રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે… ગમે તો શેર કરજો.

😷 વરસાદમાં અસ્થમાના દર્દીઓ માટે જરૂરી રસોડાની જ આયુર્વેદિક  ટીપ્સ. 😷

Image Source :

😷 મિત્રો વરસાદની ઋતુ ચાલુ થઇ ગઈ છે. રીમઝીમ વરસતા વરસાદમાં પાળવાની મજા કંઈ અલગ છે. પરંતુ વરસતી ઋતુની મજા અસ્થમાના દર્દીઓ માટે બની સજા બની જાય છે.

😷 આ રોગથી પીડિત લોકોને વર્ષા ઋતુમાં અસ્થમાની તકલીફ વધી જતી હોય છે. એટલી વધી જાય કે ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. આજે અમે એવી માહિતી લાવ્યા છીએ. કે જેનું પાલન કરવાથી અસ્થમાના દર્દીઓને પોતાની સમસ્યામાં રાહત મળે છે.

Image Source :

😷 અસ્થમાની વરસાદની ઋતુમાં વધતી સમસ્યાથી બચવા માટે અપનાવો નીચે જણાવેલી સાવધાની.😷

😷 અસ્થમાના દર્દીઓ માટે ટીપ્સ :😷 

😷 જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે ખુલી અને તાજી હવામાં વધારે સમય વિતાવવો જોઈએ. તેમજ ભરપુર રોશની પણ મેળવવી જોઈએ. તાજા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો.

Image Source :

😷 અસ્થમા માટે મધ ખુબ લાભદાયી માનવામાં આવે છે. જો અસ્થમાથી પીડિત લોકો એક જગમાં મધ ભરી પછી તેની નજીક જઇને શ્વાસ લે તો શ્વાસની વધતી જતી સમસ્યા દુર થાય છે. પહેલાના વૈધ અસ્થમાના ઈલાજ માટે વર્ષો જુના મધનો ઉપયોગ કરવાની સલાહ આપતા મધ તેનો અક્સીર ઈલાજ છે.

Image Source :

😷 આ દર્દીઓ માટે હળદર પણ ખુબ સારી રીતે દવા માનવામાં આવે છે. અસ્થમાના દર્દીને દિવસમાં બે થી ત્રણ વખત એક ગ્લાસ દુધમાં એક ચમચી હળદર મિક્સ કરી આપવામાં આવે તો ફાયદો થાય છે. તેનો ઉપયોગ ખાલી પેટે કરવો જેથી વધારે લાભ મેળવી શકાય.

😷 આ સમસ્યાથી પીડિત લોકોએ હળવો આહાર લેવો જોઈએ. કારણ કે, ભારે ખોરાકના સેવનથી શ્વાસ લેવાની સમસ્યા ઉદ્દભવી શકે છે. એક અઠવાડિયામાં એક ઉપવાસ રાખવાથી પણ દર્દીને ફાયદો થાય છે.

Image Source :

😷 અસ્થમાના દર્દીઓએ વધારે પડતો ખોરાક લેવો. ભૂખ કરતા હંમેશા ઓછું લેવું તેમજ ખોરાક ધીમે ધીમે ખુબ ચાવીને ખાવો. તેમજ દિવસ દરમિયાન વધારે પાણી પીવું. દિવસ દરમીયાઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ.

😷 અસ્થમા રોગીઓએ એસિડ પેદા કરતા ખોરાકની માત્રા ઓછી કરવી. શરીરમાં એસિડ પેદા કરનાર વસ્તુ જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, પ્રોટીન વગેરેનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

Image Source :

😷 આદુ અને મધનું સંયોજન અસ્થમા માટે અત્યંત લાભદાયી છે. આદુ અને મધને કાળા મરી સાથે નિયમિત રીતે રોજ સેવન કરવું.

😷  તુલસીના પાંદડા શ્વસન સમસ્યાઓ માટે અક્સીર પાય છે. તેના માટે 10 થી 15 તુલસીના પાંદડાઓ રસ કાઢી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. ઉપરાંત ઉપચારને વધારે અસરકારક બનાવવા માટે તુલસીના રસમાં આદુ અને મધ મિક્સ કરી તેનું સેવન દિવસમાં બે વાર કરવું તેનાથી ખુબ ફાયદો થાય થશે.

Image Source :

😷 અસ્થમાના ઈલાજ માટે તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે રોજ અડધી ચમચી અજમા અથવા તેનો પાવડર એક ગ્લાસ છાસમાં સાથે તેનું સેવન કરવું. અજમા શ્વસન માર્ગમાં આવતા અવરોધોને દુર કરવામાં મદદ કરે છે. ઉપરાંત અસ્થમાના લક્ષણમાં રાહત મેળવવા માટે તમે થોડા અજમા પીસી તેની પેસ્ટ છાતી પર લગાવી શકો છો.

Image Source :

😷 અંજીર પણ શ્વસન માર્ગમાં આવતા કફને દુર કરે છે. અંજીરમાં શ્વસન તંત્રનું સ્વાસ્થ્ય સુધારવાનો ગુણ રહેલો હોય છે. તેના માટે થી 4 અંજીર આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરવું. વધારે સારું પરિણામ મેળવવા માટે તેની સાથે તે પાણી પણ પી લેવું.

😷 હિંગનો પ્રયોગ અસ્થમા દરમિયાન શ્વસન વિકારોને દુર કરવા માટે પણ થાય છે. હિંગ કફ ને દુર કરે છે. તેમજ બંધ છાતીને ખોલવામાં સહાય કરે છે. હિંગને પાણી સાથે પીસી તેની પેસ્ટ બનાવી લો. ઉધરસથી છુટકારો મેળવવા તમે છાતી પર લગાવી પણ શકો. ઉપરાંત આદુ અને મધ સાથે પેસ્ટનું સેવન કરી શકો છો.

Image Source :

😷 અસ્થમાના દર્દીએ હળવો ખોરાક લેવો જેમ કે મગની દાળ, અડદની દાળ, તુવેર વગેરે જેવી વસ્તુનું સેવન કરવું. બપોરે તથા રાત્રે જમવામાં કાચા શાકભાજી જેવા કે કાકડી, ટમેટા, ગાજર વગેરે ઉપયોગી છે.

😷 યોગ અને પ્રાણાયામ અસ્થમાના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તેને નિયમિત રૂપે કરવાથી ઘણો લાભ મેળવી શકાય છે.

Image Source :

😷  રાત્રે સુતી વખતે રોજ માતા નીચે એકથી વધારે તકીયાનો ઉપયોગ કરવો. તેનાથી અસ્થમામાં ફાયદો થાય છે.

😷 આ ઉપરાંત ધૂળ, ધુમાડો અને અન્ય એલર્જી પેદા કરતા કીટાણુંઓથી બચવું દર્દીએ બચવું જોઈએ. એલર્જીખોરાકનો ઉપયોગ કરવામાં પરેજી રાખવી. સાથે માનસિક તણાવથી બચવું જોઈએ.

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

 

Leave a Comment