જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત.

મિત્રો શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શાકભાજીનું સેવન કરીને આપણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી શકીયે છે. આવી શાકભાજીઓમાં કારેલા કાકડી અને ટામેટાનો સમાવેશ થાય છે. જેનું સેવન મોટા ભાગના લોકો કરતા હોય છે. આ બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. મોટાભાગે લોકો કારેલા અને ટામેટાને શાકના રૂપમાં ખાતા હોય છે. જયારે કાકડીનું સેવન સલાડના રૂપમાં કરવામાં આવે છે.

તમે આ ત્રણેયનો જ્યુસના રૂપમાં એક સાથે લઈ શકો છો. તમે કારેલા કાકડી અને ટામેટાનનું જ્યુસના રૂપમાં સેવન કરી શકો છો. તમને જણાવીએ કે કારેલામાં પ્રોટીન, ફાઇબર, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી અને કેલ્શિયમ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેના સિવાય કારેલામાં પોટેશિયમ, નિયાસીન અને થાયમીન પણ હોય છે. તેની સાથે કાકડીમાં પ્રોટીન અને પાણી વધુ પ્રમાણમાં હોય છે.ટામેટા પણ પોષક તત્વો નો સારો સોર્સ છે. આમાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે તમે કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ બનાવીને પી શકો છો તો ચાલો જાણીએ કારેલા અને કાકડી તથા ટામેટાનું જ્યુસ પીવાના ફાયદા કયા છે.

કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાના ફાયદા:- 

1) બ્લડ શુગર કંટ્રોલ કરે:- કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ પ્રિડાયાબિટીક વાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમને પ્રી ડાયાબિટીસનું નિદાન થયું હોય તો તમે દરરોજ કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ પી શકો છો. કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાથી તમારું બ્લડ શુગરનું સ્તર ઓછું થાય છે. દરરોજ આ જ્યુસને પી ને તમે ડાયાબિટીસ નિયંત્રિત કરી શકો છો.2) કબજિયાત માં ફાયદાકારક:- જો તમને અવારનવાર કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમે દરરોજ કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ પી શકો છો. કારેલા અને કાકડીમાં ફાઇબર હોય છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. તેનાથી ભોજન પણ ડાયજેસ્ટ થાય છે,આંતરડાની સફાઈ થાય છે અને કબજિયાત થી છુટકારો મળે છે. કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાથી તમારું પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

3) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- શિયાળામાં કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. ટામેટામાં વિટામિન સી પ્રાપ્ત થાય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે. જો તમને વારંવાર શરદી,કફ અને ઉધરસ જેવી  સમસ્યાઓ થતી રહેતી હોય તો તમે કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ પી શકો છો.4) સ્કીન સાફ કરે:- કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ પીવું તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાથી તમારી સ્કિનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ જ્યુસ ને પીવાથી પેટ સાફ થાય છે, ટોક્સિન્સ બહાર નીકળે છે. તેનાથી સ્કીનની ત્વચા નીખરી જાય છે. સાથે જ ત્વચા પર પડેલા ડાઘ ધબ્બા થી પણ છુટકારો મળે છે. 

5) હૃદય રોગના જોખમને દૂર કરે:- આજ કાલ હૃદય રોગના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે. દરરોજ કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ પીવાથી તમાને હૃદય રોગના જોખમને દૂર કરવામાં મદદ મળે છે.કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ કેવી રીતે બનાવવું?:- કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે તમે એક કારેલું લો તેને છોલીને તેની છાલ ઉતારી લો. હવે મિક્સરમાં કારેલા, કાકડી અને ટામેટાને નાખી દો. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી નાખી દો અને જ્યુસ બનાવી લો. ત્યારબાદ તેને ગાળીને પી લો.

કારેલા, કાકડી અને ટામેટાનું જ્યુસ ક્યારે પીવું?:- તમે કારેલા કાકડી અને ટામેટાનું જ્યુસ ને દરરોજ સવારમાં ખાલી પેટે પી શકો છો. ખાલી પેટે જ્યુસ પીવાથી શરીર તેના પોષક તત્વો સરળતાથી અવશોષિત કરી લે છે. તેનાથી શરીરને વધારે લાભ મળે છે અને તમે હંમેશા સ્વસ્થ હોવાનો અહેસાસ કરો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment