ભગવાન શ્રી કૃષ્ણની આ વાત માની લો જીવનમાં ભય ક્યારેય નહિ આવે (અર્જુન આ વાતના લીધે જ યુદ્ધ લડ્યો)… જાણો આ વાત

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

 🧟‍♀️ આ આર્ટીકલ વાંચ્યા બાદ તમને જીવનમાં ક્યારેય ડર નહિ લાગે… 🧟‍♀️

🧟‍♀️ મિત્રો ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી મળે કે જેને કોઈ પણ વસ્તુથી ડર ન લાગે. પરંતુ ડર લાગવો તે સામાન્ય વાત છે. ડરેક વ્યક્તિની અંડર કોઈને કોઈ ડર રહેલો હોય છે. અને કોઈ લોકોનો ડર તો એટલો હાવી થઇ જાય છે કે તે વ્યક્તિને તેનો એક પ્રકારનો ફોબિયા થઇ જાય છે. તે ન હોય તો પણ તે પરિસ્થિતિને ઈમેજીન કરી કરીને ડરતી હોય છે. પરંતુ આજે અમે તમને એક નાની વાર્તા દ્વારા ભાગવત ગીતામાં કહેલી વાત દ્વારા તમારા ડર પર જીત કંઈ રીતે પ્રાપ્ત કરવી તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. મિત્રો આ આર્ટીકલ અવશ્ય વાંચજો તમારા ડરેક પ્રકારના ડર પર તમે જીત મેળવીને તેને હરાવી શકો છો.

Image Source :

🧟‍♀️ મિત્રો મહાભારતમાં અર્જુનનો હાથ પકડી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનનો ડર દૂર કર્યો હતો. અર્જુનને ડર હતો પોતાના પરિવાર અને પ્રિયજનોને ખોઈ બેસવાનો. પરંતુ શ્રી કૃષ્ણે અર્જુનને એક એવી ખાસ ટેકનીકનો ઉપયોગ કરીને અર્જુનને મદદ કરી. જેના દ્વારા પહેલા તો અર્જુને પોતાના ડર પર જીત મેળવી લીધી ત્યાર બાદ યુદ્ધમાં પણ વિજય પ્રાપ્તિ કરી. આ ટેકનીકને જાણવા માટે અને તેને સારી રીતે સમજવા માટે આપણે એક નાની વાર્તા જાણી લઈએ જેના દ્વારા તે ટેકનીક થોડી સરળતાથી સમજાઈ જશે તેમજ આપણને ખબર પડશે કે આખરે ડર શું છે ?

🐐 એકવાર એક બકરી ચરાવવા વાળો જંગલમાં બકરી ચરાવતો હતો. તેવામાં એક બકરી અને તેના બચ્ચા ભૂલથી જંગલમાં જ  રહી ગયા. પહેલા તો બકરી ખૂબ જ ગભરાઈ ગઈ, કારણ કે તે સારી રીતે જાણતી હતી કે જંગલમાં જંગલી પ્રાણીઓ હોય છે. આજની રાત્રે તે કોઈ સિંહનો શિકાર બની જશે. બકરીને પોતાની મોતનો ડર સતાવવા લાગે છે. માને ડરેલી જોઈ બકરીના બચ્ચા પણ ડરી જાય છે. પોતાના બચ્ચાને ઉદાસ અને ડરેલા જોઈ બકરી એક યુક્તિ બનાવે છે. તે બકરી પોતાના બચ્ચાને પોતાનો પ્લાન જણાવે છે. બચ્ચાઓને આ યુક્તિ જાણી થોડી નિરાત થઇ. જેવો સાંજે સિંહના શિકારનો સમય થઇ જાય છે ત્યારે સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળે છે અને શિકાર ગોતવા જાય છે. પરંતુ તે બકરી પોતાના બચ્ચાને લઇ તે સિંહની ગૂફામાં જઈને સંતાઈ જાય છે. પરંતુ ગુફાની સામે વૃક્ષ પર બેઠેલો વાંદરો આ બધું જોતો હતો. આ તરફ શિકાર માટે ગયેલ સિંહ આખું જંગલ ફરી વળ્યો પણ તેને કોઈ શિકાર ન મળ્યો. અને સિંહ થાકીને ગૂફા તરફ પાછો આવી રહ્યો હોય છે ત્યાં વૃક્ષ પર બેઠેલો વાંદરો સિંહને જણાવે છે કે અંદર ગૂફામાં બકરી તેના બચ્ચાને લઈને સંતાઈને બેઠી છે.

