ચહેરાને સુંદર બનાવવા માટે આપણે અનેક નુસ્ખાઓ અપનાવીએ છીએ. પરંતુ ચહેરાને બદસૂરત બનાવવામાં જો કોઈ અવરોધરૂપ હોય તો તે છે બ્લેકહેડ્સ. આ બ્લેકહેડ્સના કારણે ચહેરો ખુબ જ ખરાબ દેખાય છે. જ્યારે તમે પણ આ બ્લેકહેડ્સને દૂર કરવા માટે અનેક ઉપાયો કર્યા હશે. પરંતુ જો તમને તેમાં સફળતા ન મળી હોય, તો એક વખત અપનાવી જુઓ આ ઘરેલુ નુસ્ખાઓ.
જેમ કે તમે જાણો જ છો કે નાકની આજુબાજુના વિસ્તારમાં બ્લેકહેડ્સ વધુ જોવા મળે છે. શું તમે જાણો છો કે આ બ્લેકહેડ્સની સમસ્યા કેમ થાય છે ? તો તમને જણાવી દઇએ કે આ સમસ્યા બંધ છિદ્રો અને તેમાં રહેલા ગંદકીને કારણે થાય છે.કાળા નાના ડાઘ જેવા દેખાતા આ બ્લેકહેડ્સ તમારા ચહેરાની સુંદરતા બગાડે છે. જો તમે પણ બ્લેકહેડ્સ વિશે ચિંતિત છો અને કાયમ માટે તેનાથી પીછો છોડાવવા માંગો છો. તો તમે આ બ્લેકહેડ્સને કાયમ માટે બાય-બાય કહેવા માટે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. તો આજે જ જાણી લો તેનાથી છૂટકારો મેળવવાના કેટલાક સરળ રસ્તાઓ છે.
સૌથી પહેલો ઉપાય : એક ચમચી બેકિંગ સોડા લો અને તેમાં ગુલાબજળ અથવા પાણીને મિક્સ કરો, તેની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા નાક અને તેની આસપાસની જગ્યા પર સારી રીતે લગાવો. જો તમારા કપાળ પર બ્લેકહેડ્સની સમસ્યા છે, તો તમે તે ભાગ પર પણ લગાવી શકો છો. સૂકાયા પછી તેને ખેંચીને અથવા આંગળીઓથી હળવા હાથે ઘસવું અને પછી તેને પાણીથી ધોઈ નાખો.
બીજો ઉપાય : બ્લેકહેડ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે ટૂથપેસ્ટની સાથે સાફ અને નરમ ટૂથબ્રશની જરૂર પડશે. તમારા નાક પર ટૂથપેસ્ટને સારી રીતે લગાવો અને પછી તેને બ્રશથી થોડું ઘસો. લગભગ બેથી ત્રણ મિનિટ સુધી આ ક્રિયા કરો અને પછી તમારા ચહેરા ધોઈ નાખો. થોડા દિવસ આ પ્રયોગ દરરોજ કરવાથી તમારા નાક પરથી જલ્દીથી બ્લેકહેડ્સ દૂર થઈ જશે. ત્રીજો ઉપાય : તમે ખાંડ અને મધની મદદથી કુદરતી સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આ તમારી ત્વચાને નરમ કરશે. આ માટે, તમે 1 ચમચી ખાંડ અને 1 ચમચી મધ મિક્સ કરો. હવે તેને તમારા નાક પર અને બ્લેકહેડ્સના અન્ય સ્થળો પર લગાવો, ત્યારબાદ તેને બે મિનિટ સુધી આંગળીઓથી ઘસો, પછી પાંચ મિનિટ પછી ધોઈ નાખો.
ચોથો ઉપાય : બેથી ત્રણ સક્રિય ચારકોલ કેપ્સ્યુલ્સમાં ખુબ જ સારી રીતે બ્રેક કરો અને તેમાં એક ચમચીનો ચોથો ભાગ જેટલો ફેવિકોલ અથવા તો જેલેટીન ઉમેરો. હવે વિટામિન ઇ ની કેપ્સ્યુલ લો અને તેને કાપીને તેમાં રહેલા તેલને કાઢો અને મીક્ષ્યરમાં મિક્સ કરી લો. હવે તેને તમારા નાક અને તેની આસપાસના બાકીના ભાગ પર સારી રીતે લગાવો. જ્યારે તે 10 મિનિટ પછી સૂકાઈ જાય, પછી તેને કાઢી નાખો.પાંચમો ઉપાય : તમે તમારા પોતાનું સ્ક્રબ બનાવીને ઓટમીલથી બ્લેકહેડ્સ પણ દૂર કરી શકો છો. આ માટે, તમારે ઓટમીલના 2 ચમચી જેટલું લેવું, પછી તેને બરછટ રીતે ગ્રાઇન્ડ કરવું. તેમાં પૂરતા પ્રમાણમાં દહીં અથવા તો મધ નાખો. આ મિશ્રણને બ્લેકહેડ્સ વાળી જગ્યાએ લગાવો અને પછી તેને હળવા હાથે બે કે ત્રણ મિનિટ સુધી હાથથી ઘસો અને પછી તેને ધોઈ નાખો. અઠવાડિયામાં લગભગ બેથી ત્રણ વાર આ પેસ્ટનો ઉપયોગ કરો અને બ્લેકહેડ્સ ટૂંક સમયમાં દૂર થઈ જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી