સામાન્ય લાગતા હાડકાના દુખાવાને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નહિ તો થઈ શકે છે આવી ખતરનાક બીમારી… મોટાભાગના લોકો કરે છે આ ભૂલ..

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને હાડકાઓને લગતી તકલીફ થઈ ગઈ છે. જો કે જયારે હાડકાનો દુખાવો દુર નથી થતો એટલે આપણે તેને અર્થરાઈટીસ સમજવા લાગીએ છીએ. આથી તમને જો હાડકાનો દુખાવો હોય તો તેનો યોગ્ય ઈલાજ કરાવવો જોઈએ.

બોન કેન્સર એટલે કે હાડકાનું કેન્સર એક એવી ખતરનાક બીમારી છે જેના પર બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે. બોન કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ હાડકામાં થતા દુખાવા છે. પરંતુ અક્સર લોકો હાડકામાં થતા દુખાવાને અર્થરાઈટીસની સમસ્યા સમજી લે છે. ચાલો તો આપણે જાણી લઈએ બોન કેન્સરના કારણો અને લક્ષણો.

આજકાલ ભાગતી જિંદગીમાં લોકોને પોતાના માટે પણ સમય નથી મળતો. જેને કારણે અનેક બીમારીઓ થવા લાગે છે. ઘણી એવી ગંભીર બીમારીઓ પણ છે જેના લક્ષણ પહેલા દેખાતા નથી, અને પછી તેને કંટ્રોલ કરવા મુશ્કેલ થઈ જાય છે. તેમાંથી એક છે બોન કેન્સર, બોન કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. પણ મોટાભાગના કિસ્સામાં તે પેલ્વીસ, આર્મ્સ અને પગના લાંબા હાડકાઓમાં થાય છે. બોન કેન્સર ખુબ જ ધીમું છે જેના લક્ષણ માત્ર બહુ ઓછા દેખાય છે.

બોન કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ હાડકાઓમાં દુખાવો છે. સમયની સાથે આ દુખાવો ખુબ જ વધી જાય છે. પરંતુ ઘણી વખત લોકો હાડકાઓમાં થતા આ દુખાવા તરફ ધ્યાન નથી આપતા. ઘણા લોકો બોન કેન્સરને અર્થરાઈટીસ અથવા સ્ટ્રેન સમજવાની ભૂલ કરે છે.

કેટલા પ્રકારના હોય છે હાડકાઓના કેન્સર : કોડ્રોસારકોમા, ઈવિંગ સરકોમાં, ઓસ્ટીયોસાક્રોમા.

બોન કેન્સરના લક્ષણો : હાડકાઓમાં દુખાવો, પ્રભાવિત ભાગમાં સોજા થવા, હાડકાઓનું કમજોર થવું અને સરળતાથી તૂટી જાવું, અચાનક વજન ઓછું થવું, થાક.

કેટલા સમયમાં થયા છે બોન કેન્સરનો દુખાવો : બોન કેન્સરનો દુખાવો હંમેશા બન્યો રહે છે. પરંતુ કેટલાક મુશ્કેલ કામ કરવાથી એટલે કે શારીરિક મહેનત કરવાથી તે વધી જાય છે. મુશ્કેલ કસરત અને હેવી વેટ લીફટીંગથી આ દુખાવો વધી શકે છે. બોન કેન્સર વધવાથી તેનાથી થતો દુખાવો એ સમયે વધી શકે છે જયારે તમે આરામ કરો.

બોન કેન્સરના અન્ય લક્ષણો : તાવ, વધુ પડતો પરસેવો થાવો, રેડનેસ અને જલન, હાડકા પર અથવા તેની આસપાસ ગાંઠ.

ડોક્ટર પાસે ક્યારે જવું : જયારે તમને હાડકામાં અને સાંધામાં કોઈ પણ કારણ વગર એક અઠવાડિયાથી ઉપર સતત દુખાવો થતો હોય ત્યારે તમારે ડોક્ટર પાસે જાવું જોઈએ.

આમ જયારે તમને હાડકાઓના કાયમી દુખાવાનો સામનો કરવો પડે ત્યારે તેને અર્થરાઈટીસ ન સમજતા સમયસર તેનું નિવારણ લાવવું જોઈએ. કારણ કે સમય રહેતા તમે તેનો ઈલાજ નહિ કરાવો તો આ દુખાવો વધી શકે છે. આથી હાડકામાં થતા દુખાવાને નજરઅંદાઝ ન કરતા તેનો સચોટ ઈલાજ કરાવવો જરૂરી છે. તેમજ તમને તેમાંથી કોઈ લક્ષણ દેખાય તો તેને અવગણશો નહિ. ડોક્ટર પાસે જઈને તેનો સચોટ અને યોગ્ય ઈલાજ કરાવવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment