અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤰 પેટની તમામ સમસ્યા આ ૫ વસ્તુઓથી જડમાંથી ઉખડી જશે….. 🤰
💁 મિત્રો આજકાલ ખાવાનું એટલું હેવી અને હાઈજૈવિક થઇ ગયું છે કે દરેક વ્યક્તિને કફ અને કબજિયાતની સમસ્યા હોય છે. તેનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે આજકાલના સમયમાં લોકો બેઠા બેઠા જ કામ કરે છે જેના કારણે કફ , બવાસીર અને મોટાપા જેવી સમસ્યાઓ થાય છે. એટલું જ નહિ પરંતુ પેટમાં , ગેસ થવો બળતરા થવી જેવી ઘણી બધી સમસ્યાઓ થાય છે.
💁 ખરેખર આપણે જોઈએ છીએ કે દુનિયાના દરેક પ્રોબલેમ આપણા પેટની સમસ્યાનો ભાગ લે છે. જેમ કે શરદી, તાવ, પેટની સમસ્યા જેવી બીમારીઓ થાય છે. લગભગ દુનિયાના બધા જ રોગો પેટની સમસ્યાથી જ વધે છે. જેમ કે શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો, વાળ સફેદ થવા, ચહેરા પર કરચલી પડવી અથવા ખીલ થવા જેવી સમસ્યાઓ થાય છે. અને આ બધી નાની સમસ્યાઓ આગળ જતા ખુબ જ મોટી બીમારીના રૂપ ધારણ કરી લે છે. જેમ કે ટીબી, હાર્ટએટેક, કમળો અથવા દુબળું પડી જવું વગેરેની સમસ્યાઓ પેટની અંદરથી જ ઉભી થાય છે. એટલા માટે આપણે પેટને હંમેશા સાફ અને સ્વસ્થ રાખવું જોઈએ. જો આપણું પેટ સાફ હશે તો આપણને કોઈ પણ બીમારી નહિ થાય અને આપણે આખા દિવસ દરમિયાન તરોતાજા રહી શકીએ છીએ.
💁 એટલા માટે પેટને સાફ રાખવા માટે થોડાક ઘરેલું ઉપચાર બતાવીશું જેનાથી આપણું પેટ ખુબ જ સાફ અને સ્વસ્થ રહેશે. અને આપણે પેટ સંબંધિત થોડી જાણકારીઓ પણ જાણીશું તેનાથી આપણે હંમેશા સ્વસ્થ રહેશું.
👩⚕️ આજકાલ કફ અને ગેસની સમસ્યા દરેક વ્યક્તિને હોય છે પછી તે કોઈ બાળક હોય, યુવાન હોય અથવા તો વૃદ્ધ હોય. કફના કારણે આપણે આખા દિવસ દરમિયાન ખુબ ચીડિયા સ્વભાવના થઇ જઈએ છીએ અને કામમાં પણ આપણને તકલીફ પડતી હોય છે. કફના કારણે આપણા ચહેરાની અને ત્વચાની સુંદરતા પર પણ ખુબ જ પ્રભાવ પડે છે. કફ હોય તો ચહેરા પર ખીલ અને કાળા દાગ જેવી સમસ્યા પણ થાય છે. અને કફ હંમેશા પેટ સાફ ન હોવાથી થાય છે.
👩⚕️ એટલા માટે આપણે હંમેશા આપણા પેટને સાફ રાખવું જોઈએ. પરંતુ આપણું પેટ સાફ ન હોવાનું એક બીજું કારણ પણ એ છે કે આપણને બરાબર ટોઇલેટ ન આવવાથી આપણું પેટ ખરાબ રહે છે. અને ગેસ અને કફ મોટા ભાગે બરાબર ટોઇલેટ ન આવવાથી વધારે થાય છે.
👩⚕️ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો ડોક્ટર પાસે જાય છે અને દવાઓ પણ લે છે. આ દવાઓથી કફ સારો પણ થઇ જાય છે પરંતુ તે ફરી વાર પણ કફ થવાની સંભાવના રહે અને અને દવાના પણ સાઈડ ઈફેક્ટ થાય છે. આ બીમારીને જો સારી કરવી હોય તો આપણે ઘરેલું ઉપાય દ્વારા જ બિલકુલ કાઢી શકાય છે. અને તે પણ કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટ વગર અને ફ્રીમાં..તો ચાલો આપણે તે ઘરેલું ઉપચાર જાણીએ.
🥛 પાણી આપણા પેટની સમસ્યાનો રામબાણ ઈલાજ છે. જો આપણે વધારે પાણી પીતા હોઈએ તો આપણને જીવનભર ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારી નહિ થાય. તેનાથી આપણું પેટ પણ હંમેશા સાફ અને સ્વસ્થ રહેશે. એટલા માટે દિવસભર જેટલું પીવાય એટલું પાણી પીવો.