Image Source :

🐐 પરંતુ સિંહને આ વાત પર વિશ્વાસ નથી આવતો કે બકરીની ક્યારેય એટલી હિંમત થાય જ નહિ કે તે સિંહની ગૂફામાં સંતાઈ. પરંતુ વાંદરો તેને ખૂબ સમજાવે છે કે બકરી સાચે અંદર જ છે. આ વાત માનીને સિંહ વિચારે છે વાહ આજે તો તેને દાવત મળી જશે. ત્યાં અંદર બકરી અને બકરીના બચ્ચા સિંહને બહાર ઉભેલો જોઈ પહેલા તો ડરી જાય છે પરંતુ બકરી કહે છે કે ડરવાની જરૂર નથી પરંતુ આપણે જે યુક્તિ બનાવી છે તે પ્રમાણે ચાલવાનું છે.

🦁 જેવો સિંગ ગૂફા તરફ આગળ વધે છે ત્યાં યુક્તિ પ્રમાણે બકરીના બચ્ચા બકરીને કેહવા લાગે છે કે માં માં અમને ખૂબ ભૂખ લાગી છે. અને બકરી કહે છે હંમણા જ સિંહ મામા આવશે આપણે તેનો શિકાર કરી તેને ખાઈ લેશું. આ સાંભળી સિંહ પાછો વાંદરા પાસે આવે છે અને કહે છે કે સાચું બોલ અંદર કોણ છે ? વાંદરો કહે છે કે અંદર બકરી અને તેના બચ્ચા જ છે.

Image Source :

🦁 પરંતુ આ વાત સિંહ માનતો જ નથી અને તેને એવો ડર લાગે છે કે તેનાથી પણ વધારે તાકાતવર પ્રાણી અંદર છે માટે તે વાંદરાને કહે છે કે ચાલ તો તું પણ ગૂફામાં તો માનું કે બકરી છે અંદર. એટલું જ નહિ મિત્રો સિંહને ખૂબ જ બીક લાગતી હતી તેથી તે ઉંધો ફરીને જતો હતો જેથી કોઈ મુશીબત સર્જાઈ તો તે તરત જ ભાગી શકે અને તેણે વાંદરાને પણ પકડી રાખ્યો હોય છે. જેવો વાંદરો અને સિંહ અંદર જવા જાય છે ત્યાં બચ્ચા બોલે છે માં માં ખૂબ ભૂખ લાગી છે હવે મારાથી સહન નથી થતી ભૂખ, ત્યારે બકરી કહે છે ધીરજ રાખો હંમણા વાંદરા ભાઈ સિંહને લઈને આવતા જ હશે પછી આપણે સિંહનો શિકાર કરીને ખાઈ લેશું. આ સાંભળી સિંહ વિચારે છે કે વાંદરાએ આ જાળ બિછાવી છે તેનો શિકાર બનાવવા માટે અને તે ડરીને ભાગી જાય છે. અને તેની સાથે વાંદરો પણ ભાગી જાય છે. આ રીતે બકરીની યુક્તિથી બકરી અને તેના બચ્ચા બચી ગયા.

