એટલા ગુણકારી છે કે આપણે જીવનભર દવા લેવી જ ન પડે. જો પરિવારમાં કોઈ નાનું બાળક હોય તો તેને રોજ માખણ અને મિશ્રી ખવરાવો ભવિષ્યમાં પણ કયારેય કોઈ રોગ નહીં આવે નાના બાળકોને કાળા મરી, માખણ મિશ્રી વગેરે વસ્તુ ખવરાવવામાં આવે તો ક્યારેય પણ તેવા બાળકો બીમાર પડતા નથી.
જો માખણ, મિશ્રી અને કાળા મરી આ ત્રણેયને મિક્સ કરીને ખાવામાં આવે તો તે લાજવાબ ઔષધી છે. નાના બાળકો હોય કે યુવાન હોય બધા લોકોને ખુબ જ લાભદાયક રહે છે. આ ત્રણેયનું સેવન જો સવારે નાસ્તામાં કરવામાં આવે તો તેનો આપણે સારો એવો લાભ લઇ શકીએ છીએ.
મિશ્રી હોય છે તે ખાંડમાંથી નથી બનતી તે સાંકરમાંથી બને છે. ખાંડ બનાવવાની પ્રોસેસ ખુબ જ અલગ છે અને મિશ્રી બનાવવાની પ્રોસેસ પણ ખુબ જ અલગ છે. મિશ્રી બજારમાંથી ખરીદો તો પણ તેમાં ધ્યાન રાખવું કે દોરા સાથે જે બાંધેલી હોય છે તે મિશ્રી લેવી જોઈએ. જો મિશ્રી પણ ન મળે તો ગોળ અને માખણ સાથે ખાવું જોઈએ. તેનાથી પણ એટલો જ ફાયદો થાય છે.
લો બ્લડ પ્રેશરમાં આ પ્રયોગ કરવાથી ખુબ સારું એવું રીઝલ્ટ તુરંત મળે છે કે મેડીકલમાં મળતી એક પણ દવાથી નથી મળતું. એટલા માટે જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેને માખણ અને મિશ્રી ખાવા જોઈએ તેનાથી આપણી બધી જ એમ્યુંન સિસ્ટમ સક્રિય રહે છે. અને માત્ર લો બ્લડ પ્રેશર હોય તે વ્યક્તિને ખાવું તે જરૂરી નથી. પરંતુ બધા નાના મોટા બધા લોકોને માખણ અને મિશ્રી ખાવા જોઈએ જેનાથી સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે છે.
આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
મદદગાર.