🥛 રોજ સવારે વહેલા ઉઠીને તરત જ ગરમ પાણી પીવો અને તરત જ ટોઇલેટ જાવ. તેવું રોજ કરવામાં આવે તો જિંદગીભર આપણું પેટ ખુબ સાફ રહેશે. અને આખા દિવસ દરમિયાન પણ લગાતાર થોડું થોડું પાણી પીતા રહેવાનું. જેટલું પાણી પીવાય તેટલું પાણી પીવું જોઈએ. અને હા એક સાથે પેટભરીને પાણી નથી પીવાનું અને થોડું થોડું પાણી દિવસભર પીવાનું છે. માત્ર આટલું કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ હલ થઇ જશે. જેમ કે શરીરમાં વાસ આવવી, મોં માંથી દુર્ગંદ આવવી, માથાનો દુઃખાવો ચહેરા પર કાળા દાગ, કફ, ગેસ જેવી ઘણી બધી બીમારીમાંથી મુક્તિ મળે છે. અને આપણે દિવસભર તારો તાજા રહે છે. એક બીજી વાત એ છે કે આપણે ખાધા પછી તરત જ પાણી નથી પીવાનું અને જમ્યાના અડધા કલાક પહેલા અને અડધા કલાક પછી પાણી પીવાનું છે. અને જમતી વખતે જરૂર પુરતું જ પાણી પીવાનું છે. તેનાથી અપચાની સમસ્યા ક્યારેય પણ નહિ થાય. તો દિવસભર વધારેમાં વધારે પાણીનું સેવન કરવું જોઈએ.
🍥 લસણમાં એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી નામનો ગુણ રહેલો છે જે આપણા કઠણ મળને પાતળું કરવામાં મદદ કરે છે. તેનાથી આપણા શરીરમાં મળ આસાનીથી આંતરડામાંથી પસાર થઇ જાય છે. અને પેટ પૂરી રીતે સાફ થઇ જાય છે. અને લસણ પણ ઘણા બધા ફાયદા કરે છે એટલા માટે આપણે જમવામાં લસણનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી આપણું પેટ પણ ખુબ જ સાફ રહે છે.
🥣 3 દહીં : 🥣
પેટને સાફ રાખવા માટે જે બેક્ટેરિયા આપણા પેટમાં રહેલા હોય છે તે જ બેક્ટેરિયા દહીંમાં રહેલા હોય છે. દહીં ખાવાથી તે બેકટેરિયાની સંખ્યા વધી જાય છે. અને તે પણ પેટ સાફ કરવામાં મદદ કરે છે.
🍯 4 લીંબુ અને મધ :🍯
જો ખુબ જ પ્રયાસ કરવા છતાં પેટ સાફ ન થાય તો એક ગ્લાસ ઉકાળેલા પાણીમાં લીંબુ અને મધ નાખીને સવારે ખાલી પેટ પીય જવાથી લઘુશંકા આસાનીથી થઇ જાય છે.
🥠 5 મેથી :🥠
મેથી પણ રોજ પેટને સાફ કરે છે. રોજ રાત્રે સુતા પહેલા સુતા પહેલા ઉકાળેલા પાણીના એક ગ્લાસ સાથે એક ચમચી મેથીનું સેવન કરવું જોઈએ. સવાર પડતાની સાથે પેટ ખુશખુશાલ થઇ જશે.
💁 તો મિત્રો આ હતા કંઈક ઘરેલું ઉપચાર જેના દ્વારા આપણું પેટ ખુબ જ સરળતાથી સાફ રહે છે. અને આપણને પણ ખુશ કરી દે છે. આવા તો ઘણા બધા ઉપચાર છે પરંતુ આ ઉપચારો સૌથી સસ્તા અને ખુબ જ અસરકારક છે.
💁 હવે આપણે થોડી એવી વાતો પણ જાણીશું જે આપણે ક્યારેય ન કરવી જોઈએ.
💁 પાણીનું સેવન ક્યારેય ઓછું ન કરવું જોઈએ. જેટલું પીવાય તેટલું પાણી પીવું જોઈએ.
☕ ચા અને કોફી ક્યારેય પણ ન પીવું જોઈએ. કેમ કે ચા અને કોફીમાં રહેલા કેફીન પદાર્થો આપણા પાચનતંત્રને નબળું કરી નાખે છે.
🌯 બહારનું વધારે ભારે અને વધારે હાઈજૈવિક ખાવાનું ન ખાવું જોઈએ. જો તમે દિવસ દરમિયાન ખુબ જ વધારે પાણી પીવો છો તો તમે ભારે ખોરાક લઇ શકો છો.
👨⚕️ આ બાબતોથી ક્યારેય આડઅસર નહિ થાય તેનાથી આ ઉપચાર દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને ખુબ જ સ્વસ્થ રાખી શકીએ છીએ. જો થાય તો રોજ સવારે યોગા અને વ્યાયામ પણ કરવા જોઈએ. અને યોગા પણ કરવા જોઈએ તેનાથી પણ આપણું પેટ સાફ રહે છે. જેમ કે અનુલોમ વિલોમ, પ્રાણાયામ, કપાલભાતિ કરવાથી પણ આ બધી સમસ્યાઓ જડમૂળ માંથી ચાલી જાય છે. આ ઉપાયોથી આપણા પેટની કોઈ પણ નાની અથવા મોટી કોઈ પણ બીમારી હોય તેમાંથી છુટકારો મળે છે. આ ઉપાયો આપણી બીમારી સારી થઇ જાય પછી પણ ચાલુ રાખવાથી ક્યારેય શારીરિક તકલીફ નહિ થાય. અને જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Very helpful