સ્પેશિયલ બંગાળના રસોગુલ્લા બનાવો હવે તમારા જ ઘરે વધેલા ભાત અને રવામાંથી.. નોંધી લો તેની રેસીપી.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥚 આ રીતે બનાવો રસથી ભરેલા રસગુલ્લા. 🥚

💁 મિત્રો રસગુલ્લાનું નામ સાંભળતાની સાથે જ આપણા મોં માંથી રસગુલ્લાની ચાસણીની જેમ પાણી છૂટી જાય છે. તમે જાણતા જ હશો કે રસગુલ્લા આપણે ઘરે બનાવવાનું ટાળતા હોઈએ છીએ. સામાન્ય રીતે બજારમાંથી ખરીદવાનું પસંદ કરતા હોઈએ છીએ.

કોઈ વ્યક્તિ ઘરે રસગુલ્લા બનાવવાનો વિચાર પણ નથી કરતા કારણ કે કોણ એવી ઝંઝટ કરે એવું વિચારીને ઘરે નથી બનાવતા. પરંતુ અમે આજે એક એવી રીત અને એવી સામગ્રીના ઉપયોગથી રસગુલ્લાની વાનગી લઈને આવ્યા છીએ જે  આ વાંચ્યા બાદ તમે પણ રસગુલ્લા ઘરે જ બનાવશો.

તમને જાણીને નવાઈ લાગશે કે રસગુલ્લાની વાનગી આજે વેસ્ટમાંથી બેસ્ટ બને તેવી છે. મતલબ કે ઘરમાં તમે કોઈ વસ્તુ બનાવો અને તે વધારે બની ગઈ હોઈ અને પછી તે બચેલી સામગ્રી માંથી તમે બનાવી શકો છો સ્વાદિષ્ટ રસગુલ્લા. મિત્રો ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછી સામગ્રીમાંથી બનાવી શકશો રસગુલ્લા. આ રીતે ઘરે જ બનાવો રસગુલ્લા.

🍚 બચેલા ભાતમાંથી બનાવી શકો છો રસગુલ્લા: 🍚

 Image Source :

💁 હા મિત્રો વાંચીને નવાઈ લાગીને તમને. મિત્રો તમે ભાત બનાવ્યા છે અને તે વધારે બની ગયા છે તો તમે તેનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ વાનગી રસગુલ્લા બનાવી શકો છો. તો હવે બચેલા ભાતને ફેંકવાની કોઈ જરૂર નથી પરંતુ તેમાંથી બનાવો સ્વાદિષ્ટ રસથી ભરેલી મીઠાઈ રસગુલ્લા.

👩‍🍳 રસગુલ્લા બનાવવા માટે જરૂરી સામગ્રી:- 👩‍🍳

🍚 બે કપ ભાત,

🍚 એક ચમચી મકાઈનો લોટ,

🥄 એક ચમચી મેંદાનો લોટ,

🥄 એક ચમચી મિલ્ક પાવડર,

 Image Source :

🍵 ત્રણથી ચાર કપ જેટલું પાણી ચાસણી માટે,

🍯દોઢ કપ જેટલું ઘી,

🍚 બે કપ ખાંડ,

👩‍🍳 રસગુલ્લા બનાવવાની રીત : 👩‍🍳

🍙 પહેલા મીક્ષ્યરમાં વધેલા ભાત પીસી લો. ભાતને પીસીને તેની પેસ્ટ જેવું બનાવી લો.

🍙 હવે તેને એક પ્લેટમાં કાઢી લો. અને તેમાં મકાઈનો લોટ મેંદાનો લોટ અને મિલ્ક પાવડર ઉમેરી દો.

🍙 હવે તેને બરાબર રીતે મિક્સ કરી લો અને તેને બરાબર રીતે મસળીને તેનો લોટ બાંધી લો.

🍙 જ્યાં સુધી લોટ સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને મસળો. અને એકદમ સોફ્ટ લોટ બાંધી લો.

 Image Source :

🌰 હવે તે લોટમાંથી રસગુલ્લાના આકારના નાના બોલ બનાવી લો. અને તેને ઢાંકીને સાઈડમાં રાખી દો.

🍳 હવે ગેસ પર કડાઈ મૂકો અને તેમાં ત્રણથી ચાર કપ પાણી નાખો અને તેમાં બે કપ ખાંડ નાખી દો.

🍳 ત્યાર બાદ તેમાં ખાંડ ઓગળી જાય અને ઉપર પરપોટા થવા લાગે ત્યાં સુધી ચાસણી  થવા દો. મિત્રો ચાસણી ખૂબ વધારે થવા દેવાની નથી માત્ર એક તાર જેટલી જ થવા દેવાની છે.

🍳 હવે ચાસણી થઇ જાય ત્યાર બાદ તેમાં ભાતમાંથી બનાવેલા બોલ નાખી દો. હવે પેહલા બેથી ત્રણ મિનીટ સુધી તેને વધારે તાપ પર પકાવો.

🍳 ત્યાર બાદ ગેસ ધીમો કરી દો અને રસગુલ્લાને ઢાંકી દો અને ધીમા તાપે  બેથી ત્રણ મિનીટ સુધી પાકવા દો.

 Image Source :

🥘 હવે ફરી પાછું ઢાંકેલું હટાવી દો અને તેને વધારે તાપમાં પકાવો. બેથી ત્રણ મિનીટ સુધી અને ત્યાર  બાદ ગેસ ધીમો કરી ઢાંકીને બેથી ત્રણ મિનીટ સુધી પકાવો. આ પ્રક્રિયા આવી જ રીતે ત્રણ વાર કરો જેથી રસગુલ્લા ચાસણી શોષી શકે. તમને થશે કે શું થોડી વાર ધીમા ગેસે અને થોડી વાર વધારે તાપમાં રસગુલ્લા પકાવવા જોઈએ.

તો તેનું કારણ છે કે જો તમે તે રીતે રસગુલ્લાને બનાવશો તો તમારા રસગુલ્લા એકદમ સ્પોનજી અને સોફ્ટ બનશે. અને તે ચાસણી પણ બરાબર રીતે શોષી શકશે જેથી રસગુલ્લાની એક અલગ જ સ્વીટનેસ આવે છે.

🥘 મિત્રો આ રીતે ત્રણથી ચાર વાર પકાવ્યા બાદ ગેસ ધીમો કરી દો અને તેને નીચે ઉતારી ઠંડા થવા મૂકી દો ત્યાર બાદ તેને પ્લેટમાં કાઢી સર્વ કરો.

👩‍🍳 રવામાથી પણ બનાવી શકો છો રસગુલ્લા: 👩‍🍳

💁 મિત્રો તમે ખૂબ જ સરળતાથી રવામાંથી પણ રસગુલ્લા બનાવી શકો છો.

👩‍🍳 બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩‍🍳

🍚 રવો એક કપ,

🥛 દૂધ રવાનું ચાર ગણું એટલે કે એક કપ રવો છે તો ચાર કપ દૂધ ફૂલ ક્રીમ વાળું,

🥄 ઘી બે ચમચી,

🥄 દળેલી ખાંડ ત્રણ ચમચી,

🍚 એક કપ ખાંડ,

🍵 દોઢ કપ પાણી,

🥠 ડ્રાયફ્રુટ્સ જીણા  કાપેલા,

 Image Source :

👩‍🍳 બનાવવાની રીત:- 👩‍🍳

🍳 સૌથી પહેલા એક પેનમાં દૂધ ગરમ કરો દૂધમાં એક ઉકાળો આવ્યા બાદ તેમાં દળેલી ખાંડ નાખો અને તેને બરાબર મિક્સ કરી લો.

🍳 ત્યાર બાદ તેમાં રવો નાખો.

🍳 રવા અને દૂધના મિશ્રણને બરાબર હલાવો અને તે મિશ્રણ કઠણ થઇ જાય અને  બને ત્યાં સુધી તેને હલાવો.

🍳 હવે જ્યારે દૂધ શોષાઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.

🍚 જ્યાં સુધી મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી ચાસણી બનાવી લો. ચાસણી બનાવવા માટે એક કડાઈમાં એક કપ ખાંડ અને દોઢ કપ પાણી નાખો અને બે આખી એલચી નાખો જેથી સ્વાદ થોડો મસ્ત આવે હવે તેમાં ખાંડ ઓગળે ત્યાં સુધી બોલ બનાવી લો.

🍚 રવાનું મિશ્રણ ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેમાંથી થોડું મિશ્રણ લઇ તેની વચ્ચે ડ્રાયફ્રુટ્સને મસાલાની જેમ ભરી દો અને ગોળ રસગુલ્લા બનાવી લો.

🥟 હવે તે રસગુલ્લાને ચાસણીમાં નાખી દો અને ઢાંકીને તેને પાંચ મિનીટ સુધી વધારે તાપમાં પકાવો.

🥟ત્યાર બાદ જુઓ એકદમ સરસ સ્વાદિષ્ટ રસગુલ્લા તૈયાર થઇ ગયા હશે.

🍱 હવે તેને પ્લેટમાં થોડી ચાસણી સાથે કાઢીને ઉપરથી ડ્રાયફ્રુટ્સથી સજાવો અને સર્વ કરો.

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

 

Leave a Comment