🦁 હવે વાત કરીએ ગીતા જ્ઞાનની. સિંહને ડર હતો કે તેની ગૂફામાં તેનાથી પણ વધારે તાકાતવર પ્રાણી છે જે તેને ખાઈ જશે અને તે ડરથી ભાગી જાય છે. તેજ રીતે અર્જુનને પણ ડર હતો પોતાના પરિવાર જનો અને સગા સંબંધીઓને ખોઈ બેસવાનો. પરંતુ અર્જુને પોતાનો ડરનો સામનો કર્યો અને ડર પર જીત મેળવી. પરંતુ વાત કરીએ સિંહની તો સિંહ માટે જે પરિસ્થિતિ એકદમ નવી હતી.

Image Source :

🦁 મિત્રો આવી પરિસ્થિતિ આપણા comfort zoneની બહારની હોય છે. મિત્રો આપણે આપણા  comfort zoneમાં રહેવા માટે જો સિંહની જેમ ભાગી જઈએ તો ક્યારેય ડર પર વિજય પ્રાપ્ત ન કરી શકીએ. સિંહ ડરી ગયો જો તેને સામનો કર્યો હોત અને એકવાર પાછળ ફરીને જોયું હોત તો તેને ખબર પડી જાત કે તેનો ડર યોગ્ય નથી તેને પણ તેના ડર પર વિજય મેળવ્યો હોત. પરંતુ તેને તેવું ન કર્યું અને એક તાકાતવર સિંહ ડરીને ભાગી ગયો. સિંહ બકરી બની ગયો તેવું કહીએ તો પણ તે ખોટું નથી.

🦁 મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ગીતાના પાંચમાં અધ્યાયના પંદરમાં શ્લોકમાં કહે છે કે “જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે અને તેનાથી લોકો પ્રભાવિત છે.”

🦁 એક બાજુ બકરી છે જે સિંહની તુલનાએ ખૂબ જ કમજોર છે. પરંતુ બકરીએ પોતાના મન પર નિયંત્રણ રાખ્યું અને પરિણામની ચિંતા કર્યા વગર પોતાનું બેસ્ટ આપ્યું. અને અંતે તેને તેનાથી સફળ થઇ. શ્રીમદ્દ ભાગવત ગીતાના બીજા આધ્યાયાયનો ૪૭માં શ્લોકમાં ભગવાન કહે છે કે “તું કર્મ કર ફળની ચિંતા ન કર.”

Image Source :

🦁 તો મિત્રો આપણે પણ આપણી જીંદગીમાં એક સિંહ છીએ. પરંતુ આપણને આપણી અંદર છુપાયેલી શક્તિનો અંદાજો નથી. કારણ કે આપણા તે જ્ઞાને અજ્ઞાનતાની ચાદર ઓઢેલી છે માટે આપણે આપણી અંદર છૂપાયેલી શક્તિને ઓળખી શક્તા જ નથી. તેનું કારણ છે અજ્ઞાન. અર્જુનની અજ્ઞાનતા ભગવાને દૂર કરી.

🦁 તો મિત્રો જો અર્જુન પોતાના comfort zone ની બહાર આવીને લડી શકે તો પછી આપણે  પણ આપણી જિંદગીના ડરનો સામનો આપણા comfort zone માંથી બહાર નીકળીને કેમ ન કરી શકીએ. કરવો જ જોઈએ કોઈ પણ પરિણામની ચિંતા કર્યા વગર નીડરતાથી મનને મક્કમ રાખીને ડરનો સામનો કરવો જોઈએ શું ખબર આપણા ડરનો સામનો કરતા કરતા આપણી અંદર પડેલી શક્તિનો પણ આપણને અંદાજો આવી જાય. મિત્રો ગીતામાં ભગવાને જે રીતે સમજાવ્યું જો તે રીતે તમે તમારા ડરનો સામનો કરો તો તમે તમારા દરેક ડર પર વિજય પ્રાપ્ત કરી શકશો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

1 thought on “ભગવાન શ્રી કૃષ્ણની આ વાત માની લો જીવનમાં ભય ક્યારેય નહિ આવે (અર્જુન આ વાતના લીધે જ યુદ્ધ લડ્યો)… જાણો આ વાત”

Leave a Comment