👄 મોં માં પડતા ચાંદા અને તેના ઘરેલું ઉપચાર. 👄 મોં માં પડતા ચાંદા વધારે પડતા ગાલની અંદર ભાગમાં પડતા હોય છે. મોં માં પડતા ચાંદાને મેડીકલ ભાષામાં “કેંકર સોર” પણ કહેવાય છે. આ ચાંદા ક્યારેક દર્દનાક પણ થઇ શકે છે. જે જીભ, ગળા, હોઠમાં પડતા ચાંદાના કારણો જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમેં ચાંદાથી બચી શકો તેમજ તેના ઉપચાર વિશે પણ જાણશું.
👄 મોં માં ચાંદા પડવાના કારણો 👄
👅બ્રશ કરતી વખતે વધારે બ્રશ ઘસવાથી તથા બ્રશ વાગવાથી પણ ચાંદા પડી જાય છે. 👄 રમતી વખતે મોં માં વાગવાથી તથા ભૂલથી બટકું ભરાઈ જાય તો પણ મોં માં ચાંદા પડે છે. 👅સોડીયમ લોયારલ સલ્ફેટ ઉક્ત ટુથપેસ્ટ તેમજ માઉથવોશ વાપરવાથી પણ મોં માં ચાંદા પડે છે.
👄 કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા હોવી ખાદ્યપદાર્થોથી જેમ કે કોફી, ચીઝ, ચોકલેટ તેમજ તીખા અને મસાલેદાર ખાદ્યપદાર્થોથી. 👅વિટામીન B 12 ,ઝીંક, ફોલિક એસિડ તથા આર્યન વાળા ખાદ્યપદાર્થો વધારે લેવાથી.
👄મોં માં રહેલ બેક્ટેરિયાની એલર્જીક પ્રતિક્રિયાથી પણ મોં માં ચાંદા પડતા હોય છે. આ ઉપરાંત આ બેકટેરિયાને કારણે પેટમાં પણ અલ્સર થતા હોય છે.
👅 સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન હોર્મોન્સમાં બદલાવ આવાવથી પણ મોં માં ચાંદા પડે છે. 👄 આ ઉપરાંત ક્યારેક અતીશય ભાવનાત્મક તણાવને કારણે પણ પડે છે. 👅આંતરડામાં જલનના રોગો જેવા કે ક્રેન રોગ અને અલ્સરેટિવ કોલાઈટીસના કારણે પણ મોં માં ચાંદા પડવાની સંભાવના રહે છે.
👄 દોષપૂર્ણ પ્રતિરક્ષા પ્રણાલી ક્ષમતા હોવાથી પણ પડે છે. કારણ કે તે મોં ના સ્વાસ્થ્ય પર હુમલો કરે છે. તેમાં રહેલ વાયરસ કે બેક્ટેરિયા પર હુમલો કરવાને બદલે પણ ચાંદા પડે છે. 👅 બેહ્સેત રોગ થવાથી : આ એક એવો રોગ છે જેમાં મોંની સાથે આખા શરીરમાં બળતરા થઇ છે.
👄 આ રીતે અટકાવો મોં માં પડતા ચાંદા 👄
👄 તેવા ખોરાકમાં મર્યાદા રાખો જે તમારા મોં ને નુંકશાન કરે છે. જેવા કે તીખા, મસાલેદાર ખોરાક. 👅 ચીન્ગમ વધારે ન ચાવવું કરેણ કે ચીન્ગમ ચાવવાથી પણ મોં માં ચાંદા પડવાની સંભાવના વધે છે. 👄 તમારા મોં નું ધ્યાન રાખવું અને પ્રયત્નો કરવા કે મોં માં ક્યારેય કંઈ પણ વસ્તુ વાગે નહિ.
👅 મોં માં ચાંદા પડે ત્યારે શું ખાવું અને શું નાખવું ? 👅 👄 નરમ અને ક્રીમ વાળો મુલાયમ ખોરાક લેવો. 👅 ખોરાક પલાળેલો ખાવો જેમ કે નાસ્તામાં તમે બિસ્કીટ લો તો તેને દુધમાં પલાળીને પછી ખાવો. જો તમે ભાત ખાય રહ્યા છો તો તેને દાળમાં પલાળી પછી ખાવા.
👄 પાકેલો ખોરાક લેવો, કાચો ખોરાક લેવાથી મોં ની સમસ્યા વધી શકે છે.👅 ઠંડો ખોરાક લેવો જેવી કે આઈસ્ક્રીમ, ઠંડુ શરબત વગેરે.
👄 શું ન ખાવું ?👄
👄 તીખું નમકીન કે મસાલેદાર વસ્તુ બને ત્યાં સુધી ખાવા માટે ટાળવી, ખાટો ખોરાક તેમજ ટમેટા વપરાયા હોય તે પદાર્થ ન ખાવો. તેનાથી ખુબ જ તકલીફ થાય છે.
👄 સખ્ત ખોરાકથી દુર રહો. જેમ કે ટોસ. તેનાથી ચાંદાની સમસ્યામાં વધારો થાય છે. 👄કોઈ પણ તીખો ખોરાક ન લેવો તેનાથી બળતરા અત્યંત વધી જાય છે.
👅 ચાંદાનો ઉપચાર ઘરની આ ચીજ વડે પણ થઇ શકે છે. 👅 👅 નાની હરડે ને તમે વતી લો ત્યાર બાદ તેને જ્યાં ચાંદા પડ્યા છે ત્યાં લગાવો, આ તેનો બેસ્ટ ઘરગથ્થું ઈલાજ છે. 👅 બીજી બાજુ મધ સાથે હરડેના ચુરણનું સેવન પણ ચાંદા અટકાવે છે.
👅 જો શક્ય હોય તો એલોવેરા પણ ચાંદા માટે બેસ્ટ ઓપ્શન છે તેનો ગર્ભ પણ ચાંદાને ઠીક કરે છે. ઘરે રહેલી આ ત્રણ ચીજો ચાંદા માટે બેસ્ટ છે. બાકીના અન્ય ઈલાજ પણ નીચે આપેલા જ છે.
👅 સામાન્ય રીતે મોં માં પડતા નાના ચાંદને કોઈ ઈલાજની જરૂર રહેતી નથી. પરંતુ, મોટા અને વારંવાર પડતા ચાંદા અસહનીય હોય છે ત્યારે ડોક્ટરને બતાવવું તેમજ તેની ખાસ સંભાળ લેવી આવશ્યક બની જાય છે. તેના ઈલાજના વિકલ્પ નીચે પ્રમાણે છે.
👅 દવા યુક્ત માઉથવોશથી કોગળા કરવા જેનાથી બળતરા ઓછી થાય. દિવસ દરમિયાન 4 થી 5 વાર કોગળા કરવા. 👅 ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન મુજબની પેસ્ટ, ક્રીમ, જેલ કે કોઈ લીક્વીડથી ચાંદાના દુઃખાવામાં રાહત મળે છે.
👅 દવા દ્વારા પણ ઠીક કરી શકાય છે. ખાસ કરીને જે મોં ના ચાંદા માટે જ હોય છે. તે દવાના ઉપયોગથી. 👅 ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટસ લેવાથી જો તમે ઓછી માત્રામાં પોષક તત્વ લેતા હોય તો જેવા કે ફોલેટ, વિટામીન B 6, વિટામીન B 12 તેમજ ઝીંક ન મળે તેવા પોષક તત્વોની ઉણપ હોય. તો ડોક્ટર ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટસ લેવાની સલાહ આપતા હોય છે.
Very helpful
Hotho par chani
Hotho par chandi.