પિંડદાન કોને મળે ? ભાગ ૧૪
વેતાળ ઝાડ પર લટકાઈ ગયો હતો. વેતાળે ખુબ પ્રયાસો કર્યા કે વિક્રમ થાકીને હાર માની પાછો જતો રહે. પરંતુ વિક્રમાદિત્યના ઈરાદા ખુબ જ મજબુત હતા. તે ટસથી મસ ન થયો. અને પોતાની શક્તિથી વેતાળને પીઠ પર ઉપાડ્યો. અને હંમેશની જેમ વેતાળે નવી વાર્તા શરુ કરી.
વાત છે એક વિધવા સ્ત્રી ભાગ્યવતી અને તેની યુવાન પુત્રી ધનવતી. કમનસીબે બંને માં દીકરી એક નગરથી બીજા નગર જતા હતા. ત્યાં એક વૃક્ષ નીચે તેઓ આરામ કરવા બેઠા. તેની બાજુમાં એક સિપાહી ચોરને બંધી બનાવી બેઠો હતો. ત્યાં ધનવતીની વિધવા માં એ સિપાહીને પાણીનું પૂછ્યું, ત્યારે કેદીએ પણ તે સ્ત્રીને પાણી પીવડાવવા કહ્યું, અને પૂછ્યું કે તે કોણ છે. તો તેને ખબર પડી કે તે ચોર છે. ભાગ્યવતી એ પોતાની પુત્રીને પાણી પીવડાવવા કહ્યું, કન્યાને જોઈ ચોરે કન્યાની માતાને કહ્યું કે, તેના લગ્ન આ કન્યા સાથે કરાવી દો ત્યારે સિપાહીએ કહ્યું કે, “તને થોડા દિવસોમાં તો ફાંસી મળવાની છે તો તું લગ્ન કરીને શું કરીશ ?
ત્યારે તેને કહ્યું કે જો મારા લગ્ન નહિ થાય તો મર્યા પછી મારે પ્રેત થઈને ભટકવું પડશે. અને કન્યાની માતા પાસે એક પ્રસ્તાવ મુક્યો કે, “તમે તમારી કન્યાના લગ્ન મારી સાથે કરો મારી પાસે ઘણું ધન પડ્યું છે. તે જગ્યાની કોઈને ખબર નથી પણ હું તમને કહીશ અને તમે ધનવાન થઇ જશો. તમારું ભાગ્ય ખુલી જશે અને આખી જિંદગી તમે સુખેથી રહેશો.” કન્યાની માતાએ કહ્યું ચાલ હું લગ્ન તો કરી આપું પરંતુ તને શું મળશે તેનાથી.
ચોરે ઉત્તર આપતા કહ્યું કે, “જો તે કન્યા મારી સાથે લગ્ન કરશે, તે પુત્રને જન્મ આપશે તે મારો પુત્ર ગણાશે અને તે મને મુક્તિ અપાવશે, તેનું પિંડદાન મારા ફાળે જશે. મને શ્રાદ્ધનું ફળ મળશે. અને હું પ્રેત યોનીમાંથી મુકત થઈશ.” વિધવા માતા ચોરની વાતથી સહેમત થઇ.
રાતોરાત ચોર અને ધનવતીના લગ્ન થયા. થોડા દિવસો બાદ તે ચોરને ફાંસી આપવામાં આવી. ચોરને ફાંસી લગતા પહેલા કન્યા અને તેની માતાને પોતે સંતાડેલી સંપત્તિનું રાજ બતાવ્યું. કન્યા ચોરના મૃત્યુથી અત્યંત દુઃખી હતી.
બંને માં દીકરી ચોરે કહેલ જગ્યાએ ગયા. ત્યાંથી તેમને અઢળક ધન પ્રાપ્ત થયું. બંને ખુબ જ ધનવાન બની ગયા. સુખેથી રહેવા લાગ્યા તેમના ઘરમાં કોઈ વાતની કમી ન હતી.
કન્યાની માતા હવે તેની કન્યાના બીજા લગ્ન કરાવવાની તૈયારી કરવા માંડી. આમ તે પોતાની યુવાન પુત્રી માટે એક યોગ્ય ઘરજમાઈ શોધવા લાગી ગઈ. તેમના ઘરજમાઈ બનવા માટે એક પંડિત આવ્યો. તેણે ઘરજમાઈ બનીને રહેવાનું સ્વીકાર્યું અને પોતાની પુત્રીના લગ્ન તેમની સાથે કર્યા. પરંતુ તે વ્યક્તિની નજર તો તેમની સંપત્તિ ઉપર જ હતી. એક રાત્રે તે યોગ્ય અવસર જોઈ જયારે માં દીકરી બંને ગાઢ નિંદ્રામાં સુતા હતા ત્યારે તે વ્યક્તિ બધી ધન દોલત ચોરીને જતો રહ્યો.
સવાર પડતા બંને માં દીકરી જાગ્યા તો સંપત્તિ ચોરાયેલી જોઇને તેમને આઘાત લાગ્યો. અને બંને રડવા લાગ્યા કે તેમનું બધું જ ધન લુટાઈ ગયું. આ રીતે તેમને એક ચોરે સંપત્તિ આપી તો એક ચોર તે સંપત્તિ લૂટીને જતો રહ્યો. આઘાત લાગવાથી કન્યાની માતા મૃત્યુ પામી.Image Source :
કન્યાને એક પુત્ર હતો. ખુબ જ નાનો તે સાવ કંગાળ થઇ ગયા. ભીખ માંગીને તો સિલાઈ જેવા નાના મોટા કામ કરીને પોતાનું અને પોતાના પુત્રનું પેટ ભરતી હતી. ધીરે ધીરે તે પુત્ર યુવાન થયો. એક વાર માતા અને પુત્ર રસ્તામાં જઈ રહ્યા હતા. ત્યાં જોયું તો એક રાજકુમારના ગળામાં સાપ વીંટળાઈ ગયો હતો અને સાપે તેને જકડી રાખ્યો હતો. તરત જ તે યુવાન રાજકુમારનો જીવ બચાવવા સાપની પકડ છોડાવવાના પ્રયત્નો કરવા લાગ્યો. આખરે તેના પ્રયત્નોથી સાપે પકડ છોડી તો ખરા પરંતુ રાજકુમાર મૃત્યુ પામ્યો.
રાજાએ આ ઘટના જોઈ કે કેટલા સાહસથી તે યુવકે રાજકુમારને બચાવવા પ્રયત્ન કર્યો. તે ખુબ જ ખુશ થયો તેના સાહસથી. રાજાએ તેના પિતા વિશે પૂછ્યું. માતાએ જણાવ્યું કે, તે મૃત્યુ પામ્યા તેવો સંદેશો મળેલો હતો. રાજાએ આ વાત જાણી અને કહ્યું કે, “આજથી તમે આ મહેલમાં જ રહેશો અને રાજકુમારની જગ્યાએ આ યુવક મારા પુત્ર તરીકે રહેશે.” આમ બંને મહેલમાં રહેવા લાગ્યા. યુવકે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખી. Image Source :
પરંતુ સમય જતા રાજાની તબિયત બગડી અને તેણે તે યુવકને મરતા મરતા રાજ્ય સોંપ્યું અને કહ્યું કે, “જેટલા સાહસથી તે મારા પુત્રને બચાવવાનો પ્રયત્ન કર્યો તેટલી જ નિષ્ઠાથી, વીરતા અને સાહસથી તું રાજ્યને સંભાળજે.” આટલું કહી મૃત્યુ પામ્યા.
પુત્રની માતાએ જણાવ્યું કે પિતાના મર્યા બાદ પુત્રએ પિંડદાન કરવું પડે છે. અને તેઓ પિંડદાન કરવા ગયા. ત્યારે ત્રણ હાથ ઊંચા થયા તે પિંડદાન ગ્રહણ કરવા માટે. અહીં વેતાળે વાર્તા અટકાવી અને વિક્રમને પ્રશ્ન કર્યો કે “પુત્રના અસલી પિતા કોણ ગણાય તે કોના હાથમાં પિંડ આપે એ ચોર કે જેણે ધનની લાલચ માટે લગ્ન કર્યા હતા. કે પછી એ રાજા જેણે તેને પુત્ર સમાન રાખ્યો.”
વિક્રમે જવાબ આપતા કહ્યું, “પુત્રનો પિતા તે ચોર ગણાય જેના લગ્ન તેની માતા સાથે વિધિ પૂર્વક થયા. કારણ કે, એક બ્રમ્હાણએ તો લાલચથી લગ્ન કર્યા હતા. જ્યારે રાજાએ પોતાના કર્તવ્ય રૂપે તેનો પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતો. પરંતુ તે ચોર તો પુત્ર સુખ ભોગવ્યા વગર જ મૃત્યુ પામ્યો તે જ તેના પિતા ગણાય પુત્ર તેના હાથમાં જ પિંડદાન કરશે.”
રાજાનો જવાબ સાંભળતા વેતાળ તેની પ્રશંસા કરતો ફરી ઝાડ પર લટકાઈ ગયો.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google