મિત્રો હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને હવે બજારમાં ધીમે ધીમે કેરીનું પણ આગમન થવાનું છે. જો કે તમને બજારમાં કાચી કેરી તો જોવા મળી રહી છે. પણ હજુ પાકી કેરી જોવા નથી મળી રહી. પણ એવું કહેવાય છે કે, ઉનાળામાં તમારે બને ત્યાં સુધી કેરીનું વધુ સેવન કરવું જોઈએ. જે અમે તમને કેરીની ચા ના ફાયદાઓ અને તેની રેસીપી વિશે જણાવીશું.
કેરીનો સ્વાદ શું હોય છે આ તો કેરીના પ્રેમીઓ સિવાય બીજું કોઈ જાણી નથી શકતું. કેરીની સિઝન ચાલુ થતાં કેરી પ્રેમીઓની ભીડ બજારમાં જોવા મળે છે. કેરીનું અથાણુંથી લઈને કેરીની મીઠાઈ સુધી લોકોને ખુબ ભાવે છે. કેરીની વાનગીઓ જ એટલી વધારે છે કે, જેની ગણતરી પણ ઓછી પડે. જો કે આપણા ગમતા સ્વાદને કારણે કેરી સૌથી ફેવરિટ છે. આ ચમકતા પીળા ફળના ઘણા પોષક લાભ છે. શું તમે જાણો છો કે કેરીની ચા પણ બનાવી શકો છો અને કેરીના લાભ પણ લઈ શકો.તો મિત્રો આજે અમે તમને કેરીની ચા વિશે જણાવશું, જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે. જો મેંગો ટી ને તમે એક વાર પીય લીધી તો તમે તેના દિવાના થઈ જશો. સ્વાદમાં આ ચા જેટલી ટેસ્ટી હોય છે સ્વાસ્થ્ય માટે એટલી ફાયદાકારક છે. ચાલો તો જાણીએ કેવી રીતે બને છે કેરીની ચા.
કેવી રીતે બનાવીએ મેંગો ટી : ગરમીની ઋતુમાં કેરીની રેસીપી કોઈ પણ ડિશને ટક્કર મારી શકે છે. મેંગો ટી બનાવી ખુબ સરળ છે. આજે અમે તમને મેંગો ટીની ખુબ સરળ રેસીપી વિશે જણાવીએ છીએ જેને તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ.
મેંગો આઈસ ટી : મેંગો ટી બનાવવી વધારે મુશ્કેલ નથી. ગરમીની ઋતુમાં આઈસ મેંગો ખુબ ઠંડક આપે છે. તેને બનાવવા માટે તમારે બે કેરી જોઈશે. ત્રણ કપ પાણીમાં બે ટી બેગને કેરીનાં ગર્ભમાં મિક્સ કરી લો. પછી તેમાં સ્વાદને વધારવા માટે લીંબુના થોડા ટીપાં, ફુદીનાના પાન અને બરફના ટુકડા સાથે મિક્સ કરી લો. અને ફ્રિઝરમાં રાખી મુકો. ઠંડુ થઈ ગયા પછી આને સર્વ કરો. આ ખુબ ટેસ્ટી લાગે છે.હોટ મેંગો ટી : જેટલી ટેસ્ટી આઈસ મેંગો ટી હોય છે, એટલી જ સારી હોટ મેંગો ટી હોય છે. કેરીના અને ચાના પાંદને ગરમ પાણીમાં મિક્સ કરો. લગભગ 8-10 મિનિટ સુધી આ પત્તિને પાણીમાં ઉકળવા દો. ગાળેલી ચામાં એક ચમચી મધ અથવા ખાંડ નાખો. એક કપમાં પીરસો. તમારી ગરમ ચાની મજા લો.
ડાયાબિટીસમાં મળશે રાહત : શોધ પ્રમાણે મેંગો ટીથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેનાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો આવે છે. તેનાથી પેટથી જોડાયેલી સમસ્યા નહિ થાય. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો ગરમીમાં મેંગો ટી જરૂર પીવી જોઈએ.
હાઈ બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ : મેંગો ટી પીવાથી તમે હાઈ બ્લડ પ્રેશરના જોખમને ઓછું કરી શકો છો. એનાથી લોહી જાડું નહિ થાય. સાથે રક્તની કોશિકાને સારી કરવાની કોશિશમાં મદદ મળે છે. સ્વાસ્થ્યની નજરે જોઈએ તો દરરોજ મેંગો ટી થી તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મળી શકે છે.વિટામિનથી ભરપૂર મેંગો ટી : કેરીના પાંદ જેનાથી ચા બને છે એમાં વિટામિન એ, બી અને સી નું ખુબ સારું પ્રમાણ હોય છે. શોધ પ્રમાણે મેંગો ટી માં ઉપલબ્ધ વિટામિનના પોષક તત્વ તમારા માટે ખુબ ફાયદાકારક છે.
એન્ટિ ઓક્સિડેન્ટનો ખજાનો છે મેંગો ટી : મેંગો ટીમાં કુદરતી એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ભરપૂર હોય છે. જો તમે મેંગો ટી માં ગ્રીન ટીનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનાથી શરીરમાં પાણીની કમી મહેસુસ નહિ થાય.
મેંગો ટીને લોકોએ ગરમ જ પીવાનું રાખવું જોઈએ. પરંતુ આઈસ ટી પણ સ્વાદમાં ઓછી નથી. તમે અમારી જણાવેલી ટિપ્સની મદદથી તમારી મનપસંદ મેંગો ટી બનાવી શકો છો. આ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી