આવી રીતે ઘરે જ બનાવો શુદ્ધ ગુલાબજળ અને કરો ઉપયોગ, શરીરની આટલી સમસ્યાઓ ચપટી જ થઈ જશે દુર… જાણો બનાવવાની રીત અને ફાયદા…

ગુલાબ જળનો ઉપયોગ મોટા ભાગે ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ત્વચાની અંદર ઘણા એવા પોષકતત્વો પણ રહેલા હોય છે જે નહીં કે માત્ર ત્વચાને સાફ રાખવામા ઉપયોગી છે પરંતુ શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. તેની અંદર એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણોની સાથે સાથે એંટીમાઈક્રોબિયલ્સ, વિટામિન સી જેવા મહત્વના તત્વો પણ રહેલા છે. જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. 

આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુલાબ જળના સેવનની. જો ગુલાબજળનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આજનો લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી જણાવશુ કે ગુલાબ જળ પીવાથી સ્વાસ્થ્યને ક્યાં ક્યાં ફાયદાઓ થઈ શકે છે. સાથે જ તેને બનાવવાની રીત પણ જાણીશું.

તમને જણાવી દઈએ કે ગુલાબ જળનું સેવન ડાઇરેક્ટ કરવામાં આવતું નથી પરંતુ વ્યક્તિ હર્બલ ટ્રી ના રૂપમાં તેનું સેવન કરી શકે છે. એવામાં તમે આસાનીથી તમારા ઘરે ગુલાબ જળને બનાવી શકો છો. ધ્યાન રહે કે બજારમાં મળતા ગુલાબજળમાં કેમિકલ રહેલું હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવામાં ઘરે બનાવેલા ગુલાબ જળનો ઉપયોગ કરવાની જ સલાહ આપવામાં આવે છે. 

ગુલાબ જળ બનાવવાની રીત : 1) ગુલાબ જળને બનાવવા માટે તમારી પાસે 8 થી 9 પાંદડી ગુલાબની અને ઉકાળેલું પાણી હોવું જરૂરી છે.
2) હવે તમે ગુલાબની પાંદડીને સરખી રીતે સાફ કરી લો. તેના માટે તમે ગરમ પાણીની મદદ લઈ શકો છો. જેનાથી પાંદડી પર રહેલા બેક્ટેરિયા દૂર થઈ જાય છે.
3) હવે એક મોટા વાસણમાં ઉકાળેલું પાણી મૂકો અને તેમાં ગુલાબની પાંદડીઓને ડૂબાડો.
4) હવે તે મોટા વાસણને ઢાંકી દો અને ગેસ ધીમો કરી લો.
5) થોડા સમય પછી તમે જોઈ શકો છો કે ગુલાબની પાંદડીઓનો રંગ પાણી સાથે ભળવા લાગ્યો છે.
6) થોડા સમય પછી ગેસ બંધ કરી દો અને પાણીને ગળી લેવું. ગુલાબ જળ બની જશે.

ગુલાબથી બનેલી ચા : તમે ચા ના રૂપમાં પણ ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો.
1) ગુલાબ જળ બનાવવા માટે તમારી પાસે ગુલાબના ફૂલ, મધ, લીંબુનો રસ અને પાણી હોવું જરૂરી છે.
2) હવે તમે ગુલાબના પાંદડાને સરખી રીતે ધોઈ લો. તેના માટે તમે ગરમ પાણીની મદદ પણ લઈ શકો છો. જેનાથી પાંદડી પર રહેલા બેક્ટેરિયા દૂર થઈ જાય છે.
3) હવે એક મોટા વાસણમાં ઉકાળેલું પાણી મૂકો અને તેમાં ગુલાબની પાંદડીઓને ડૂબાડો.
4) લગભગ 10 મિનિટ પછી મિશ્રણમાં મધ અને લીંબુ નો રસ મિક્સ કરો.
5) થોડા સમય પછી ગેસ બંધ કરી દો અને પાણી ગળી લેવું. ગુલાબની ચા બનીને તૈયાર છે. 

ગુલાબ જળના ફાયદા : 1) પાચનક્રિયા તંદુરસ્ત બને છે : પાચનક્રિયાને તંદુરસ્ત બનાવવા માટે ગુલાબ જળ કે ગુલાબની પાંદડીઓ બંને તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે. તમને જણાવી દઈએ કે જો તમે ગુલાબ જળથી બનેલી હર્બલ ટી નો ઉપયોગ કરો છો તો તેનાથી માત્ર પેટની સમસ્યાઓ જ દૂર નથી થતી પરંતુ તમારી પાચનક્રિયા પણ એકદમ સરસ બને છે. તેનાથી અલગ જો તમે દહીમાં નાખીને ગુલાબની પાંદડીઓનું સેવન કરો છો તો પણ પાચનક્રિયાને સારી બનાવી શકાય છે.

2) ગળાની સમસ્યાઓ દુર થાય છે : વ્યક્તિને મોટા ભાગે સૂકું ગળું કે ગળામાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તમને  જણાવી દઈએ કે સૂકા ગળાની સમસ્યા કોઈ વાઇરલ કે બેક્ટેરિયાને કારણે થઈ શકે છે. એવામાં વ્યક્તિ ગુલાબ જળના સેવનથી આ સમસ્યાને દૂર કરી શકે છે. જેવુ કે અમે પહેલા પણ જણાવ્યુ, ગુલાબ જળની અંદર એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. એવામાં તેના સેવનથી ગળાની સંબંધિત કોઈ પણ સમસ્યામાં રાહત મળી શકે છે.

3) લિવરને સાફ રાખે છે : ગુલાબ જળના સેવનથી પિત્તાશાય અને લીવર બંનેને આસાનીથી સાફ કરી શકાય છે. આ સિવાય પિત્ત સ્ત્રાવને સારું કરવામાં પીએન ગુલાબ જળ ઉપયોગી બની રહે છે. જણાવી દઈએ કે બ્રોંકીયલ સંકરમણને ઘટાડવામાં પણ ગુલાબ રસ કે ગુલાબની ચાનું સેવન ઘણું ઉપયોગી બની રહે છે.

4) સ્ટ્રેસ દૂર કરે છે : સ્ટ્રેસને દૂર કરવામાં ગુલાબ જળ તમારે ખૂબ જ કામ આવી શકે છે. તમને જણાવી દઈએ કે ગુલાબ જળની અંદર ફેનોલીક્સ રહેલું હોય છે. જે તણાવને દૂર કરે છે જોકે વ્યક્તિ તણાવને દૂર કરવા માટે ગુલાબ જળનું સેવન કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

ઉપરના મુદ્દાઓ પરથી ખબર પડે છે કે ગુલાબના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થઈ શકે છે. પરંતુ પહેલા જણાવ્યુ તેમ વ્યક્તિએ ગુલાબ જળનું સેવન ડાઇરેક્ટ ન કરવું જોઈએ. વ્યક્તિ દહી સાથે ગુલાબની પાંખડીનું સેવન કરી શકે છે અથવા હર્બલ ટી ના રૂપમાં ચા નું સેવન કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment