🥄 ખાવાના સોડાનો આવી રીતે ઉપયોગ કરશો તો ત્વચા એટલી સુંદર થઇ જશે કે, બ્યુટી પાર્લરના નાના મોટા ખર્ચા જરૂર બચી જશે 🥄
🥄ખાવાના સોડા કે બેકિંગ સોડા એક શુદ્ધ પદાર્થ છે. તે ક્ષારીય પદાર્થ હોવાની સાથે થોડો નમકીન સ્વાદ પણ ધરાવે છે. તેને સોડીયમ બાયકાર્બોનેટ નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું રાસાયણિક નામ NaHCo3 છે. તેનો ઉપયોગ આપણે ખાવાની સાથે કપડા અને ઘર ફર્નીચરની સફાઈમાં પણ કરીએ છીએ. આ સાથે તેનો ઉપયોગ ત્વચાની દેખરેખમાં પણ કરવામાં આવે છે. ત્વચા માટે બેકિંગ સોડાનો નીચે પ્રમાણે ઉપયોગ છે.
🥄 ત્વચાને ગોરી બનાવવા માટે નીચે પ્રમાણેનો પ્રયોગ કરવો.🥄
🥄 એક મોટી ચમચી લઇ, બે ચમચી પાણી અને બે ચમચી બેકિંગ સોડા ઉમેરી પેસ્ટ બનાવી લો. અને પ્રભાવિત ત્વચા પર લાગવી ધીરે ધીરે માલિસ કરો અને થોડી વાર માટે છોડી દો. સુકાય ગયા બાદ થોડા ગરમ પાણીથી સાફ કરી સુકાવા દો.
🥄 આ પ્રક્રિયાને તમે અઠવાડિયામાં ૨ થી ૪ વાર કરી શકો છો. આ ઉપરાંત બેકિંગ સોડાને છાસ, બદામના દુધ અથવા ગુલાબજળમાં ઉમેરી પણ ચહેરા પર લગાવી શકો છો.
🥄 ત્વચાને સ્ક્રબ કરવા માટે જુવારના લોટ સાથે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી ત્વચા સ્ક્રબ દ્વારા સાફ થાય છે. તેમજ ત્વચાની કોશિકાઓને સક્રિય કરે છે.
🥄 તેના માટે બે ચમચી જુવારનો લોટ લઇ તેમાં એક ચમચી બેકિંગ સોડા સાથે પાણી ઉમેરો. પછી ત્વચા પર લગાવી તેને હળવા હાથેથી સ્ક્રબ કરી ૨ થી ૩ મિનીટ પછી ધોઈ લો. આ ઉપરાંત તમે તેમાં મધ પણ ભેળવી તે પેસ્ટ ૧૫ મિનીટ સુધી ચહેરા તથા ગળા પર લગાવી સુકાયા બાદ ધોઈ લો.
🥄 શરીરની સફાય માટે બેકિંગ સોડાથી નહાવું જોઈએ. તેનાથી શરીરને બધા વિષાણુંજન્ય પદાર્થોથી મુક્તિ મળે છે. તેમજ આપણા બાહ્ય શરીરને આવશ્યક પોષણ તત્વ આપે છે. તેના માટે બેકિંગ સોડા બાથ ટબમાં નાખી તે પાણીમાં ૧૦ મિનીટ સુધી સ્નાન કરવાથી આપણા શરીરની બધી જ ગંદકી સાફ થઇ જાય છે.
🥄 બ્લીચીંગ માટે બેકિંગ સોડામાં લીંબુ ઉમેરી ત્વચા પર લગાવવાથી તે બ્લીચીંગ એજન્ટ રૂપે કામ કરે છે. આ મિશ્રણમાં વિટામીન સી હોય છે. તેના માટે તમે અડધા કપ બેકિંગ સોડમાં લીંબુનો રસ, મધ અથવા તેલના બે ટીપા નાખી શકો છો. બધું સારી રીતે મિક્સ કરી હળવા હાથેથી ઘસો.
🥄 આ ઉપરાંત તમે ૨ ચમચી ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ મેળવી તેને રૂની મદદથી ત્વચા પર લગાવો. આ પ્રક્રિયાને તમે નિયમિત રૂપે કરી શકો છો. તેનાથી તમારી ત્વચા ગોરી અને કાંતિમય દેખાવા લાગે છે.
ચમકતી ત્વચા માટે બેકિંગ સોડામાં હાઈડ્રોઝન પેરોક્સાઈડ સાથે મિક્સ કરી ત્વચા પર લગાવવાથી ત્વચા પ્રાકૃતિક રૂપથી રાસાયણિક પ્રતિક્રિયા કરી ત્વચા પીલીંગનું કાર્ય કરે છે. જેના કારણે ત્વચા ચમકતી દેખાય છે.
🥄 બે ચમચી લીંબુનો રસ, એક ચતુર્થાશ, એક ઈંડુ અને એક ચમચી સોડા સાથે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પછી તે પેસ્ટને પ્રભાવિત જગ્યાએ લગાવો અને ૧૫ થી ૨૦ મિનીટ રાખ્યા બાદ ગરમ પાણીથી ધોઈ ત્યાર બાદ ઈંડાના પાણીથી ધોઈ લો. પછી જોવો તમારો ચહેરો કેવો ખીલે છે. પણ આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં બે વાર જ કરી શકો છે. ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે, તેનો પ્રયોગ અત્યંત સંવેદનશીલ ત્વચા પર ન કરવો.
🥄 એક મધ્યમ આકારનું ટમેટું લો. તેનો રસ નીચોવી લો. પછી તેમાં એક ચમચી સોડા મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાવી રાખો. પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. તમે આ પ્રક્રિયાને રોજ કરી શકો છો.
🥄 ત્વચા પર રહેલા કાળા ડાઘ દુર કરે છે. ત્વચા પર પીગમેન્ટેશનના કારણે કાળા ડાઘ પડે છે. તેને ઠીક કરવા માટે બેકિંગ સોડા નાળીયેર તેલ, લીંબુનો રસ અને ચાનું ઝાડ કે તેલ લગાવવાથી કાળા ડાઘ દુર કરી શકાય છે. તેમજ ઉમરની પહેલા જ કરચલી પડી હોય તો તે પણ દુર કરી શકાય છે.
🥄 તેના ઉપયોગ માટે અડધી ચમચી તાજો લીંબુનો રસ , તેમાં એક ચમચી સોડા, ૨ ચમચી નાળીયેર તેલ અને ૨ થી ૪ ટીપા ચા નું તેલ આ બધું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી તેને પ્રભાવિત ત્વચા પર લગાવો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં ૨ જ વખત કરી શકો. તેનો પ્રભાવ તમને ઘણી બધી તવ્ચા સંબંધિત સમસ્યાથી મુક્તિ અપાવે છે.
આ રીતે આપણે ખાવાના એટલે કે, બેકિંગ સોડામાં અમુક ચીજવસ્તુઓ ઉમેરી તમે ત્વચા ને સુંદર તેમજ ચમકદાર બનાવી શકો છો.
( પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે જયારે પણ તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો ત્યારે ત્વચા સાફ કરીને સુકાયા બાદ તરત જ મોઈચ્યુંરાઇઝરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ઉપયોગ કરતા પહેલા ત્વચા નિષ્ણાંતની સલાહ પણ લેવી જરૂર જણાય તો. )
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી