અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💇 વાળને ધોતા પહેલા આ રીતે પ્રાકૃતિક સીરમ અપ્લાય કરો અને મેળવો લાંબા, કાળા અને સિલ્કી વાળ.. 💇
💇 જે રીતે તમારો ચહેરો તમારી સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. તેજ રીતે સારા વાળ પણ તમારી સુંદરતાનો જ એક ભાગ છે. માટે લગભગ બધી સ્ત્રીઓ એવું ઈચ્છે કે તેના વાળ કાળા, લાંબા, સિલ્કી અને હેલ્ધી હોય. તેના માટે તે ઘણા મોંઘા શેમ્પુનો અને તેલનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ થાય એવું કે વાળ વધવાને બદલે વધારેને વધારે ખરાબ થવા લાગે. પરંતુ હવે છોડો તે તેલ અને શેમ્પુ અને અપનાવો અમારો આ પ્રાકૃતિક ઉપચાર.
💇 હા મિત્રો, આજે અમે તમારી સાથે એક એવું પ્રાકૃતિક સીરમ શેર કરવા જઇ રહ્યા છીએ કે જો તમે તમારા વાળને વોશ કરતા પહેલા જો તે લગાવશો તો લગભગ તમારા વાળની દરેક સમસ્યા દૂર થઇ જશે. તમારા વાળનો ગ્રોથ ન થતો હોય તેમજ બેજાન અને ડ્રાય રહેતા હોય તો તે દરેક સમસ્યાનો અંત લાવશે આ સીરમનો ઉપયોગ અને સાથે સાથે તમારા વાળની ગુણવત્તા વધશે અને તે સિલ્કી અને ચમકદાર બનશે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે તમે ઘરે ખૂબ જ સરળતાથી પ્રાકૃતિક સીરમ બનાવી શકો અને કંઈ રીતે તેનો તમે ઉપયોગ કરી લાંબા, કાળા અને સિલ્કી વાળ મેળવી શકો.
૧૦૦% પ્રાકૃતિક સીરમ બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:-
🥥બે ચમચી નારિયેળનું તેલ,
🥥 અડધી ચમચી એરંડિયાનું તેલ,
🌵 એક ચમચી એલોવેરા જેલ,
🥥 એક – બે વિટામીન ઈ ની કેપ્સુલ,
૧૦૦% પ્રાકૃતિક સીરમ બનાવવાની રીત:-
💇 એક વાસણમાં જોઇશે બે ચમચી કોકોનેટ ઓઈલ એટલે કે નારિયેળનું તેલ, નારિયેળનું તેલ નાખી દો. આપણા વાળને મજબૂત પણ બનાવે છે અને સાથે સાથે પ્રાકૃતિક રીતે કંડીશનરનું કામ પણ કરે છે.
💇 ત્યારબાદ તેમાં અડધી ચમચી એરંડિયાનું તેલનાખી દો. તે આપણા વાળને ગ્રોથ કરવાનું કામ કરે છે. તેનાથી તમારા વાળ લાંબા થશે. મિત્રો તમે એરંડિયાનું તેલ અડધી ચમચીથી વધારે એટલે કે એક થી બે ચમચી પણ લઇ શકો છો.
💇 ત્યાર બાદ તેમાં નાખવાનું રહેશે એક ચમચી એલોવેરા જેલ. તમે કોઈ પણ સારી બ્રાન્ડનું એલોવેરા જેલ લઇ શકો તે ઉપરાંત તમે એલોવેરાના છોડમાંથી પાંદ કાપી તેનું ફ્રેશ એલોવેરા જેલ પણ લઇ શકો છો.
💇 એક થી બે વિટામીન ઈ ની કેપ્સુલ નાખવાની રહેશે જો મિત્રો તમારા વાળ ખૂબ જ પાતળા હોય તો જ તમારે બે વિટામીન ઈ ની કેપ્સુલ નાખવાની છે નહિ તો એક જ કેપ્સુલનો ઉપયોગ કરવો.
💇 હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લો. અને તમને ધીમે ધીમે તેની કન્ઝીસ્ટન્સી સીરમ જેવી થતી જણાશે.
💇 હવે તૈયાર છે તામારું એકદમ કેમિકલ ફ્રી પ્રાકૃતિક સીરમ.
💇 તો ચાલો જાણીએ તેને લગાવવાની સરળ ટીપ્સ. અને તેનો ઉપયોગ કરવાથી જોઈએ કે ક્યાં ક્યાં ફાયદા થાય છે.
💇 સીરમને વાળમાં લગાવવાની રીત:- 💇
💇 વાળની ઘૂંચ કાઢી તેને બે ભાગમાં વેચી દો.
💇 હવે તમારા વાળમાં તે સીરમ લગાવવાનું છે જે રીતે તમે વાળમાં તેલ લગાવો છો. તેજ રીતે તમારે વાળમાં આ સીરમ લગાવવાનું છે. તમારી આંગળીઓનો ઉપયોગ કરતા કરતા. અને તેને તમારા હાથમાં થોડા થોડા વાળ લઇ તે સીરમ લગાવતા જાઓ. પણ ધ્યાન રાખો કે તમારે આ સીરમ લગાવતી વખતે હળવા હાથે મસાજ કરવાની રહેશે. મસાજ કરવાથી આપણા માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તે વધવાથી વાળનો પણ સારો વિકાસ થાય છે.
💇 સૌથી પહેલા તમારે વાળના મૂળમાં માથામાં જે રીતે તેલ લગાવીએ તે રીતે લગાવી લેવાનું છે ત્યાર બાદ વાળના નીચેના ભાગમાં લગાવવાનું છે.
💇 હવે વાળ બાંધી લો. અને ચાર કલાક માટે રાખી મૂકો જેથી તે વધારેઅસરકારક બને.
💇 ત્યાર બાદ ચાર કલાક રાખ્યા તમે જે શેમ્પુથી વાળ ધોવો છો તેનાથી વાળ ધોઈ લો.
💇 મિત્રો આ ઉપચાર તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવાનો છે. તેનાથી તમારા વાળની દરેક સમસ્યા દૂર થશે અને તમને ફરક દેખાશે જો તમારા વાળનો ગ્રોથ સાવ ઓછો છે. તો તમે આ ઘરેલું ઉપચાર અપનાવો ૧૦૦ % તમને સારું પરિણામ મળશે. તમારા વાળ ખરતા અટકશે તેમજ તમે વિચાર્યું પણ નહિ હોય તેવો ગ્રોથ થશે વાળનો.
💇 વાળમાં આ સીરમ લગાવવાથી થતા ફાયદાઓ: 💇Image Source :
💇 મિત્રો આપણે નારિયેળનું તેલ લીધું છે તો તે આપણા વાળના મૂળને મજબૂત બનાવશે અને સાથે સાથે વાળની ગુણવત્તા પણ વધારશે.
💇 બીજું આપણે એરંડિયાનું તેલ લીધું છે જે તમારા વાળનો ગ્રોથ વધારશે તેમજ તમારા વાળ ડેમેજ થઇ ગયા હોય તો તેને રીપેર કરી આપશે.
💇 એલોવેરા જેલ આપણા વાળને સિલ્કી તો બનાવશે પરંતુ જો આપણા વાળમાં ખોડો હશે તો તેને પણ દૂર કરશે અને આપણા વાળ ડ્રાય હશે તો તેને પૂરતું ph પ્રોવાઈડ કરશે.
💇 વિટામીન ઈ ની કેપ્સુલ લીધી છે જે આપણા વાળને હેલ્ધી બનાવશે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
4 kalak thi vadhare rakhi skay ?