2010 માં મોડેલિંગ અને હવે લડી રહી છે ચુંટણી, 36 વર્ષની હોવા છતાં પણ હજુ છે કુંવારી બંગાળની આ ટોપ અભિનેત્રી..

મિત્રો ચૂંટણી એક એવી વસ્તુ છે જ્યાં એવા લોકો પોતાનું નસીબ અજમાવી શકે છે જેઓને રાજનીતિમાં નાનપણથી રસ હોય. તેમજ રાજનીતિના બધા દાવપેચ તેને આવડતા હોય. તેમજ કોઈ પણ પરિસ્થિતિને સંભાળવાની જેની આવડત હોય. તેવા લોકો જ પોતાનું નસીબ અજમાવી શકે છે. જો કે રાજનીતિમાં આવ્યા પછી જ પોતાના પદ પર ટકી રહેવું એ પણ ખુબ અગત્યનું છે. આથી રાજનીતિમાં ઘણા લોકો આવે છે અને જાય છે. પણ બહુ ઓછા લોકો અહીં ટકી શકે છે.

2010માં એક અભિનેત્રીએ પોતાના કરિયર શરૂઆત કરી હતી. તે હાલમાં એક ધારાસભ્ય છે. તેનું નામ છે તનુશ્રી ચક્રવર્તી. તે એક સાધારણ પરિવારમાંથી છે. તે તેના માતા-પિતા સાથે રહે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ખુબ જ ઉત્સાહથી ઉજવાય રહી છે. ભાજપમાં તેમજ કોંગ્રેસમાં ઘણા ટોલીવુડ કલાકારો પણ  આવી રહ્યા છે.દેશમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. તામિલનાડુ, કેરળ, આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં અત્યારે જોરદાર ચૂંટણીનો ઉત્સાહ ઉજવવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે રસપ્રદ ચૂંટણી ઉજવાય રહી છે. તેનું કારણ એ છે કે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી અહીં સત્તામાં છે. તે વખતે એવું બન્યું કે, શાસક પક્ષના ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત ઘણા નેતાઓ ચૂંટણી પહેલા જ ભાજપમાં આવી ગયા.

આ સિવાય બોલીવુડમાંથી પણ મોટી સંખ્યામાં કલાકારો ભાજપમાં આવી ગયા હતા. કેટલાક તૃણમૂલ કોંગ્રેસમાં પણ ગયા હતા. માર્ચની શરૂઆતમાં જ ભાજપ પાર્ટી જોઈન કરવા વાળી બાંગ્લા અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તીએ શામપુરથી પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ચાલો તો જાણીએ કોણ છે તનુશ્રી ચક્રવર્તી.તનુશ્રી ચક્રવર્તી (Tanushree Chakraborty)  એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેણે તેના કરિયરની શરૂઆત 2010 માં કરી હતી, અને ત્યારે તેણે મોડલિંગથી પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેનું નામ ટોપ મોડેલ્સમાં શામેલ કરવામાં આવ્યું હતું.

તનુશ્રી ચક્રવર્તીએ 2011 માં પોતાનો પગ બંગાળી ફિલ્મોમાં રાખ્યો હતો. પરંતુ હાલ તો તે રાજકારણમાં પોતાની કિસ્મત અજમાવી રહી છે. આમ તે રાજનીતિમાં આવીને પોતાની કિસ્મત અજમાવવા માંગે છે. શ્યામપુરથી તનુશ્રીનો સામનો તૃણમૂલ કોંગ્રેસની કલીપાડા મંડલને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. તે 2001 થી આ સીટ જીતતા આવ્યા છે, આ પહેલા તેણે ચૂંટણીમાં કોંગ્રેસના અભિતાબ ચક્રવર્તીને 26 હજારથી પણ વધારે વોટોથી હરાવ્યા હતા.તનુશ્રીનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. પણ તે મૂળ પશ્ચિમ બંગાળની છે. તેની સ્કૂલિંગ હૈદરાબાદમાં થઈ હતી. તેણે કોલકાતામાં યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. 36 વર્ષની તનુશ્રીના હજી લગ્ન નથી થયા. તે તેના માતા-પિતાની સાથે જ રહે છે. તનુશ્રીએ પોતાના કરિયરમાં ખુબ જ પૈસા કમાવ્યા છે. આમ છતાં પણ તે કોલકત્તામાં પોતાના જુના ઘરમાં જ રહે છે.

ભાજપમાં જોડાવા પર તનુશ્રીએ કહ્યું હતું કે, સોનાર બંગાળ(સ્વર્ણ બંગાળ)ના નિર્માણનું સપનું જોવે છે. તનુશ્રી માર્ચની શરૂઆતથી જ ભાજપની સદસ્ય રહી છે. તેઓ કોલકત્તામાં ભાજપના મુખ્યમથક પર પાંચ ટી.એમ.સી. ધારાસભ્ય સાથે તનુશ્રી ભાજપ સાથે જોડાઈ હતી.જાણો ક્યારે છે ચૂંટણી : તમને જણાવી દઈએ કે બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 27 માર્ચે  294 બેઠકમાંથી 30 બેઠકને વોટ મળશે. બીજા તબક્કાની 30 બેઠકો માટે 1 એપ્રિલના રોજ ત્રીજા તબક્કાની 31 બેઠકો 6 એપ્રિલથી,  10 એપ્રિલના રોજ ચોથા તબક્કાની 44 બેઠકો,  17 એપ્રિલના રોજ પાંચમા તબક્કાની 45 બેઠકો, છઠ્ઠા તબક્કાની 43 બેઠકો પર 22 એપ્રિલથી, સાતમા તબક્કામાં 26 મી એપ્રિલના રોજ 36 બેઠકો માટે અને આઠમા તબક્કામાં 29 મી એપ્રિલના રોજ 35 બેઠકો પર મતદાન યોજાશે.

આમ બંગાળમાં હાલ ચૂંટણીનો માહોલ બનેલો છે જ્યારે બીજી બાજુ કોરોનાનો ભય પણ લોકોને ડરાવી રહ્યો છે. આથી દેશ એક ખુબ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment