મિત્રો આપણે ત્યાં ઘણા એવા વૃક્ષો છે જેના ફળ, પાન અથવા તો જડનું સેવન કરવાથી શરીરની અનેક બીમારીઓ દુર કરી શકાય છે. આવું જ એક વૃક્ષ છે સિરસનું, જેનો ઉપયોગ તમે દાંતના દુખાવામાં, માથાના દુખાવામાં તેમજ ઉધરસમાં કરી શકો છો. તો જો તમે જાણવા માંગતા હો કે આ વૃક્ષનું સેવન કઈ રીતે કરવું તો ચાલો તેના વિશે વિગતે જાણી લઈએ.
સિરસ નામનું એક વૃક્ષ હોય છે જેના ફળ, પાન, બીજ અને છાલમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. તેમજ તેના સેવનથી શરીરની અનેક સમસ્યાઓ દુર કરી શકાય છે. સિરસના ઉપયોગથી તમે માથાનો દુખાવો, માઈગ્રેન, દાંતનો દુખાવો, ઉધરસ, ત્વચા સંબંધી રોગ, કમળો, બવાસીર વગેરે બીમારી દુર કરી શકાય છે. સીરસની દાંડી ભૂરા રંગની હોય છે અને તેની છાલ ખરબચડી હોય છે. બીજ બહારથી ભૂરા હોય છે જયારે તેના પાન આંબલીના પાન જેવા હોય છે. આ વૃક્ષના ફૂલ પીળા અને સફેદ હોય છે. આ લેખમાં આપણે તેના ફાયદાઓ ઉપયોગ કરવાની રીતે અંગે વાત કરીશું.
1) દાંતનો દુખાવો દુર કરે છે : જો તમારા દાંતમાં દુખાવો છે તો તમે સિરસ ઔષધિનો ઉપયોગ કરી શકો છો. સીરસના બીજથી દાંતનો દુખાવો દુર થાય છે. આ બીજનો ઉપયોગ કરવા માટે પહેલા આના બીજને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તેમાં લવિંગનું તેલ ઉમેરો, તેને દાંતમાં જે જગ્યાએ દુખાવો છે ત્યાં લગાવો. પછી 20 મિનીટ પછી કોગળા કરી લો. તેનાથી દાંતનો દુખાવો જલ્દી દુર થઇ જશે. તમે સીરસના પાવડરને પોતાના ટુથપેસ્ટમાં નાખીને પણ દાંતમાં લગાવી શકો છો. આનાથી દાંતમાં સડો નહિ થાય. જો તમને પાયરીયાના લક્ષણ અથવા દાંતને લગતી કોઈ બીજી બીમારી છે તો ડોકટરનો સંપર્ક કરવો.
2) માથાનો દુખાવો દુર કરે છે : જો તમને વારંવાર માથાનો દુખાવો અથવા તો માઈગ્રેનની તકલીફ છે તો તમે સીરસના ફૂલનો ઉપયોગ કરી શકો છો. સિરસના તાજા ફૂલની સુગંધથી માથાનો દુખાવો ઠીક થાય છે. તમારે માત્ર સિરસના ફૂલને સુંઘવાના છે. આ ફૂલને સુંઘવા માટે તેને હાથમાં લેવા કરતા એવા વાસણમાં ભરી દો જેમાં વચ્ચે કાણું હોય અને તમે તેમાંથી સુગન્ધ લઇ શકો અથવા તો સિરસના ફૂલને રૂમાલમાં લપેટીને તેની સુંઘી શકાય છે.
3) સ્કીનને લગતી સમસ્યાઓ દુર કરે છે : જો તમને શરીરમાં ખંજવાળ આવે છે તો તમે સિરસનો ઉપયોગ કરી શકો છો. આ માટે સીરસના બીજને પીસી લો, તેમાં એલોવેરા જેલ મિક્સ કરીને ત્વચા પર લગાવી લો. ખંજવાળ જતી રહેશે. સીરસના પાનને બળેલી કે ઈજાવાળી જગ્યાએ લગાવવાથી જલન ઓછી થાય છે. સીરસની છાલમાં પણ ઔષધી ગુણ હોય છે તેને ખંજવાળ વાળી જગ્યાએ લગવવાથી ત્વચાને આરામ મળે છે. ઘણા લોકો સીરસના રસનું પણ સેવન કરે છે. તેનાથી લોહી પણ સાફ થાય છે. ચહેરાના ડાઘ, ધબ્બા, ખીલ દુર કરવા માટે સીરસના ફૂલના રસનો ઉપયોગ કરી શકો છો.
4) ઉધરસ દુર કરે છે : ઉધરસની સમસ્યા દુર કરવા માટે તમે સીરસના બીજનો ઉકાળો તૈયાર કરો. આ ઉકાળાને પીવાથી ઉધરસની સમસ્યા દુર થાય છે. ઉકાળો બનાવવા માટે સીરસના બીજને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તમે બે ગ્લાસ પાણી લો અને તેમાં કાળા મરી, મધ, સીરસના બીજનો પાવડર નાખીને ઉકળવા દો. જયારે પાણી અડધું થઇ જાય પછી તેનું સેવન કરો. તેનાથી ઉધરસ દુર થઇ જાય છે.
5) શરીરની કમજોરી દુર કરે છે : સીરસની છાલમાં ઔષધીય ગુણ રહેલા છે. જો તમે તમારી કમજોરી અને થાકને દુર કરવા માંગતા હો તો તમે સીરસનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ વૃક્ષની છાલને પીસી તેના પાવડરને ઘી માં મિક્સ કરીને સેવન કરો. તેનાથી શરીરની નબળાઈ દુર થશે. જે લોકોને કમળાના લક્ષણ જોવા મળે છે તેમના માટે સિરસ ફાયદાકારક છે. સીરસની છાલને આખી રાત પલાળીને રહેવા દો, સવારે ઉઠીને આ પાણીને પી જાવ. આનાથી કમળાના રોગથી છુટકારો મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી