સરગવા વિશે તો લગભગ બધા જાણતા જ હશો. સરગવો સ્વાદિષ્ટ હોય છે. લગભગ લોકોને તેનો સ્વાદ ગમતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, એમીનો એસીડ, બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલીક હોય છે. તેને તાજો તથા પાવડર રૂપે પણ લેવાય છે. સરગવાના છોડના મૂળથી લઈને તેના ફૂલ અને પાંદડા સુધી સરગવો ગુણોથી ભરેલો છે.
સરગવો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના ઉપરી અને હિમાલય પ્રદેશનો મુખ્ય નિવાસી છે. તેના ફાયદા અને પોષ્ટિકતાના કારણે આફ્રિકામાં પણ સરગવાની ખેતી કરવામાં આવે છે. સરગવાના ઝાડના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. જેનાથી ઘણા પ્રકારના રોગો નિવારવામાં સરગવો ફાયદાકારક નીવડે છે.
સરગવો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોએ તેના પાંદડાનો રસ કાઢી તેના કાવો બનાવી પીવાથી રાહત મળે છે. આ સાથે તેનાથી બનાવેલ કાવો પીવાથી ચક્કર, ગભરાહટ અને ઉલ્ટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
સરગવો નાના બાળકો માટે પણ ખુબ જ ગુણ કારી છે. સરગવામાં કેલ્શિયમ રહેલું હોય છે. જે નાના બાળકો માટે ખુબ જ લાભદાયી નીવડે છે. તેનાથી હાડકા અને દાંત મજબુત બને છે. ગર્ભવતી મહિલા તેનું સેવન કરે તો તેના થનાર બાળકને ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. જેનાથી થનાર બાળક તંદુરસ્ત બને છે. તેમજ તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહતત્વ જેવા પોષક તત્વો પણ રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પાતળા થવા માટે સરગવાનું ખુબ મહત્વ છે. શરીરમાં જમા થયેલી વધારની ચરબી દુર કરવા માટે સરગવો સર્વોત્તમ ઔષધી ગણી શકાય છે. તેમાં ફોસ્ફરનું પ્રમાણ હોય છે. જે શરીરની વધારાની કેલેરી ઓછી કરે છે. તેમજ ચરબી ઘટાડી પાતળા બનાવવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાના રસનું સેવન કરવાથી વજન ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અને આપણે સરગવાની જેમ પાતળા થઇ શકીએ છે.
ત્વચાને સુંદર બનાવે છે. સરગવામાં વિટામીન A સારી માત્રામાં પ્રાપ્ત થાય છે. વિટામીન A ત્વચાની સુંદરતા ટકાવી રાખે છે. માટે સરગવાનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવે છે. તેનું સેવન કરવાથી અથવા તેના બીજનું તેલ લગાવવાથી ત્વચા કાયમ માટે ચમકતી રહે છે. તેમાં લોહતત્વ રહેલું છે. જે લોહીને શુદ્ધ રાખે છે. જેથી ચહેરા પર થતા ખીલ નષ્ટ પામે છે. અને ત્વચા સુંદર અને ચમકતી બને છે.
પાચનતંત્ર માટે પણ સરગવો ઉપયોગી છે સરગવાના ઉપયોગથી પાચન સંબંધી સમસ્યાઓ દુર કરી શકાય છે. તેના માટે નીચે પ્રમાણે પ્રયોગ કરવો.
>સરગવાના પાંદડાનો ૧ ચમચી રસ લો, તેમાં ૧ ચમચી મધ અને નારીયેળ પાણી ઉમેરી પી લો. આ પ્રમાણે પ્રયોગ કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી કબજિયાત જેવા રોગોમાં આરામ મળે છે. આ સાથે તેનું શાક કીડની તેમજ મૂત્રાશયમાં જામેલી પથરી ઓગળીને કાઢવામાં મદદ કરે છે.
સરગવો માથાના દુઃખાવામાં પણ રાહત આપે છે. સરગવાના પાંદડા પીસીને તેને ગરમ કર્યા બાદ માથા પર તેનો લેપ લગાવવાથી માથાનો દુઃખાવો દુર થાય છે. આ ઉપરાંત તેના બી ઘસીને સુંઘીએ તો પણ માથાના દુઃખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત સરગવાના અનેક ફાયદા છે.
- સરગવાના પાંદડાનો રસ કાઢી તેને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો સરળતાથી દુર થાય છે.
- દાંતની સમસ્યા જેવી કે મો માં રહેલા કીટાણું તેમજ પાયોરિયા જેવી સમસ્યામાં તેના પાંદડા ચાવવાથી રાહત મળે છે.
- સરગવાનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાની ડીલીવરી ઝડપથી થાય છે. અને દુઃખાવો પણ ઓછો થાય છે તેમજ બાળક પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે. સરગવાના ફૂલ આપના પેટની અંદર રહેલા કૃમિ ઘટાડે છે. તેમજ તે પિત્ત અને કફ વચ્ચે સંતુલન જાળવી રાખે છે.સરગવાના સેવન સમયે ધ્યાનમાં લેવાતી બાબત:
- સરગવો બળતરાનું કારણ બની શકે છે. તેથી ગેસટ્રીટીસ તેમજ સંવેદનશીલ પેટ વાળા લોકોએ સરગવાનું સેવન ખુબ જ અલ્પ માત્રામાં કરવું જોઈએ.
- મહિલાઓએ માસિક ધર્મના સમયે તેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે પિત્ત વધારી શકે છે.
- સરગવાનો ઉપયોગ બને ત્યાં સુધી બ્લીડીંગ ડીસઓર્ડર દરમિયાન ઉપયોગ ટાળવો જોઈએ.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Very helpful…. Thank.you…..Jay…
Its helpful
Thanks