કલાકો સુધી ખુરશીમાં બેસવાથી હાડકા બની જાય છે ખોખલા, થઈ શકે છે આ ગંભીર અને ઘાતક રોગો… 20 થી 30 વર્ષમાં શરીરની કરે છે આવી હાલત

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે, મોટાભાગના લોકોને ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે. જો કે કામ કરવું જરૂરી છે. પરંતુ લાંબો સમય એટલે કે કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાથી તમારા શરીરની દશા બદલાય જાય છે. એટલે સુધી કે તમારી નાની ઉંમરે તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો તો જાણી લઈએ કલાકો સુધી ખુરશી પર બેસવાથી તમને કંઈ કંઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આખો દિવસ ખુરશી પર બેસવું, ફોન-લેપટોપનો વધારે ઉપયોગ અને ખરાબ સ્લીપિંગ પોઝિશન આપણા બોડી પોશ્ચર માટે ઘાતક સાબિત થઈ શકે છે. એક્સપર્ટ એક ગ્રાફિક પીકચરની મદદથી જણાવ્યું છે કે, જો આપણે આપણા ખરાબ બોડી પોશ્ચરને આ પ્રકારે જ નજરઅંદાજ કરતાં રહીશું તો ભવિષ્યમાં તેના ખુબ જ ખરાબ પરિણામ થશે. આપણે કેવી રીતે બેસીએ છીએ, કેવી રીતે ટેક્સ્ટ કરીએ છીએ, અને કંઈ રીતે સૂઈએ છીએ તે પણ આ બધી જ વાતોની અસર સીધી બોડી પોશ્ચર પર થાય છે. જો આ ખરાબ આદતો 20 થી 30 વર્ષ સુધી એકધારી આમ જ રહે તો બોડીનું પોશ્ચર ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.

ટેક્સ્ટ નેક : ટેક્સ્ટ નેક એક રિપિટેટિવ સ્ટ્રેસ ઈંજરી અથવા ગરદનની પોઝિશનથી જોડાયેલી સમસ્યા છે. આ સમસ્યા મોબાઈલ ફોન અથવા સ્માર્ટ ગેજેટના ઉપયોગથી ગરદન કલાકો સુધી ઝૂકેલી રહે છે તેની સાથે જોડાયેલી છે. ગરદનની ખરાબ પોઝિશનથી સર્વાઇકલ સ્પાઇન કંપ્રેશનનું જોખમ વધી શકે છે અને સંકુચિત રિઢ હાથ અને આંગળીઓમાં દુખાવા કે ખાલી ચડવાનું કારણ બને છે. આથી તમારી આ સ્થિતિ તમને ઘણી ગંભીર સમસ્યામાં મૂકી શકે છે. બને ત્યાં સુધી આ આદતને દુર કરવી જોઈએ.

કાઇફોસિસ : આ ગ્રાફિક પિક્ચરમાં રીઢના ઉપરી ભાગની વક્રતાને વધતી દેખાડવામાં આવી છે. આ સમસ્યા સામાન્ય રીતે એ લોકોને થતી હોય છે જે લાંબા સમય સુધી ડેસ્ક અથવા ખુરશી પર બેસેલા રહેતા હોય NHS મુજબ ખુરશી પર કલાક સુધી બેસવાથી, કમર વાળેલી રાખવાથી અથવા પીઠ પર ભારે બેગ ટિંગાડવાથી પણ કાઇફોસિસની સમસ્યા વધી શકે છે. જે લોકો ખુબ જ લાંબો સમય ડેસ્ક પર બેસે છે, ખુરશી પર બેસે છે તેને થઈ શકે છે.

સૈડ શોલ્ડર : ગ્રાફિક પિક્ચરમાં બંને ખભાને આગળની તરફ જુકેલા દેખાડવામાં આવ્યા છે. તેનાથી લોકોની પીઠ છાતી વાળા ભાગને સરખી રીતે ફેલાવા દેતી નથી અને તેનાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ ખરાબ પોશ્ચર દુખાવો, પેટનું ફૂલવું અને માથાના દુખાવાનું કારણ પણ બની શકે છે.

પોળી નામના આ ગ્રાફિક પિક્ચરને પોશ્ચર એક્સપર્ટ ઈવાના ડેનિયલે મૈટ્રેસ સ્પેશિયાલિસ્ટ Time4sleep સાથે મિક્સ કરીને ડિઝાઇન કર્યું છે. જેથી બ્રિટેનમાં ખરાબ પોશ્ચર તરફ આગળ વધી રહેલા લોકોને જાગૃત કરી શકાય. Time4sleep હાલમાં જ જોયું કે બ્રિટેનમાં લગભગ 70 ટકા લોકો કમરના દુખાવા અને 67 ટકા લોકો ગરદનમાં દુખાવાની સમસ્યાથી જજૂમી રહ્યા છે.

બોડી પોશ્ચરમાં કંઈ રીતે આવશે સુધાર ? : તે માટે શરૂઆતથી જ બાળકોને સીધી કમર રાખીને બેસવાની સલાહ આપવામાં આવે છે, જો કે સ્ટ્રેંથ અને સ્ટ્રેચ એકસરસાઈઝ દ્વારા પણ તેમાં સુધારો કરી શકાય છે. સાથે જ સ્લીપિંગ પોઝિશનમાં પણ સુધારો કરવો જરૂરી છે. રાત્રે સૂતા સમયે તમારું માથું છાતી અને લીવર બેકની સિદ્ધમાં રાખવું. તેનાથી રિઢ થયેલ હાડકામાં ગેર સ્વાભાવિક રીતે થતાં કર્વનું જોખમ ઓછું રહે છે. આમ તમારે શરીરને લગતી તકલીફો દુર કરવા માટે તેમજ ભવિષ્યમાં આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ માટે શરીરને બને એટલું વ્યવસ્થિત રાખવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment