FB પર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડી ગઈ ભારે, ગઠિયાઓ આ રીતે ઉઠાવી રહ્યા છે ગેરલાભ…

મિત્રો તમે અવારનવાર જોતા હશો કે, FB પર ઘણા લોકોની ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ આવે છે અને લોકો તેને સ્વીકારી પણ લે છે. પણ ઘણી વખત આ ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ સ્વીકારવી મોંઘી પડી શકે છે. કારણ કે આજના યુગમાં ઘણા ફ્રોડના કેસ સામે આવતા હોય છે. જેમાં fb પર મિત્રતા સ્વીકારી પછી તેની સાથે ઘણું ખોટું કામ થાય છે. તો મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

મિત્રો જેમ જેમ આપણે ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ આપણે તેનો ઉપયોગ વધુ કરતા શીખી ગયા છીએ. આથી જ સોશિયલ મીડિયા લોકોની એક જરૂરિયાત બની ગઈ છે. જ્યારે ઘણા એવા લોકો પણ છે જેઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ કરે છે. ગમે તે રીતે આવા લોકો બીજા પાસેથી પૈસા પડાવી પાડે છે. તો આવા જ એક કિસ્સામાં એક આધેડ વયના વ્યક્તિને fb પર ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ આવી અને તે સ્વીકારી લીધી અને પછી જે બન્યું તે વાંચીને તમે પણ ચોંકી જશો.

આ ઘટના છે અમદાવાદ શહેરની. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દશરથભાઈ પટેલે સાઈબર ક્રાઈમ પોલીસ ફરિયાદ આપી છે. જાણવા મળતી વિગત મુજબ તેમને એપ્રિલ 2020 માં એક fb પર એક ફ્રેન્ડસ રિક્વેસ્ટ આવી. જેને તેમણે સ્વીકારી લીધી. પછી બંને વચ્ચે મેસેજરથી વાતચીત શરૂ થઈ અને ફોન નંબર પણ આપ્યો અને આમ WhatsApp દ્વારા પણ વાતચીત શરૂ થઈ.જાણવા મળતી આગળની વિગત અનુસાર, આ વ્યક્તિએ એવી ઓળખ આપી કે પોતે ઈંગ્લેંડની કાર્નિવલ શીપીંગ કંપનીમાં કેપ્ટન તરીકે જોબ કરે છે અને 14 એપ્રિલે આ વ્યક્તિએ ફરિયાદીને જણાવ્યું કે, હું તમારા માટે એક પાર્સલ મોકલું છું. જેમાં મોબાઈલ, ઘડિયાળ, કપડાં, જ્વેલરી, અને લેપટોપ છે. આ વાતચીત પછી તરત જ બીજા દિવસે ફરિયાદી પર એક લેડીનો ફોન આવ્યો અને તે લેડી દિલ્હી એરપોર્ટ ટર્મિનલ કસ્ટમ ઓફિસથી બોલે છે એમ જણાવ્યું પાર્સલમાં ભારે વસ્તુ હોવાથી કસ્ટમ ડ્યુટી ભરવા માટે કહ્યું. ફરિયાદીએ કસ્ટમ ડ્યુટી ભરવાની ના પાડી તો તેણે એમ કહ્યું કે, જો તમે કસ્ટમ ડ્યુટી નહિ ભરો તો તમારી ફેમેલીને તકલીફ થશે. આ ધમકીથી ગભરાઈને ફરિયાદીએ ફોન પે દ્રારા 35 હજાર યુકો બેંકમાં ટ્રાન્સફર કર્યા.

જેના બીજા દિવસે એમ જાણવા મળ્યું કે, તમારું પાર્સલ સ્પેલિંગ કરતા તેમાં 50 હજાર પાઉન્ડ હોવાનું જાણવા મળ્યું છે. જેથી કરીને તમારે મની ટ્રાન્સફર ચાર્જ ચૂકવવો પડશે. જેની ફરિયાદીએ ના પાડી અને તેમને એમ કહેવામાં આવ્યું કે, તમારા પાર્સલનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. આથી તમારે પાર્સલ સ્વીકારવું પડશે. નહિ તો તમારા વિરુદ્ધ મની લોન્ડરીંગ કેસ કરવામાં આવશે અને તમારી ફેમેલી મુશ્કેલીમાં મુકાશે.આમ કરીને ફરિયાદીએ ટોટલ એક લાખ ત્રણ હજાર રૂપિયા ભર્યા અને અલગ અલગ બેંક મારફતે અલગ અલગ તારીખે બીજા અન્ય રૂપિયા પણ પડાવ્યા. પછી ફરિયાદીએ આ સમગ્ર વાતની જાણ પોલીસને કરી અને કેસ દાખલ કર્યો. અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment