વધેલા ભાત રાત્રે ખાવા કરતા બનાવો બાળકોની ફેવરીટ “રસમલાઇ” વધેલા ભાતમાંથી…. લખી લો રેસીપી.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥣 વધેલા ભાતમાંથી બનાવો રસમલાઇ: 🥣

🥣 મિત્રો તમે રસમલાઇની રેસેપી તો જાણતા જ હશો પણ આજે અમે કંઈક અલગ જ  રીતે અને અલગ જ સામગ્રીનો ઉપયોગ કરીને રસમલાઇની રેસેપી લાવ્યા છીએ. હા મિત્રો તમે વધેલા ભાતમાંથી ખૂબ જ સારું સ્વીટ બનાવી શકો છો રસથી ભરેલી રસમલાઇ. રસમલાઇનું નામ સાંભળતા જ લગભગ લોકોના મોઢામાંથી પાણી છૂટી જતું હોય છે. તો મિત્રો કંઈ જ કરવાની જરૂર નથી. તમારે બજારમાં પણ લેવા જવાની જરૂર નથી જો તમારા ઘરે ભાત બચ્યા હોય તો તમે અન્ય થોડી સામગ્રીની મદદથી રસમલાઇ બનાવી શકો છો.Image Source :

🥣 તમે એક વાર આ રસમલાઈ ખાશો તો બહારની રસમલાઇ ખાવાનું ભૂલી જશો. અને ખૂબ જ સરળતાથી તમે બનાવી શકો છો ઘરે જ રસમલાઇ અને તે પણ વેસ્ટમાંથી બેસ્ટ. તો જ્યારે પણ તમને કોઈ સ્વીટ ખાવાનું મન થાય અથવા તો ઘરે મેહમાન આવ્યા હોય અને મીઠાઈ શું બનાવવી તે ખબર ન પડે તો તમે વધેલા ભાતમાંથી રસમલાઇ બનાવી શકો છો. અને કોઈને ખબર પણ નહિ પડે કે તમે આ રસમલાઇ વધેલા ભાતમાંથી બનાવેલી છે. તો ચાલો જોઈએ કે ભાતમાંથી રસમલાઇ બનાવવા માટે ભાત સિવાય બીજી કંઈ કંઈ સામગ્રીઓની જરૂર પડે છે અને કંઈ રીતે બનાવવામાં આવે.

👨‍🍳 વધેલા ભાતમાંથી રસમલાઇ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👨‍🍳

🥛 એક લીટર ફૂલ ક્રીમ દૂધ,

🍚 એક મધ્યમ સાઈઝનો વાટકો રાંધેલા ભાત,

🍚 ૧૦૦ ગ્રામ દાણાવાળી ખાંડ,

🍚 બે થી ત્રણ ચમચી દળેલી  ખાંડ(બે થી ત્રણ ચમચીની જગ્યાએ તમે તમારા ટેસ્ટ મૂજબ ખાંડ વધારે કે ઓછી લઇ શકો છો),

🥠 ચાર નંગ બદામ,

🥠 ચાર નંગ પીસ્તા,

🥄 બે ચમચી એલચી પાવડર,

🥄 અડધી ચમચી કેસર,

👨‍🍳 બચેલા ભાતમાંથી રસમલાઇ બનાવવાની રીત:- 👨‍🍳Image Source :

🥠 સૌપ્રથમ તો બદામ અને પિસ્તાના ટૂકડા કરીને તેને સાઈડમાં રાખી દો.

🥠 હવે ત્યાર બાદ ફૂલક્રીમ  દૂધ જે તમે એક લીટર લીધું છે તે બધું ગરમ કરવા ગેસ પર એક કડાઈમાં મૂકી દો. દૂધમાં એક ઉકાળો આવવા દેવાનો છે.

🍵 દૂધ ધીમા તાપે મૂકવું જેથી આપણે અન્ય કામ કરી શકીએ. હવે જ્યાં સુધી દૂધ ગરમ થાય છે ત્યાં સુધી એક બાઉલમાં ભાત લઇ લો.

🍵 હવે તે ભાતને બરાબર રીતે મેશ કરી લેવાના છે.

🍵 હવે તેમાં બે ચમચી દળેલી ખાંડ અને એક ચમચી એલચી પાવડર ઉમેરી દો.

🍵 ત્યાર બાદ તેને હાથની મદદથી મસળીને એક પેસ્ટ જેવું બનાવી લો અને લોટ જેવું તૈયાર કરી લો.Image Source :

🍵 🍵 વચ્ચે જોતા રહેવાનું છે કે દૂધમાં ઉકાળો તો નથી આવ્યોને અને દૂધમાં ઉકાળો આવ્યા બાદ પણ તેને તે થોડું ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.

🥣 દૂધમાં ઉકાળો આવી જાય ત્યાર બાદ દૂધમાં ૧૦૦ ગ્રામ તમે દાણાવાળી ખાંડ લીધી છે તે ખાંડ દૂધમાં નાખી દો અને દૂધમાં ખાંડ ઓગળી જાય અને ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દો.

🥣 હવે રસમલાઈના પેંડા બનાવતા પહેલા થોડું દૂધ કેસરમાં નાખી દો જેથી કેસરનો રંગ છૂટી જાય. આ રીતે અગાઉથી કેસરમાં થોડું દૂધ નાખીને તેને થોડી વાર રાખવાથી તેનો કલર સારો આવશે.

🥣 હવે  જે ભાતનો લોટ બનાવ્યો છે તેમાંથી નાની નાની લૂઈ કરી તેને પેંડાનો આકાર આપવાનો છે.Image Source :

🥣 હવે દૂધમાં કેસર વાળું દૂધ નાખી દો અને તેને બરાબર રીતે હલાવી લો ગેસ ચાલુ જ હોવો જોઈએ. કેસરથી તમારી રસમલાઇનો કલર ખૂબ જ સારો આવશે અને દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગશે.

🥣 ત્યાર બાદ દૂધમાં બદામના ટૂકડા અને પિસ્તાના ટૂકડા ઉમેરી દો અને તેને બરાબર રીતે હલાવી લો.

🥣 હવે તમે જે  ભાતના પેંડા બનાવેલા છે તે દૂધમાં નાખી દો અને એક મિનીટ સુધી તેને હલાવી લો.

🥣 ત્યાર બાદ તેમાં ઉપરથી એલચી પાવડર નાખી દો અને બરાબર હલાવી લો. ઉપરથી એલચી પાવડર નાખવાથી રસમલાઇનો ટેસ્ટ અને સુગંધ બંને લાજવાબ આવશે.

🥣 હવે રસમાંલાઈને ઢાંકી દો અને તેને બે થી ત્રણ મિનીટ સુધી પકાવવા દો. Image Source :

🥣 આમ કરવાથી તમારી રસમલાઇ એકદમ સોફ્ટ અને રસથી ભરપુર બનશે.

🥣 હવે ગેસ બંધ કરી દો અને રસ મલાઈને થોડી ઠંડી થવા દો. આ ઉપરાંત તમે ફ્રીઝમાં પણ મૂકી શકો છો વધારે ઠંડી થવા દેવા માટે.

🥣 ઠંડી થયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

🥣 તૈયાર છે તમારી વેસ્ટમાંથી બેસ્ટ રેસેપી બચેલા ભાતમાંથી બનાવેલી રસમલાઇ. આશા છે કે તમને અમારી આ રેસેપી ગમી હશે. અને ઘરે એક વાર જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તમને અમારી વેસ્ટમાંથી બેસ્ટ રેસેપી ભાતમાંથી બનેલી રસમલાઇ.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

 

Leave a Comment