જાણો શું છે બ્લેક ફંગસ નામનો આ રોગ ? કોરોના સાથે મળીને કેમ લઈ રહ્યો છે લોકોના જીવ…..

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ કોરોનાએ પોતાનું રૂપ બદલીને ફરીથી ખતરનાક સાબિત થઈ રહ્યો છે. જ્યારે આ કોરોનાની વધુ અસર બ્રિટન અને અમેરિકામાં જોવા મળી રહી છે. કોરોનાનું આ ફંગસ રૂપ લોકોનો વધુ ભોગ લઈ રહ્યો છે. તેથી જ તમારા મનમાં એવો સવાલ થતો હશે કે, આ બ્લેક શું છે ? કેવી રીતે થાય છે ? તેની કેવી અને કેટલી અસર લોકો પર થાય છે ? માણસ તેમાંથી બચી શકે છે કે નહિ ? વગેરે સવાલો તમને થાય છે. આ સવાલોના જવાબ અમે તમને આ લેખમાં જણાવશું.

એવું જાણવામાં આવ્યું છે કે, આ બ્લેક ફંગસની અથવા તો મ્યુકોરમાઈકોસીસ નામની બીમારી જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને વધુ થાય છે. જ્યારે તે કોરોના દર્દીઓમાં પણ જોવા મળી રહી છે. આ વિશે જાણવા મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારે એક એડવાઈજર બહાર પાડી છે. જેમાં બ્લેક ફંગસના લક્ષણો જણાવીને લોકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે.  જો કે આ એડવાઈજર ડોક્ટરો માટે જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પહેલા જે કોરોનાથી કમજોર થઈ ગયા લોકો છે તેમને આ દુર્લભ સંક્રમણ થાય છે. બ્લેક ફંગસ એટલા માટે પણ ખતરનાક છે. કારણ કે, તેમાં 50% લોકો મૃત્યુ પામે છે અને જો તેનાથી બચી ગયા પછી પણ લોકોની આંખની રોશની જતી રહે છે અથવા તેનો ચહેરો વિકૃત થઈ જાય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, આ ફંગસના કેસ અમદાવાદ અને રાજકોટ પછી હવે દિલ્હી અને મુંબઈમાં પણ જોવા મળ્યા છે. દિલ્હીમાં આવેલા કેસમાંથી લગભગ અડધા લોકોની આંખની રોશની જતી રહી છે. તો શું હવે કોરોના પછી કોઈ નવી બીમારી દુનિયાને હલાવી દેશે. આ બીમારી પહેલેથી અસ્તિત્વમાં હતી પણ તેને કેસ આટલા ન હતા.વાસ્તવમાં આ ફંગસ જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોય તેમને વધુ થાય છે. જો કે, કોરોનાના કારણે ઘણા લોકો કમજોર થઈ ચુક્યા છે. તેના કારણે ફંગલ ઇન્ફેકશન પણ વધ્યું. જ્યારે પહેલેથી આ બીમારી કીમોથેરેપી, અનિયંત્રિત શુગર, કોઈ પણ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થયેલ લોકો અને વડીલોને વધુ અસર કરતી હતી.

આ સિવાય તમને જણાવી દઈએ કે, આ બીમારી મ્યુકોરમાઈસાઈટ્સ નામના ફન્ફૂદમાંથી થાય છે. આ ફન્ફૂદ નાક મારફતે શરીરના બાકીના અંગોમાં જાય છે. સામાન્ય રીતે આ ફંગસ હવામાં હોય છે અને શ્વાસ લેતી વખતે નાકમાં આવે છે. ઘણી વખત શરીરના કાપેલા ભાગ પર અથવા તો દાઝેલા અંગમાંથી પણ શરીરમાં ફેલાઈ છે. એટલે કે નાક તેના પ્રવેશની મુખ્ય જગ્યા છે. પણ તે શરીરના કોઈ પણ ભાગ પર આક્રમણ કરી શકે છે.આ સિવાય તમને જણાવી દઈએ છીએ કે, બ્રેડ પર જે કાળા રંગની પરત જોવા મળે છે. જે વાસ્તવમાં આ જ ફન્ફૂદ છે. આ વૃક્ષ અથવા તો કોઈ પણ સડેલી વસ્તુઓ પર જોવા મળે છે. તેના સંપર્કમાં આવવાથી તે ખુબ ઝડપથી શરીરમાં પ્રવેશ કરે છે. જો શરૂઆતમાં તેની ઓળખ થઈ અને યોગ્ય સમયે તેનો ઈલાજ શરૂ થઈ જાય તો જીવ બચી શકે છે. નહીંતર તેમાં મૃત્યુ પણ થઈ શકે છે.

આથી તમને અમે સાવચેત કરીએ છીએ કે, જેમણે ડાયાબિટીસ હોય, કોઈ પણ પ્રકારની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અને કોરોનામાંથી રીકવરી આવી હોય તેવા લોકોએ સાવધાન રહેવું. નાક બંધ થવું અથવા તેમાં પરત જામવી, આંખ લાલ હોવાની સાથે જલન થવી, આ પ્રકારના લક્ષણ દેખાઈ  તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો. જો કે આ બીમારી એક માણસથી બીજા માણસ કે જાનવરમાં નથી ફેલાતી. પણ સીધા ફંગસના સંપર્કમાં આવવાથી જ થાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment